For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેમ આતંકીઓની નાપાક નજર ગુજરાતના મંદિરો પર છે?

|
Google Oneindia Gujarati News

હાલમાં ગુપ્તચર એજન્સીઓ દ્વારા દ્રારકાના સમુદ્ર કિનારેથી 10 થી 15 આતંકીઓએ ઘૂસણખોરી કરી હોવાની માહિતી મળતા ચાંપતો સુરક્ષા બંદોવસ્ત કરવામાં આવ્યો છે. વધુમાં દ્વારકાથી ચાર શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. સોમનાથ દરિયા કિનારેથી પણ ગુરુવારે એક સંદિગ્ધ વ્યક્તિની અટક કરવામાં આવી હતી. પણ પાછળથી કંઇ શંકાસ્પદ પ્રાપ્ત ન થતા તેની છોડી મૂકવામાં આવ્યો હતો.

ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીંગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

નોંધનીય છે કે ભારતે જ્યારથી પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી છે ત્યારથી કદી પણ સીધા યુદ્ધમાં ભારતની જીતી ન શકનાર પાકિસ્તાન અને ત્યાં બેઠેલા આતંકીને આડકતરી રીતે ભારત સાથે આ વાતનો બદલો લેવા છે. જે માટે તે પ્રયાસશીલ છે. જે કારણે જ રાજ્યભરમાં સર્જિકલ સ્ટ્રાઇક બાદ હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. અને દરિયાઇ સુરક્ષા પણ સઘન કરવામાં આવી છે ત્યારે કેમ આતંકીઓની નાપાક નજર ગુજરાતના મંદિરો પર છે? સામે પક્ષે ગુજરાત સરકાર સુરક્ષાના કેવા પગલા લઇ રહી છે તે તમામ અંગે વિસ્તૃત રૂપે વાંચો અહીં...

સઘન ચેકિંગ

સઘન ચેકિંગ

નોંધનીય છે કે દ્વારકામાં સમુદ્ર કિનારેથી 10 થી 15 આતંકીએ ઘૂસણખોરી કરી હોવાની ચેતવણીને પગેલ એલર્ટને પગલે ગુરૂવારે બેટ દ્વારકામાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં 4 શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

સુરક્ષા છાવણીમાં દ્રારકા

સુરક્ષા છાવણીમાં દ્રારકા

દ્વારિકા નગરી હાલમાં સઘન સુરક્ષા છાવણીમાં ફેરવાઈ ગઈ છે. દ્વારકાના ક્લેક્ટરે જણાવ્યુ હતું કે હાલમાં દ્વારિકામાં દરિયાઈ સુરક્ષા ટીમો, એસઆરપીના જવાનો, મરીન કમાન્ડો, સમેત એસ ઓજીની ટીમ તથા સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરી તમામ વસ્તુઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

ગુજરાત જ કેમ?

ગુજરાત જ કેમ?

આતંકી હુમલા માટે ગુજરાતની જે ભૌગાલિક જગ્યા છે તે જોતા પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે કે પછી સરહદી માર્ગે ગુજરાતમાં પ્રવેશ કરવો તેટલો પણ મુશ્કેલ નથી. વળી ગુજરાત પાછલા મોટા સમયથી ભાજપ જેવી હિંદુ વિચારધારા વાળી પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંકળાયેલું છે. જે પણ આતંકી હુમલા માટે ગુજરાતને મેન ટાર્ગેટ બનાવે છે. જો કે તે વાત પણ છે કે આતંકીઓનો કોઇ ધર્મ કે ઇમાન હોતું જ નથી તે ખાલી આતંક ફેલાવવા માંગે છે.

હાફિઝ સઇદ

હાફિઝ સઇદ

સર્જિકલ સ્ટ્રાઇક પછી હાફિઝ સઇદનું એક નિવેદન આવ્યું હતું કે તે ભારતને બતાવશે કે સર્જિકલ સ્ટ્રાઇક શું હોય છે. નોંધનીય વાત છે કે પાકિસ્તાન અને પાકિસ્તાનમાં બેઠેલો દરેક આતંકી તે વાત સારી રીતે જાણે છે કે ભારત સાથે સીધુ યુદ્ઘ કરવાની તેની કોઇ જ ઓકાત નથી. માટે જ તે આવા નાના હુમલા કરીને પોતાનો ડર બનાવવાનો પ્રયાસ કરે છે.

કેમ મંદિરો?

કેમ મંદિરો?

નોંધનીય છે કે હાઇએલર્ટ બાદ ખાલી દ્રારકા જ નહીં અંબાજી, સોમનાથ જેવા તમામ મહત્વના મંદિરો પર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. આ પહેલા પણ અનેક વાર આ મંદિરો પર આતંકી હુમલાના એલર્ટ જાહેર થઇ ચૂક્યા છે ત્યારે સવાલ તે આવે છે મંદિરો જ કેમ? મંદિરોમાં આવા હુમલા કરીને આતંકીઓ ગુજરાત અને ભારતની કોમી એકતા અને શાંતિને બગાડવાનો પ્રયાસ કરે છે. પણ આપણા સુરક્ષા જવાનોની ચાંપતી નજર તેમના આવા નાપાક મનસુબાને સફળ થવા નથી દેતી.

English summary
Why terrorists targeting Gujarat? Read here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X