For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

3 વર્ષની બાળકીને 10 વર્ષ સુધી ગુલામ બનાવીને રાખી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ભોપાલ, 15 ઓક્ટોબર: જ્યારે તે ફક્ત 3 વર્ષની હતી, તેની રમવાની ઉંમર હતી પરંતુ તેની બધી ખુશીઓ ચાર દિવાલો વચ્ચે કેદ થઇને રહી ગઇ. જે ઉંમરમાં પેન-કોપી હોવી જોઇતી હતી તે સમયે તેને કચરા-પોતું પકડાવી દિધું. આવું બન્યું છે મધ્યપ્રદેશના ઇન્દોરમાં. એક નાની બાળકીને લગભગ 10 વર્ષ સુધી બંધાણી બાળ મજૂર બનાવીને રાખવામાં આવી.

કેસ ત્યારે સામે આવ્યો જ્યારે છોકરી 13 વર્ષની ઉંમરે પહોંચી તક મળતાં જ તે ત્યાંથી નાસી છુટી. જો કે એક ત્રણ વર્ષની છોકરીને મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં એક પરિવારે દસ વર્ષ સુધી બળજબરીપૂર્વક નોકરાણી બનાવીને રાખી.

child-girl

ગત 29 સપ્ટેમ્બરના રોજ ઘરેથી ભાગી ગઇ. કોઇએ તેને જોઇ અને ચાઇલ્ડલાઇન નામની સંસ્થા સુધી પહોંચાડી. બાળકીને સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું કે તે ગત દસ વર્ષથી સીતા લક્ષ્મીનગરમાં ચંદા રાય અને રેણુ રાયન ઘરમાં ગત દસ વર્ષોથી બાળ મજૂરના રૂપમાં કામ કરી રહી હતી.

આ દરમિયાન તેની સાથે મારઝૂડ કરવામાં આવતી હતી. જાણકારી અનુસાર છોકરીને મજૂરના રૂપમાં તેને કામ તો કરાવ્યું પરંતુ ના તો તેને ભણાવી અને ના તો તેને કામના બદલમાં પૈસા આપ્યા.

સંસ્થાના માધ્યમથી આ કેસ બાળ કલ્યાણ સમિતિ સુધી પહોંચી ગયો છે. સમિતિએ પીડિત બાળકીના નિવેદનને પણ નોંધ્યું છે. હવે બાળ કલ્યાણ સમિતિએ બાળકીના ભરણપોષણ માટે બાળ આશ્રમ મોકલવાનો આદેશ આપ્યો છે.

English summary
13 years old minor girl has rescued from 10 years child labour in Madhya Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X