For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

160 વર્ષ જૂની ટેલિગ્રામ સેવા કાયમ માટે બંધ થઇ

|
Google Oneindia Gujarati News

telegram-service
તિરુચિરાપલ્લી, 13 જૂન : ભારતમાં વાયરલેસ સર્વિસીસ અને સ્માર્ટ ફોન્સના જમાનામાં દોઢ સદીથી પણ વધારે વર્ષ જૂની એક સેવાનો હવે અંત આવવા જઇ રહ્યો છે. ભારતમાં 160 વર્ષ જૂની ટેલિગ્રામ સેવાનો અંત આવી ગયો છે. ભારત સરકાર હસ્તકની બીએસએનએલ કંપનીએ આ 15 જુલાઈ, 2013થી ટેલિગ્રામ સેવાને બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે.

એક સમયે જે ઝડપી અને તાકીદના સંદેશવ્યવહાર તરીકે ખૂબ ઉપયોગી એવી ટેલિગ્રામ (તાર) સેવાએ દેશભરમાં લોકોને ઘણા સુખદ અને દુ:ખદ સમાચારો તાત્કાલિક ધોરણે પહોંચાડ્યા છે. પરંતુ, મોડર્ન ટેક્નોલોજીની શોધ અને અમલ સાથે તેમજ સંદેશવ્યવહારના નવા સાધનો આવતાં ટેલિગ્રામ સેવાનો ઉપયોગ ક્રમશ: ઘટતો ગયો છે.

ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) કોર્પોરેટ ઓફિસ, નવી દિલ્હીના સિનીયર જનરલ મેનેજર (ટેલિગ્રાફ સેવા) શમીમ અખ્તરે બહાર પાડેલા એક સર્ક્યૂલરમાં જણાવાયું છે કે ટેલિગ્રાફ સેવા આવતી 15 જુલાઈથી બંધ થશે. આ સર્ક્યૂલર તમામ જિલ્લા ટેલિકોમ કાર્યાલયોમાં મોકલવામાં આવ્યો છે. હવેથી બીએસએનએલના મેનેજમેન્ટ હેઠળ આવતી તમામ ટેલિગ્રાફ ઓફિસોમાં 15 જુલાઈથી ટેલિગ્રામનું બુકિંગ બંધ થઈ જશે.

English summary
160 year old Telegram service has now closed forever
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X