For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમરનાથમાં બર્ફિલા બાબાના પહેલા દર્શન થશે

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

આજે અમરનાથમાં બર્ફિલા બાબાના પહેલા દર્શન થશે

આજે અમરનાથમાં બર્ફિલા બાબાના પહેલા દર્શન થશે

બાબા અમરનાથની યાત્રા પર નીકળેલો પહેલો જૂથ આજે પવિત્ર શિવલિંગના દર્શન કરશે.નોંધનીય છે કે આ જૂથમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ સામેલ હશે. વધુમાં જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ એન.એન. વોહરા શિવલિંગની પહેલી પૂજા કરશે. ત્યારે લગભગ 1200 શ્રદ્ધાળુઓના આ જૂથનું સુરક્ષા માટે ચાંપતો પોલીસ બંદાવસ્ત કરવામાં આવ્યો છે.

અમરનાથ યાત્રા માટે ચાંપતો બંદાવસ્ત

અમરનાથ યાત્રા માટે ચાંપતો બંદાવસ્ત

જમ્મુ શ્રીનગર હાઇ વે પર અમરનાથ યાત્રાનો પહેલો જથ્થો પસાર થવાની સાથે જ સુરક્ષાના ચાંપતા બંદાવસ્ત કરવામાં આવ્યો છે. હાઇ વે પર અનેક જગ્યાએ પોલિસ ખડેપગે દર્શનાર્થીઓની સુરક્ષા કરી રહી છે.

લલિત મોદીએ પોતાની નવી રાજનૈતિક પાર્ટી બનાવી

લલિત મોદીએ પોતાની નવી રાજનૈતિક પાર્ટી બનાવી

વારવારં ટ્વિટર બોમ્બ ફોડી વિપક્ષ અને કેન્દ્ર સરકારને ભૂંકપના આંચકા આપનાર ભૂતપૂર્વ આઇપીએલ કમિશ્નર લલિત મોદીએ ટ્વિટર દ્વારા પોતાની નવી રાજનૈતિક પાર્ટી બનાવાની જાહેરાત આજે કરી છે. તેણે કહ્યું કે તે ભારતને ભષ્ટ્રાચાર મુક્ત કરવા માંગે છે અને જે પણ લોકો ગંદી રાજનિતિ, ભષ્ટ્રાચાર, નીજી હકથી કંટાયેલા હોય તે તેમની પાર્ટીમાં જોડાય. વધુમાં તેમણે અનેક પત્રકારોને પણ આમંત્રણ આપ્યું છે.

સાંસદોએ કરી સૈલરી ડબલ કરવાની વાત

સાંસદોએ કરી સૈલરી ડબલ કરવાની વાત

જલ્દી જ આપણા સાંસદોની સેલરી ડબલ થઇ જાય તો નવાઇ ના અનુભવજો. સંસદોની સમિતિએ પ્રસ્તાવ પારિત કર્યો છે. જે મુજબ સાંસદોની સૈલરી વધારવાનો અને ભૂતપૂર્વ સાંસદોના પેન્સનમાં 75 ટકાનો વધારો આપવાની વાત કરી છે. નોંધનીય છે કે હાલમાં સાંસદોનો પગાર 50 હજાર પ્રતિ માસ છે.

ચીન: ભારત, હિંદ મહાસાગરને ઘરઆંગણું ના સમજે

ચીન: ભારત, હિંદ મહાસાગરને ઘરઆંગણું ના સમજે

હાલ હિંદ મહાસાગરથી પાકિસ્તાન સુધી પોતાની સબમરિન લઇ જાનર ચીનને ભારતની આ મામલે લાલ આંખ કરવી બિલકુલ પણ પસંદ નથી આવ્યું. તેણે કહ્યું કે ભારતે હિંદ મહાસાગરને પોતાનું ઘરઆંગણું ના સમજવું જોઇએ. જે તે આમ સમજશે તો ભવિષ્યમાં આ મામલે ટકરાવ થઇ શકે છે.

હાઇ વે પર ભૂસ્ખલનથી ચાર ધામની યાત્રા અટકી

હાઇ વે પર ભૂસ્ખલનથી ચાર ધામની યાત્રા અટકી

ઉત્તરાખંડમાં ભારે વરસાદ ચાર ધામની યાત્રા પર નીકળેલા યાત્રીઓની મુશ્કેલી વધારી છે. હલ્દવાની- રામપુર રાજમાર્ગ પર ભૂસ્ખલન થવાથી ચારધામની યાત્રા રોકાઇ ગઇ છે. અને અનેક શ્રદ્ઘાળુઓ રસ્તા પર ફસાયા છે. જો કે હાલ તંત્રની રાહત બચાવ ટીમ ત્યાં પહોંચી માર્ગ ઠીક કરી રહી છે.

દાર્જિલિંગ: ભૂસ્ખલનમાં 38 લોકોની મોત

દાર્જિલિંગ: ભૂસ્ખલનમાં 38 લોકોની મોત

દાર્જિલિંગમાં કલિંગપોંગ અને કર્સિયાંગ વિસ્તારમાં પાછલા 48 કલાકમાં ભારે વરસાદ પડતા અનેક જગ્યાએ ભૂસ્ખલન થતા લગભગ 38 લોકોની મોત થઇ છે. અને મોટાપાયે જાનમાલને નુક્શાન થયું છે. વડાપ્રધાન આ ધટના બાદ કિરણ રિજિજૂને પરિસ્થિતિનો ક્યાસ જાણવા દાર્જિલિંગ મોકલ્યા છે. વધુમાં મૃતકોની 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે.

વરસાદે કર્યા દાર્જિલિંગનો હાલ બેહાલ

વરસાદે કર્યા દાર્જિલિંગનો હાલ બેહાલ

પશ્ચિમ બંગાળના જિલ્લા દાર્જિંલિંગમાં છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદ થતા જાનમાલને મોટું નુક્શાન થયું છે. વરસાદને કારણે રાઠીખોલા બ્રિઝ પણ તાસના પત્તાની જેમ તૂટી ગયો. જે અહીંની ભયાનક પરિસ્થિતીની ગંભીરતાને દર્શાવી રહ્યો છે.

મેરઠમાં અવૈધ હથિયારોનો મોટો જથ્થો પકડાયો

મેરઠમાં અવૈધ હથિયારોનો મોટો જથ્થો પકડાયો

મેરઠમાં પોલીસે અવૈધ હથિયારો બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. જેમાંથી પોલિસે મોટી માત્રામાં ગેરકાનૂની શસ્ત્રો અને સામાન જપ્ત કર્યો છે.

કિરણ રિજિજૂના કારણે AIથી ફ્લાઇટથી ત્રણ યાત્રીઓને ઉતાર્યા

કિરણ રિજિજૂના કારણે AIથી ફ્લાઇટથી ત્રણ યાત્રીઓને ઉતાર્યા

કેન્દ્રિય ગૃહરાજ્યમંત્રી કિરણ રિજિજૂ પર એર ઇન્ડિયાની એક ફ્લાઇટ લેટ કરાવાનો આરોપ છે. સાથે જ તેમને અને તેમના પીએને બેસવા માટે એક બાળક સમતે ત્રણ યાત્રીઓને ફ્લાઇટથી ઉતારવામાં આવ્યા છે. જો કે આ મામલે રિજિજૂ કહ્યું કે તેમની પર લાગેલા તમામ આરોપ ખોટા છે. અને તેમણે આ મામલે તપાસની માંગ કરી છે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટી રિજિજૂને લોકોની માફી માંગવા કહ્યું છે.

ઓડિસામાં ઓપરેશન ગ્રીન હંટનો નક્સલીઓએ કર્યો વિરોધ

ઓડિસામાં ઓપરેશન ગ્રીન હંટનો નક્સલીઓએ કર્યો વિરોધ

ઓડિસામાં નક્સલીઓની વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશન ગ્રીન હંટની સામે નક્સલવાદીઓએ એક અઠવાડિયાનો વિરોધ હપ્તો મનાવાની ધોષણા કરી છે. જેનાથી નક્સલ પ્રભાવી વિસ્તારોમાં સેનાએ સુરક્ષા વધારી છે. નોંધનીય છે કે ઓપરેશન ગ્રીન હંટને સફળતા મળતા નક્સલીઓ દબાવમાં છે.

પંકજાએ કૌભાંડ મામલે આપી સફાઇ

પંકજાએ કૌભાંડ મામલે આપી સફાઇ

મહારાષ્ટ્રની બાળ અને મહિલા કલ્યાણ વિકાસ મંત્રી પંકજા મુંડેએ પોતાના પર લાગેલા આરોપોની સ્પષ્ટતા આપતા કહ્યું કે તે તમામ પ્રકારની તપાસનો સામનો કરવા તૈયાર છે. પોતાના પર લાગેલા આરોપોનું ખંડન કરતા પંકજાએ કહ્યું કે એક રૂપિયાની પણ હેરાફેરી નથી કરવામાં આવી.

રાષ્ટ્રપતિએ કર્યા તિરુપતિ બાલાજીના દર્શન

રાષ્ટ્રપતિએ કર્યા તિરુપતિ બાલાજીના દર્શન

બુધવારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તિરુમાલામાં આવેલા તિરુપતિ બાલાજીના મંદિરમાં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડૂ અને રાજ્યપાલ ઇએસએલ નરસિમ્હન સાથે પહોંચ્યા. જ્યાં તેમણે ભગવાન વેંકટેશ્વરના દર્શન લઇને ધન્યતા અનુભવી હતી.

મેરઠમાં ભાજપનું વિરોધ પ્રદર્શન

મેરઠમાં ભાજપનું વિરોધ પ્રદર્શન

બુધવારે, મેરઠમાં સમાજવાદી પાર્ટીની સરકાર સામે વિવિધ મુદ્દાઓ પર પોતાનો વિરોધ નોંધાવા ભાજપના કાર્યકરોએ કર્યું હોલ્ડિંગ દ્વારા વિરોધ પ્રદર્શન.

"બેટી બચાવો બેટી પઢાવો" માટે આમણે લીધું હાથમાં ટેબલેટ

બુધવારે, નાગપુરમાં બેટી બચાવો બેટી પઢાવો અભિયાનના ભાગરૂપે કેટલીક ગ્રામીણ મહિલાઓએ હાથમાં સ્માર્ટફોન અને ટેબલેટ લઇને પોતાની દિકરીઓ સાથે પડાવ્યો આ સેલ્ફી.

જ્યારે દેશ માટે છાતી પર ગોળી ખાનારને રસ્તા પર ઉતરવું પડે ત્યારે

જ્યારે દેશ માટે છાતી પર ગોળી ખાનારને રસ્તા પર ઉતરવું પડે ત્યારે

બુધવારે, પટણામાં સ્પેશ્યલ સ્ટ્રાકિંગ પોલિસ ફોર્સના જવાનો વેતન વધારવા અને કાયમી કરવાની પોતાની વિવિધ માંગો સાથે વિરોધ પ્રદર્શન કરવા રસ્તા પર ઉતર્યા.

રસાકસી ભરેલ બળદગાડાની રેસ થઇ શરૂ

રસાકસી ભરેલ બળદગાડાની રેસ થઇ શરૂ

દક્ષિણની પ્રખ્યાત 24 પરગણાની બળદગાડાની રેસની શરૂઆત બુધવારે થઇ. જેમાં અનેક જિલ્લાના ખેડૂતોએ ભાગ લીધો. આ રેસ પાછળ માન્યતા છે કે આ રેસ દ્વારા વાવણી સારી છે અને વરસાદ સારો પડે છે.

જ્વાલાએ જીત્યું કેનેડિયન ઓપન 2015નું ટાઇટલ

જ્વાલાએ જીત્યું કેનેડિયન ઓપન 2015નું ટાઇટલ

કેનેડિયન ઓપન 2015 બેડમિન્ટનની ડબલ મેચમાં ભારતીય ખેલાડી જ્વાલા ગટ્ટા અને અશ્વિની પોનપ્પાએ ડબલ્સનો ખિતાબ પોતાના નામે કર્યો. જે બાદ જીતની ખુશી જ્વાલાએ કંઇક આ રીતે કરી હતી.

રેવનાથ રેડ્ડીને જામીન મળતા છવાયો હર્ષોઉલ્લાસ

રેવનાથ રેડ્ડીને જામીન મળતા છવાયો હર્ષોઉલ્લાસ

બુધવારે, હૈદરાબાદમાં નાણાં લઇને વોટ ખરીદવાના આરોપી ટીડીપી ધારાસભ્ય રેવનાથ રેડ્ડીને 5 લાખ રૂપિયાનું બોન્ડ ભરીને સશર્ત જમાનત મળતા તેના ટેકેદારોએ હૈદરાબાદમાં તેનું ભવ્ય સ્વાગત અને સ્તકાર કર્યો હતો.

English summary
2 July : Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X