For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનને ભારતની પીઠમાં ખંજર ભોંકવાની જૂની આદત

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ સ્લાઇડર.

બીજું બજેટ સત્ર શરૂ થતા જ ધમાલ

બીજું બજેટ સત્ર શરૂ થતા જ ધમાલ

આજે બીજું બજેટ સત્ર શરૂ થતા જ ક્રોંગ્રેસ સત્તા પક્ષ બીજેપી પર તૂટી પડ્યું. સોનિયા પર અયોગ્ય ટિપ્પણી પર વિવાદ મામલે વિવાદ વધતા સત્ર સ્થિગિત કરાયું. જે બાદ રાજ્ય મંત્રી ગિરિરાજે સંસદમાં આ અંગે માફી માંગી. જો કે આ બાદ સંજય રાઉતની ટિપ્પણી પર ક્રોંગ્રેસે માફીની માંગ સાથે નારેબાજી શરૂ કરી દીધી. જે જોતા આવનારા દિવસોમાં સત્તા પક્ષ બીજેપીની મુશ્કેલી વધશે તેવું લાગી રહ્યું છે.

ભાજપા બની 10 કરોડથી પણ વધુ સદસ્યો વાળી પાર્ટી

ભાજપા બની 10 કરોડથી પણ વધુ સદસ્યો વાળી પાર્ટી

ભાજપ ફરી તોડ્યો પોતાનો જૂનો રેકોર્ડ. ભાજપા હવે છે 10 કરોડથી પણ વધુ સદસ્યોવાળી પાર્ટી. પાર્ટીની આ ઉપલબ્ધિ પર દિલ્હીના પંત માર્ગ ઓફિસ પર બીજેપી કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી નાચગાન સાથે મનાવી આ ખુશી.

શું પાસ થશે જમીન સંપદા બિલ?

શું પાસ થશે જમીન સંપદા બિલ?

નવી દિલ્હીમાં આજથી શરૂ થશે સંસદ સત્ર. જેમાં ભાજપ ફરી જમીન સંપાદન બિલ પસાર કરવાનો પ્રયાસ કરશે. તો બીજી તરફ ક્રોંગ્રેસ અને અન્ય વિપક્ષી જૂથો આ બિલને રોકવાનો ભરપૂર પ્રયાસ કરશે. નોંધનીય છે કે હવે જનતા પરિવાર એક થઇ ગયો છે અને ક્રોંગ્રેસે પણ રવિવારે કિસાન રેલી કાઢીને સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે.

પાકિસ્તાન આવ્યું કાશ્મીરની વ્હારે

પાકિસ્તાન આવ્યું કાશ્મીરની વ્હારે

પાકિસ્તાનને ભારતની પીઠમાં ખંજર ભોંકવાની જૂની આદત છે. ત્યારે કાશ્મીરના ત્રાલમાં એક આતંકી અથડામણમાં કાશ્મીરી યુવકની મોત પર પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તા તસનીમ અસલમે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે કાશ્મીરમાં માનવઅધિકારોનું ઉલ્લંધન થઇ રહ્યું છે. શાંતિપૂર્ણ અને નિશસ્ત્ર પ્રદર્શન કરતા લોકો પર ભારતીય સુરક્ષા બળ બર્બર બળ પ્રયોગ કરી રહ્યો છે જે કારણે બે કાશ્મીરી યુવકોની મોત થઇ છે. અમે આ સમગ્ર પ્રકરણની નીંદા કરીએ છીએ.

રાહુલની કિસાન રેલી

રાહુલની કિસાન રેલી

રવિવારે નવી દિલ્હીના રામલીલા મેદાનમાં ક્રોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ વિશાળ કિસાન રેલી નીકાળી. જેમાં રાહુલે ભાજપની ગરીબ વિરોધી સરકારનો કરાર આપીને કહ્યું કે ભાજપનું જમીન સંપાદન બિલ ખેડૂત વિરોધી છે.

માકપા હવે સીતારામના સહારે

માકપા હવે સીતારામના સહારે

વિશાખાપટ્ટનમમાં ચાલી રહેલી માર્કસવાદી કમ્યૂનિસ્ટ પાર્ટીની 21મી રાષ્ટ્રીય ક્રોંગ્રેસ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય. માકપાના મહાસચિવ તરીકે વરિષ્ઠ નેતા સીતારામ યેચૂરીના નામ પર પસંદગી ઉતારવામાં આવી.

બીજેપીનો રાહુલ પર પટલવાર

બીજેપીનો રાહુલ પર પટલવાર

રવિવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાન વૈકૈંયા નાયડુ અને ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણીએ "ગરીબ કલ્યાણ યોજના"ની શરૂઆત કરી. આ પ્રસંગે વિપક્ષે લગાવેલા આરોપનું ખંડન કરતા વડાપ્રધાને કહ્યું કે અમારી સરકારને ગરીબ વિરોધી કહેનાર તદ્દન ખોટા છે અમે રાજનિતી કરવામાં નહીં રાષ્ટ્રનિતિ કરવામાં માનીએ છીએ.

મોદીએ વી.કે.સિંહને કર્યું

મોદીએ વી.કે.સિંહને કર્યું "સલામ"

યમનમાં ફસાયેલા ભારતીયોને સફળતા પૂર્વક સ્વદેશ પરત લાવવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને વિદેશ રાજ્ય પ્રધાન વી.કે.સિંહને પીઠ થાબડી છે. તેમણે કહ્યું સુષ્મા સ્વરાજને જો કોઇ રાતના 1 વાગે કહે કે અમારો સંબંધી ત્યાં ફસાયો છે તે રાતના 1:10 તેને રિપ્લાય કરે છે કે અમે તેને નીકાળી લઇશું. આજ દીન સુધી મેં કોઇ વિદેશ પ્રધાન આટલા સતર્ક અને જવાબદાર નથી જોયા. વધુમાં તેમણે વી.કે સિંહને "સેલ્યુટ" કર્યું અને કહ્યું તેમનાથી "ઓપરેશન રાહત" સફળ બન્યું.

કાશ્મીરમાં વિરોધ ચાલુ

કાશ્મીરમાં વિરોધ ચાલુ

રવિવારે, શ્રીનગરમાં હુર્રયત કોન્ફરન્સના અલગાવવાદી જૂથના કાર્યકર્તાઓએ આવસ રોડ પર કર્યું વિરોધ પ્રદર્શન. ત્રાલમાં માર્યા ગયેલ યુવકની હત્યા મામલે ન્યાયની માંગણી સાથે કર્યું વિરોધ પ્રદર્શન.

કોણ દોષી, કોણ વિરોધી!!

કોણ દોષી, કોણ વિરોધી!!

રવિવારે, કોલકત્તામાં ટીએમસી કાર્યકર્તાઓ કર્યો વિરોધ પ્રદર્શન. નોંધનીય છે કે થોડા સમય પહેલા ટીએમસી કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે તેમણે એક પોલિસ સબ ઇન્સપેક્ટર પર કથિત રૂપે ફાયરીંગ કરી હતી. જે મામલે પોલિસે ટીએમસી કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ ટીએમસી કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કરી આ ધરપકડને અયોગ્ય કીધી.

બુર્ધવાન બ્લાસ્ટ મામલે વધુ એક ધરપકડ

બુર્ધવાન બ્લાસ્ટ મામલે વધુ એક ધરપકડ

રવિવારે ઝારખંડના પાકુરમાં પોલિસે તાબીથા રેલ્વે સ્ટેશન પરથી એક બુર્ધવાન બ્લાસ્ટ સંદિગ્ધની ધરપકડ કરી. નોંધનીય છે કે સંદિગ્ધ જમાતે ઉલ મુઝાહિદ્દિનનો સદસ્ય હોય તેવું માનવામાં આવી રહ્યું છે. ત્યારે પોલિસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

મોરિશિયસના વડાપ્રધાન, અમૃતસરની મુલાકાતે

મોરિશિયસના વડાપ્રધાન, અમૃતસરની મુલાકાતે

રવિવારે મોરિશિયસના વડાપ્રધાન કૈલાશ અને તેમની પત્નીએ અમૃતસરના પ્રસિદ્ધ સુવર્ણ મંદિરની મુલાકાત લીધી હતી. નોંધનીય છે કે મોરિશિયસના વડાપ્રધાન હાલ ભારતની મુલાકાતે છે.

સાનિયા મિર્ઝાને કરાઇ સન્માનિત

સાનિયા મિર્ઝાને કરાઇ સન્માનિત

હૈદરાબાદમાં ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાને કરવામાં આવી સન્માનિત. ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાને ફેડ કપ જીતીને ટેનિસ ડબલમાં વિશ્વમાં પ્રથમ ક્રમે આવવા માટે કરવામાં આવી સન્માનિત.

રન ફોર ફનમાં ટાબરિયાં દોડ્યા

રન ફોર ફનમાં ટાબરિયાં દોડ્યા

જમ્મુમાં "રન ફોર ફન" નામના કાર્યક્રમનું રવિવારે આયોજન કરવામાં આવ્યું. જમ્મુ કાશ્મીર પોલિસ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં નાના બાળકોએ સ્કેટિંગ કરીને લગાવી દોડ.

સલમાન ખાન પહોંચ્યો કાશ્મીર

સલમાન ખાન પહોંચ્યો કાશ્મીર

કાશ્મીરના પહેલગામમાં રવિવારે પહોંચ્યો બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન. સલમાન અહીં પોતાની ફિલ્મ બજરંગી ભાઇજાનના શુટિંગ માટે આવ્યો હતો.

કેરીના ઢગલે ઢગલા

કેરીના ઢગલે ઢગલા

અત તત્ર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં કેરીના મોટા મોટા ઢગલા. આ નજરો છે હૈદરાબાદનો. હૈદરાબાદના કોથાપેટની હોલસેલ બજારમાં વિવિધ કેરીઓની જાતો વેચાણ માટે રવિવારે બજારમાં ઉતરી.

કૈદારનાથમાં ફરી ગૂંજશે બમભોલે

કૈદારનાથમાં ફરી ગૂંજશે બમભોલે

2013માં થયેલી પૂર હોનારત બાદ 24 એપ્રિલે ફરીથી પ્રસિદ્ધ કૈદારનાથ મંદિરના દ્વાર ખોલવામાં આવશે. જો કે તે પહેલા રવિવારે ઉત્તરખંડના મુખ્યમંત્રી હરીશ રાવતે મંદિરની મુલાકાત લઇને સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો.

દિલ્હીમાં હમ્પીની ઝલક

દિલ્હીમાં હમ્પીની ઝલક

રવિવારે નવી દિલ્હીની સ્પાઇસ ગૈલરીમાં જાણીતા કલાકાર ગણેશ ડોડ્ડામણીની કલાકૃતિઓને પ્રદર્શિત કરાઇ. "ધ ફેબ્ડ હમ્પી" નામે યોજવામાં આવેલી આ પ્રદર્શનીને જોવા અનેક કલાપ્રેમીએ અહીં હાજરી આપી.

English summary
20 April Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X