For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તાજા ખબર: ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

નરેન્દ્ર મોદીના કારણે દેશમાં આવ્યો ભૂકંપ

નરેન્દ્ર મોદીના કારણે દેશમાં આવ્યો ભૂકંપ

ભારતના અનેક વિસ્તારોમાં આવેલા ભૂકંપ માટે રાજદ નેતા લાલૂ પ્રસાદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરાવ્યા છે. તેમણે કહ્યું કે દેશના પ્રશ્નોના નજરઅંદાજ કરી પીએમ વિદેશમાં ફરવા જતા રહ્યા માટે જ દેશમાં ભૂંકપ આવ્યો.

કેજરીવાલ: દિલ્હીમાં ચાલે છે ટ્રાન્સફરનો વેપાર

કેજરીવાલ: દિલ્હીમાં ચાલે છે ટ્રાન્સફરનો વેપાર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે દિલ્હીમાં એક પ્રેસકોન્ફર્ન્સ યોજી નરેન્દ્ર મોદી, બીજેપી સરકાર સામે વિરોધ નોંધાવ્યો. કેજરીવાલે કહ્યું કે ઉપરાજ્યપાલ મોદીના હાથની કઢપૂતળી છે. અમારી લડાઇ તેમની સાથે નથી અમે ભષ્ટ્રાચારની વિરુદ્ઘ છીએ. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે એક નોટિસ જાહેર કરી તમામ ટ્રાન્સફર અને બદલીની જવાબદારી ઉપરાજ્યપાલને સોંપી છે. જેનો આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો છે.

ફિલ્મ સીટીમાં ફાયરિંગ, અમિતાબની સામે ફાયરિંગ

ફિલ્મ સીટીમાં ફાયરિંગ, અમિતાબની સામે ફાયરિંગ

મુંબઇના ગોરગાંવ ફિલ્મ સીટીમાં એક અજાણ્યા વ્યક્તિએ ફાયરિંગ કયું. જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઇ છે જેને પોલિસે હોસ્પિટલમાં દાખલ કરી છે. ટ્વિટરમાં બોલીવૂડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને કહ્યું કે આ ધટના બની ત્યારે તે ત્યાંથી 20 ફિટની દૂરી પર જ હતા. ત્યારે આ મામલે પોલિસે વધુ તપાસ હાથ લીધી છે.

થાણેમાં પેટ્રોગ્રાફ તૂટતા યાત્રીઓને હેરાનગતિ

થાણેમાં પેટ્રોગ્રાફ તૂટતા યાત્રીઓને હેરાનગતિ

મુંબઇના થાણેમાં લોકલ ટ્રેન રોકાઇ ગઇ. પેન્ટ્રોગ્રાફ તૂટી જતા આ ટ્રેનોને રોકવામાં આવી. જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી.

અરુણ જેટલીની પ્રેસ ક્રોન્ફર્ન્સ શરૂ

અરુણ જેટલીની પ્રેસ ક્રોન્ફર્ન્સ શરૂ

એનડીએ સરકારની એક વર્ષની ઉજવણી પર આજે કેન્દ્રિય નાણાં પ્રધાન અરુણ જેટલીએ એક પ્રેસક્રોન્ફર્ન્સ યોજી. જેમાં તેમણે તેમની સરકાર દ્વારા કરાયેલા કામના લેખા જોખાની માહિતી આપી. વધુમાં તેમણે કહ્યું કે અમારી સરકાર વિકાસના રસ્તા પર ચાલી રહી છે.

જયલલિતા શનિવારે સીએમ પદની શપથ લેશે.

જયલલિતા શનિવારે સીએમ પદની શપથ લેશે.

આ શનિવારે, પાંચમી વાર તમિલનાડુની મુખ્યમંત્રી બનશે જયલલિતા. વધુમાં 8 મહિના બાદ જયલલિતા સાવર્જનિક રૂપે જનતા સામે આવશે. જયલલિતાના સમર્થનમાં 144 વિધાયકોએ સમર્થન આપ્યું છે.

ફરી ગુર્જર ઉતર્યા આંદોલન પર

ફરી ગુર્જર ઉતર્યા આંદોલન પર

દિલ્હી-મુંબઇ રેલનો ટ્રાફિક ઠપ્પ કરી ગુર્જર સમાજના લોકોએ કર્યો વિરોધ પ્રદર્શન. સરકારી નોકરીઓમાં પાંચ ટકા આરક્ષણની માંગ સાથે ગુર્જરોએ ગુરુવારે ભરતપુરથી રેલ્વે લાઇનોને ઠપ્પ કરી.

પાર્રિકર: આતંકીઓને, આતંકીઓ દ્વારા મારો

પાર્રિકર: આતંકીઓને, આતંકીઓ દ્વારા મારો

રક્ષાપ્રધાન મનોહર પર્રિકરે એક ટીવી ચેનલમાં આપ્યું વિવાદાસ્પદ નિવેદન તેમણે કહ્યું કે "આંતકીને મારવા માટે આતંકી બનવામાં શું ખરાબ છે?" વધુમાં તેમણે પૈસા આપી આંતકી બનાવાની વકાલત પણ કરી. તેમણે કહ્યું કાંટાથી જ કાંટાની નીકાળી શકાય છે. કેમ સેનાનો તે માટે ઉપયોગ થાય?

કેજરીવાલે કહ્યું બીજેપીને અમે નર્વસ કરી દીધી

કેજરીવાલે કહ્યું બીજેપીને અમે નર્વસ કરી દીધી

કેજરી-ઉપરાજ્યપાલની જંગમાં હવે આમ આદમી પાર્ટીએ બીજેપીને પણ ધસડી છે. કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે અમે બીજેપીને દિલ્હીમાં હરાવી અને હવે આ નોટિસનો મુદ્દો બતાવે છે કે અમારા એન્ટી કર્પ્શન પ્રયત્નો બીજેપીને નર્વસ કરી રહ્યા છે. નોંધનીય છે કે મીડિયોમાં એવા સમાચાર છે કે કેન્દ્ર ઉપરાજ્યપાલના અધિકારો વધારવા એક નોટિસ બહાર પડાશે જે પર કેજરીવાલે આ ટિપ્પણી કરી હતી.

કેજરીવાલ નૌટંકીવાલ થી કંટ્રોવર્સીવાલ બન્યા છે.

કેજરીવાલ નૌટંકીવાલ થી કંટ્રોવર્સીવાલ બન્યા છે.

તો બીજી તરફ બીજેપીએ કેજરીવાલના તમામ આરોપોને ખોટો કહ્યા છે. બીજેપી પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ પાસે કોઇ સાબિતી નથી પણ તે સાવ પોકળ આરોપો કોઇ કારણ વગર અમારી પર લગાવી રહ્યા છે. તેમણે કહ્યું કે કેજરીવાલ નાટક તો કરતા જ હતો હવે કંટ્રોવર્સી ઊભી કરવામાં પણ એક્સપર્ટ થઇ ગયા છે.

શિલા દિક્ષિતે કહ્યું દિલ્હી પર રાજ કરવું સરળ નથી

શિલા દિક્ષિતે કહ્યું દિલ્હી પર રાજ કરવું સરળ નથી

ભૂતપૂર્વ દિલ્હીના મુખ્યમંત્રી અને ક્રોંગ્રેસના નેતા શિલા દિક્ષિતે કેજરીવાલ-જંગની લડાઇ પર કેજરીવાલને સલાહ આપી તેમણે કહ્યું કે દિલ્હી પર રાજ કરવું એટલું સરળ નથી પણ પ્રયત્ન કરતા શીખી જરૂર શકાય છે.

પટનામાં ઓછી તીવ્રતાનો બ્લાસ્ટ

પટનાના રાજીવ નગરમાં પાસપાર્ટ ઓફિસ પાસે એક ઓછી તીવ્રતાવાળો બ્લાસ્ટ થયો છે. આ અંગે પોલિસ હાલ તપાસ શરૂ કરી છે.

દિલ્હી પોલિસની વર્દીમાં લાગશે કેમરા

દિલ્હી પોલિસની વર્દીમાં લાગશે કેમરા

દિલ્હી ટ્રાફિક પોલિસના જવાનોની વર્દીમાં હવે કેમેરા લગાવામાં આવશે. આ નિર્ણય દિલ્હી પોલિસ તરફથી લેવામાં આવ્યો છે. લગભગ 2 હજાર ટ્રાફિક પોલિસના વર્દી પર આ કેમેરો લગાવાશે. જેમાં ટ્રાફિક ઉલ્લધન અને રસીદની જાણકારી પણ રેકોર્ડ કરવામાં આવશે.

કોલકત્તામાં આપનું વિરોધ પ્રદર્શન

કોલકત્તામાં આપનું વિરોધ પ્રદર્શન

ગુરુવારે, કોલકત્તામાં આમ આદમી કાર્યકર્તાઓએ કેન્દ્ર સરકારના પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાના વિરોધમાં નીકાળ્યું વિરોધ પ્રદર્શન.

આતંકવાદ વિરોધી દિવસ પર શપથ ગ્રહણ

આતંકવાદ વિરોધી દિવસ પર શપથ ગ્રહણ

ગુરુવારે, દિલ્હીમાં આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે કેન્દ્રિય નાણાં પ્રધાન અરુણ જેટલી, રાજ્યમંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને અન્ય પ્રધાનોએ આતંકવાદ વિરોધી શપથ લીધી.

અમ્મા માટે કંઇ પણ

અમ્મા માટે કંઇ પણ

ચેન્નઇમાં AIADMKના નેતા અને તમિલનાડુના મુખ્યમંત્રી ઓ.પન્નીરસેલ્વમ આજે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. AIADMKના સુપ્રિમો જયલલિતાની હાજરીમાં આપેલા આ રાજીનામાં બાદ શનિવારે જયલલિતા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

આગ લાગ્યા પછી અવલોકન

આગ લાગ્યા પછી અવલોકન

ગુરુવારે, નવી દિલ્હીમાં આઝાદ માર્કેટમાં એક ફેક્ટરીમાં આગ લાગી હતી ત્યારે આગ બુજાવ્યા બાદ ફાયરફાઇડર ધટનાસ્થળનું અવલોકન કરી રહ્યા છે.

રજનીકાંતે મારી એન્ટ્રી

રજનીકાંતે મારી એન્ટ્રી

ગુરુવારે, હૈદરાબાદમાં મોહન બાબુના પુત્ર માચુ મનોજના લગ્નમાં જાણીતા એક્ટર રજનીકાંતે હાજરી આપી નવયુગલને આશીર્વાદ આપ્યા.

જેટલી: મંદીના સમયમાં પણ ભારતમાં છે તેજી

જેટલી: મંદીના સમયમાં પણ ભારતમાં છે તેજી

એનડીએ સરકારના એક વર્ષની ઉજવણી પર આજે કેન્દ્રિય નાણાં પ્રધાન અરુણ જેટલીએ પ્રેસ કોન્ફર્ન્સ યોજીને પોતાના કામના લેખા જોખા આપ્યા. તેમણે કહ્યું કે સરકાર કાળું નાણું, જમીન સંપદા બિલ, જીએસટી બિલ પર કામ કરી રહી છે. ડીબીટીએલ સ્કીમથી રસોઇ ગેસની ચોરી ઓછી થઇ છે. ટેક્સ નિતીના વિવાદ પણ ઓછા થયા છે.

કાશ્મીરમાં ફરી લહેરાયો પાક.નો ઝંડો

શ્રીનગરમાં મીરવાઇઝ ઉમર ફારુકના સમર્થકોએ પાકિસ્તાન અને લશ્કર એ તૈયબાના ઝંડા ફેરાવ્યા. વધુમાં તેમણે સુરક્ષા કર્મીઓ પર પથ્થરોથી હુમલો પણ કર્યો.

ટ્રેન ખોરવાતા મથુરામાં યાત્રાઓની હાલાકી

ટ્રેન ખોરવાતા મથુરામાં યાત્રાઓની હાલાકી

ગુર્જર સમાજ દ્વારા ટ્રેન રોકો વિરોધ પ્રદર્શન કરતા મથુરા રેલ્વે સ્ટેશન પર મુસાફરોને ભારે અગવડતા વેઠવી પડી હતી.

English summary
22 May: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X