For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

60 વર્ષોથી દેશને લૂંટનારના, સારા દિવસો કદી નહીં આવે : મોદી

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

મોદી: જેના ખરાબ દિવસો આવ્યા છે તેમના સારા દિવસો કદી નહીં આવે

મોદી: જેના ખરાબ દિવસો આવ્યા છે તેમના સારા દિવસો કદી નહીં આવે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પંડિત દિનદયાલ ઉપાધ્યાયના ગામ નગલા ચંદ્રભાનમાં એક રેલીને સંબોધિત કરી. જેમાં મોદીને 365 કમળના ફૂલોનો હાર પહેરાવામાં આવ્યો. ત્યારબાદ જનસભાને સંબોધિત કરતા મોદીએ ક્રોંગ્રેસને આડે હાથે લેતા કહ્યું કે કેટલાક લોકોના ખરાબ દિવસો હવે આવી ગયા છે. વધુમાં મોદીએ તેમના એક વર્ષના કાર્યકાળનો હિસાબ આપતા કહ્યું કે તેમણે જનતા માટે અનેક સારા કામો કર્યા છે.

મુરી એક્સપ્રેસના 10 ડબ્બો પાટા પરથી ઉતર્યા

મુરી એક્સપ્રેસના 10 ડબ્બો પાટા પરથી ઉતર્યા

ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં જમ્મૂ-તવી જઇ રહેલ મુરી એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી જતા એક વ્યક્તિની મોત થઇ છે. અને કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે.

આજે જાહેર થયું CBSE બોર્ડનું પરિણામ

આજે જાહેર થયું CBSE બોર્ડનું પરિણામ

આજે સીબીએસઇ બોર્ડનું પરિણામ જાહેર થયું. જેમાં દિલ્હીની ગાયત્રી બની ઓલ ઇન્ડિયા ટોપર. સાથે અનેક વિદ્યાર્થીઓએ આ પરિણામ દ્વારા પોતાના જીતની ખુશીને વ્યક્ત કરી.

મંત્રીજીએ પુલિસકર્મીથી બૂટની દોરી બંધાવી

મંત્રીજીએ પુલિસકર્મીથી બૂટની દોરી બંધાવી

કોલકત્તામાં મમતા બેનર્જી સરકારના યોજના અને વિકાસ પ્રધાન રચપાલ સિંહ તેમના સુરક્ષાકર્મીઓથી બૂટની દોરી બંધાવતા જોવા મળ્યા. જો કે ટીએમસી આ મામલે સફાઇ આપી કે રચપાલ સિંહની કમરમાં દર્દના કારણે તે વળી નથી શકતા.

સલમાન પહોંચ્યા બહેન અર્પિતાના રિસેપ્શનમાં

સલમાન પહોંચ્યા બહેન અર્પિતાના રિસેપ્શનમાં

આજે, હિમાચલ પ્રદેશના મંડી શહેરમાં પહોંચ્યા બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાન. સલમાન અહીં તેમની બહેન અર્પીતાના લગ્નના રિસેપ્શનમાં ભાગ લેવા માટે આવ્યા છે.

સોપરામાં બીએસએનએલ ઓફિસમાં ફાયરિંગ

સોપરામાં બીએસએનએલ ઓફિસમાં ફાયરિંગ

આજે, જમ્મુ કાશ્મીરના સોપરામાં બીએસએનએલની ફ્રેન્ચાઇઝમાં એક આંતકી દ્વારા ગોળીબાર કરતા, તંત્ર સાબદુ થયું હતું અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલિસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા શોધખોળ શરૂ કરી હતી.

કેજરીવાલ પણ કરશે આજે જનસંવાદ

કેજરીવાલ પણ કરશે આજે જનસંવાદ

રવિવારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના તેના 100 દિવસનો કાર્યકાળ પૂરો કર્યો ત્યારે આજે ટીમ કનોટ પ્લેસ ખાતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઓપન કેબિનેટ બેઠકનું આયોજન કર્યું છે. જે બાદ તે જનસંવાદ પણ કરશે. જેમાં જનતા સીધા સવાલોનો આમ આદમી પાર્ટી જાહેરમાં જવાબ આપશે.

કર્નલ બૈંસલા સમેત બે હજાર ગુર્જરો સામે કેસ

કર્નલ બૈંસલા સમેત બે હજાર ગુર્જરો સામે કેસ

રાજસ્થાનમાં ગુર્જર આરક્ષણની માંગ કરી રહેલા ગુર્જર આરક્ષણ સંધર્ષ સમિતિના સંયોજક કર્નલ કિરોડી સિંહ બૈંસલા સહિત લગભગ 2 હજાર ગુર્જર આંદાલનકારીઓ સામે સરકારે સરકારી સંપત્તિ નષ્ટ કરવા, રેલ, સડક માર્ગ રોકવા સમેત અનેક કાયદાઓ મુજબ કેસ દાખલ કરી કડક પગલા લીધા છે.

ભારતે પાક.ને દાઉદ, હાફિઝની સંપત્તિ જપ્ત કરવા કહ્યું

ભારતે પાક.ને દાઉદ, હાફિઝની સંપત્તિ જપ્ત કરવા કહ્યું

ભારત સરકારે પાકિસ્તાનને દાઉદ ઇબ્રાહીમ અને હાફિઝ સઇદ તથા લખવીની પાક.માં આવેલી સંપત્તિ જપ્ત કરવાની માંગ કરી છે. વધુમાં યૂએનની સુરક્ષા પરિષદ દ્વારા તેણે સર્કુલર જાહેર કરી આ અંગે સ્ષટતા માંગી છે. તથા આ લોકોને આર્થિક મદદ ના આપવાની પણ માંગ કરી છે.

મહારાષ્ટ્રમાં બસ-ટેમ્પો વચ્ચે અકસ્માત 11ની મોત

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ટલ્સરી ગામમાં રાષ્ટ્રિય રાજમાર્ગ 8 પર બસ અને ટેમ્પો વચ્ચે આજે થયેલા ગોજારા અકસ્માતમાં 11 લોકોની મોત થઇ છે અને 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

માઓવાદીઓએ 32 વહાનોને આગ ચાંપી

માઓવાદીઓએ 32 વહાનોને આગ ચાંપી

બિહારના ગયા પાસે આવેલા અમાસમાં માઓવાદીઓએ 32 વહાનોને લગાવી આગ. બારાચટ્ટીમાં થયેલ પોલિસ એન્કાઉન્ટના વિરોધમાં તેમણે આ પગલું ભર્યું.

દેશભરમાં ગરમીનું તાંડવ, અત્યારસુધી 368 લોકોની મોત

દેશભરમાં ગરમીનું તાંડવ, અત્યારસુધી 368 લોકોની મોત

સમગ્ર દેશ ગરમીના ત્રાસની ત્રસ્ત થઇ ચૂક્યો છે.લૂ અને હીટ વેએ લોકોનું ઘરની બહાર જવું મુશ્કેલ કરી દીધું છે. વધુમાં હીટ વેના લીધે અત્યારસુધીમાં લગભગ 368 લોકોની પોતાનો જીવ ગુમાવ્યો છે. હવામાન વિભાગ પણ જાણાવે છે કે આવનારા સમયમાં પણ રાહતની કોઇ શક્યતા નથી.

ગરમીમાં ઠંડા ઠંડા પાણીની મઝા

ગરમીમાં ઠંડા ઠંડા પાણીની મઝા

એક બાજુ જ્યાં ગરમીએ ત્રાહીમામ કર્યો છે ત્યાં જ નાગાલેન્ડના દીમાપુરમાં નગા યુવાનો ઠંડા પાણીની મઝા માણી રહ્યા છે.

અમ્માએ શરૂ કરી 201 અમ્મા કેન્ટીન

અમ્માએ શરૂ કરી 201 અમ્મા કેન્ટીન

તમિલનાડુના પાંચવી વાર મુખ્યમંત્રી બન્યા બાદ જયલલિતાએ રવિવારે 201 અમ્મા કેન્ટીનનું ઉદ્ધાટન કર્યું. આ ઉપરાંત વિભિન્ન લોકપ્રિય યોજનાઓની જેમકે સસ્તી દાળ આપવાની યોજનાની પણ શરૂઆત કરી.

રાજનાથે કર્યો ભારતીય મુસ્લમાનો સપોર્ટ

રાજનાથે કર્યો ભારતીય મુસ્લમાનો સપોર્ટ

લખનઉમાં ભારત રત્ન મદન મોહન માલવીયના એક સમારંભમાં હાજરી આપવા પહોંચેલા કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહે ભારતીય મુસ્લમાનો પર બોલતા જણાવ્યું કે ભારતના મુસ્લમાન દેશભક્ત છે. તે પોતે આંતકવાદીના વરવા ચહેરાથી પિડિત છે. અને તે કદી પણ ISIS જેવા ચરમપંથી સમૂહનો સાથ નહીં આપે.

દુર્લભ પક્ષી જોવા મળ્યું ભીડભાડવાળા દિલ્હીમાં

દુર્લભ પક્ષી જોવા મળ્યું ભીડભાડવાળા દિલ્હીમાં

નવી દિલ્હી જેવા ભીડભાડવાળા અને ઘોંઘાટ ભરેલા શહેરમાં એકાંત અને પ્રેમની બે પળો માણી રહેલા દુલર્ભ પક્ષીની એક જોડ.

કોલકત્તામાં દિલ ધડકને દો

કોલકત્તામાં દિલ ધડકને દો

રવિવારે, કોલકત્તામાં બોલીવૂડ અભિનેતા અનિલ કપૂર, ફરહાન અખ્તર અને રણવીર સિંહે તેમની આવનારી ફિલ્મ દિલ ધડકને દોનું પ્રમોશન કર્યું.

પાયલોટ માટે અનિવાર્ય મનોવૈજ્ઞાનિક પરીક્ષા

પાયલોટ માટે અનિવાર્ય મનોવૈજ્ઞાનિક પરીક્ષા

ડોમેસ્ટીક વિમાનોના પાયલોટનું માનસિક સંતુલન જાણવા માટે સરકાર દ્વારા તેમની મનોવૈજ્ઞાનિક પરીક્ષા લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. ફ્રાંસમાં થયેલા જર્મનવિંગ્સ વિમાન અકસ્માત બાદ સરકારે આ પગલું ઉઠાવાનું નક્કી કર્યું છે.

અલ્હાબાદમાં એક પર એક ફ્રી

અલ્હાબાદમાં એક પર એક ફ્રી

અલ્હાબાદમાં અનેક શ્રદ્ધાળુઓએ કાળજાળ ગરમીથી બચવા ગંગા મૈયાની શરણ લીધી. જેના કારણે તેમને એકી સાથે બે ફાયદા થયા એક તો ગરમીથી રાહત મળી અને સાથે જ પવિત્ર સ્થાન પણ થઇ ગયું.

મુંબઇ ઇન્ડિયન્સએ જીત્યું આઇપીએલ 8નો ખિતાબ

મુંબઇ ઇન્ડિયન્સએ જીત્યું આઇપીએલ 8નો ખિતાબ

રવિવારે, કોલકત્તામાં આઇપીએલ 8ની અંતિમ મેચ ચેન્નઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સના ખેલાડીઓ વચ્ચે રમાઇ. કોલકત્તાના ઇડન ગાર્ડનમાં રમાયેલી આ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સની જીત બાદ આ ટીમની માલિક નીતા અંબાણી, સચિન તેડુંલકરની ટ્રોફી સાથે ફોટો પડાવી રહ્યા છે.

English summary
25 May: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X