For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તાજા ખબર: ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

કેજરીવાલને મળી મોટી જીત, કોર્ટે કર્યો કેજરીને સપોર્ટ

કેજરીવાલને મળી મોટી જીત, કોર્ટે કર્યો કેજરીને સપોર્ટ

દિલ્હી હાઇ કોર્ટે આપ સરકારના હકમાં એક નિર્ણય સંભળાવ્યો. હાઇ કોર્ટે કહ્યું કે દિલ્હીની ભષ્ટ્રાચાર નિરોધક શાખા (ABC) પાસે દિલ્હીના પોલિસ કર્મીઓની ધરપકડ કરવાનો અધિકાર છે. વધુમાં કોર્ટે કહ્યું કે ઉપરાજ્યપાલ દિલ્હીના મુખ્યમંત્રી જોડે ચર્ચા વિચારણા કરીને કામ કરે. કોર્ટના આ આદેશ પર કેજરીવાલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે આ આદેશ કેન્દ્ર સરકારની હાર છે.

રાહુલ ગાંધી આજે છે કેરળ યાત્રા પર

રાહુલ ગાંધી આજે છે કેરળ યાત્રા પર

ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી આજે કેરળની મુલાકાતે છે. જ્યાં તેઓ માછીમારો અને રબરના ઉત્પાદકોને મળશે અને તેમની સમસ્યા સાંભળશે. નોંધનીય છે કે કેરળના આવનારા વર્ષમાં વિધાનસભાની ચૂંટણી છે જેના ઉપલક્ષમાં તેમની આ મુલાકાત મહત્વની સાબિત થશે.

2જી સ્કેમમાં મનમોહન સિંહે આપી હતી ધમકી

2જી સ્કેમમાં મનમોહન સિંહે આપી હતી ધમકી

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે ટ્રાઇના ભૂતપૂર્વ ચેરમેન પ્રદીપ બૈજલે લગાવ્યો ગંભીર આરોપ. બૈજલે પોતાના પુસ્તકમાં લખ્યું કે મનમોહન સિંહે 2જી સ્કેમમાં તેમના મંત્રીઓને સહયોગ કરવાનું કહ્યું હતું, અને જો તે એવું નહીં કરે તો તેમને નુક્શાન ભોગવવું પડશે તેવી ધમકી આપી ભૂતપૂર્વ વડાપ્રધાન આપી હતી તેવું બૈજલનું કહેવું છે.

વડાપ્રધાને એક વર્ષ પૂરું થતા જનતાને લખ્યો પત્ર

વડાપ્રધાને એક વર્ષ પૂરું થતા જનતાને લખ્યો પત્ર

એનડીએ સરકારે આજે એક વર્ષ પૂરું કર્યું આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાએ એક જાહેર પત્ર લખ્યો. જે આજના તમામ છાપાઓમાં છાપવામાં આવ્યો. જેમાં પીએમએ તેમના કાર્યકાળની ઉપલબ્ધિઓ જણાવી. વધુમાં તેમણે કહ્યું કે મારી સરકારે જે કામ કર્યું છે તેનાથી દેશનું ખોવાયેલું સ્વાભિમાન પાછું આવ્યું છે.

રેલ્વે હોકર્સે RPF જવાનને પથ્થર મારી, મારી નાંખ્યો

રેલ્વે હોકર્સે RPF જવાનને પથ્થર મારી, મારી નાંખ્યો

સોમવારે, કોલકત્તાના માલદા ટાઉન રેલ્વે સ્ટેશન પરિસરમાં સામાન વેચવાની ના પડાતા અવૈધ હોકર્સે અને રેલવે સુરક્ષા બળ વચ્ચે સંધર્ષ થયો. હોકર્સોએ પથરમારો કરતા એક RPF જવાન ગંભીર રીતે જખ્મી થઇ ગયો છે. જેની ગઇકાલે હોસ્પિટલમાં મોત થઇ ગઇ.

દિલ્હી વિધાનસભામાં નોટિફિકેશન વિરુદ્ધ પ્રસ્તાવ

દિલ્હી વિધાનસભામાં નોટિફિકેશન વિરુદ્ધ પ્રસ્તાવ

કેજરીવાલે આજે દિલ્હી વિધાનસભાનું વિષેશ સત્ર બોલાવ્યું હતું. જેમાં તેમણે કેન્દ્ર સરકાર તરફથી મળેલી નોટિસની વિરુદ્ઘ પ્રસ્તાવ રજૂ કર્યો છે. વધુમાં બુધવારે આ પ્રસ્તાવને પસાર કરીને ઉપરાજ્યપાલ નજીબ જંગ દ્વારા રાષ્ટ્રપતિને પહોંચાડવામાં આવશે.

ગુર્જરોનું વિરોધ પ્રદર્શન થયું તેજ

ગુર્જરોનું વિરોધ પ્રદર્શન થયું તેજ

સરકારી નોકરીમાં પાંચ ટકા અનામતની માંગ સાથે ગુજર સમુદાયનું વિરોધ પ્રદર્શન દિવસેને દિવસે વધુને વધુ પ્રબળ થતું જાય છે. સોમવારે રાજસ્થાનના દોસામાં તેમણે નેશનલ હાઇવે 11ને અવરોધિત કર્યો.

પટિયાલા પોલિસને મળી મોટી સફળતા ચોરાયેલી 53 લક્ઝરી કાર કરી જપ્ત

પટિયાલા પોલિસને મળી મોટી સફળતા ચોરાયેલી 53 લક્ઝરી કાર કરી જપ્ત

સોમવારે પંજાબની પટિયાલા પોલિસને મળી મોટી સફળતા. પટિયાલા પોલિસે એક આંતરરાજ્ય ગેંગને પકડી પાડી છે. જે અનેક રાજ્યોમાં લક્ઝરી કારની ચોરી કરતા હતા. પોલિસે આ ગેંગ પાસેથી 53 લક્ઝરી કારો જપ્ત કરી છે.

તેલંગાનામાં 6 બાળકોની ડેમમાં ડૂબીને મોત

તેલંગાનામાં 6 બાળકોની ડેમમાં ડૂબીને મોત

સોમવારે, તેંલગાનાના કરીમનગર જિલ્લામાં આવેલ મનેર ડેમમાં તરવા માટે પડેલા 6 બાળકો ડૂબી ગયા. જે બાદ તેમના મૃતદેહને શોધવા તંત્ર દ્વારા બચાવ કામગિરી શરૂ કરવામાં આવી.

ગુડંગાવમાં એક કુખ્યાત ગેંગનો થયો પડદાફાશ

ગુડંગાવમાં એક કુખ્યાત ગેંગનો થયો પડદાફાશ

સોમવારે, ગુડંગાવ પોલિસે એક કુખ્યાત ગેંગના ચાર લોકોની પકડવામાં સફળતા મેળવી. આ ગેંગ અનેક અપરાધિક પ્રવૃત્તિમાં જોડાયેલી હતી. વધુમાં પોલિસને આ ગેંગ પાસેથી 7 પિસ્તોલ પણ મળી છે.

ક્રોંગ્રેસનું લુધિણાયામાં વિરોધ પ્રદર્શન

ક્રોંગ્રેસનું લુધિણાયામાં વિરોધ પ્રદર્શન

સોમવારે, લુધિણાયામાં ક્રોંગ્રસ પક્ષના સાંસદ રવનીત સિંહ બીટ્ટુ અને તેમના ટેકેદારોએ મીની સચિવાલયને ધેરવાનો પ્રયાસ કર્યો. તેમનો વિરોધ બાદલ સરકાર સામે હતો.

ગુવાહાટીમાં વરસાદે કર્યો જળબંબાકાર

ગુવાહાટીમાં વરસાદે કર્યો જળબંબાકાર

સોમવારે ગુવાહાટીમાં રાતભર વરસાદ પડતા અનિલ નગર વિસ્તારમાં શેરીમાં પાણી ભરાઇ ગયું. જેથી ત્યાંના રહેવાસીઓને ભારે અગવડતા વેઢવી પડી.

સલમાને મંડીમાં કહ્યું હવે મારી બહેન તમારી બહેન છે.

સલમાને મંડીમાં કહ્યું હવે મારી બહેન તમારી બહેન છે.

સોમવારે, બહેન અર્પિતાના રિસેપ્શને માણવા મંડી આવેલા બોલીવૂડ અભિનેતા સલમાન ખાને મંડીની જનતાને કહ્યું કે હવે મારી બહેન તમારી બહેનને દિકરી છે. નોંધનીય છે કે મંડીમાં મોટી સંખ્યામાં લોકો સલમાન ખાનની ઝલક જોવા ઉમટી પડ્યા હતા.

કેન્દ્ર સાથે બે બે હાથ કરવા તૈયાર છે કેજરીવાલ

કેન્દ્ર સાથે બે બે હાથ કરવા તૈયાર છે કેજરીવાલ

સોમવારે, દિલ્હીમાં આમ આદમી પાર્ટીના પ્રધાનોએ જન સંવાદ કર્યો. જેમાં તેણે પોતાનો પક્ષ સ્પષ્ટ કરતા કહ્યું કે તે કેન્દ્ર સરકારની દાદાગીરી નહીં ચાલવા દે. વધુમાં તેણે કહ્યું કે તે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવીને રહેશે. આ માટે તે આજે બે દિવસનું આપાતકાલિન સત્ર બોલાવશે અને સત્રમાં કેન્દ્રના નોટિસ વિરુદ્ધ ખરડો પસાર કરશે.

યોગેન્દ્રએ કહ્યું કેજરીવાલમાં રાજનૈતિક કુશળતા નથી

યોગેન્દ્રએ કહ્યું કેજરીવાલમાં રાજનૈતિક કુશળતા નથી

આમ આદમી પાર્ટીમાંથી નીકાળેલા યોગેન્દ્ર યાદવે દિલ્હીમાં ચાલી રહેલા એક પછી એક નવા વિવાદો પર ટિપ્પણી કરતા કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે રાજનૈતિક કુશળતાની ઓછી છે.

મથુરામાં મોદીએ આપી શ્રદ્ધાજંલિ

મથુરામાં મોદીએ આપી શ્રદ્ધાજંલિ

સોમવારે, મથુરા નજીક દીન દયાલ ધામ સ્મારક પર જઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંડિત દિનદયાલ ઉપાધ્યાયને આપી શ્રદ્ધાજંલિ.

કેસરીયા રંગે રંગાયું મથુરા

કેસરીયા રંગે રંગાયું મથુરા

સોમવારે, મથુરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન કલ્યાણ રેલીનું સંબોધન કર્યું. આ પ્રસંગે મોદીએ તેમના એક વર્ષના કાર્યકાળથી લોકોને માહિતગાર કર્યા. ત્યારે આ રેલીમાં એક યુવકે કંઇક આ રીતે પોતાની જાતને રંગીને નરેન્દ્ર મોદીને આવકાર્યા.

મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં જીતની ઉજવણી

મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં જીતની ઉજવણી

મુંબઇ ઇન્ડિયન્સે આઇપીએલ 2015ને જીત્યા બાદ સોમવાર રાતે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં આ જીતની ભવ્ય ઉજવણી કરી હતી. જેમાં સચિન તેંડુલકર, નીતા અંબાણી, મુંબઇ ઇન્ડિયન્સની ટીમ હાજર રહી પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

નરેન્દ્ર મોદીએ કર્યું

નરેન્દ્ર મોદીએ કર્યું "કિસાન ચેનલ"નું ઉદ્ધાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે કિસાન ચેનલનું ઉદ્ધાટન કર્યું. આ લોન્ચ પર મોદીએ કહ્યું કે તેમની સરકાર આ દ્વારા ખેડૂતો સુધી પહોંચવા માંગે છે.

English summary
26 May: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X