For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

22 વર્ષ પછી મુંબઇને મળશે ન્યાય અને યાકૂબ મેમણને મળશે ફાંસી

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

22 વર્ષ પછી મુંબઇને મળશે ન્યાય અને યાકૂબ મેમણને મળશે ફાંસી

22 વર્ષ પછી મુંબઇને મળશે ન્યાય અને યાકૂબ મેમણને મળશે ફાંસી

સુપ્રિમ કોર્ટે આજે 1933ના મુંબઇ બોમ્બ બ્લાસ્ટના આરોપી યાકૂબ મેમણની ક્યૂરેટિવ પિટીશન પર બીજી વાર સુનવણી કરવાની ના પાડીને કહ્યું કે તેની મોતની સજા યોગ્ય નિર્ણય છે. વધુમાં સુપ્રિમ કોર્ટે કહ્યું કે યાકૂબ મેમણને ગુરુવાર જ ફાંસી આપવામાં આવશે. અને આ ફાંસી પર રોક લગાવાની વાતને પણ નકારી. જે બાદ યાકૂબ મેમણને 30 જુલાઇ ગુરુવારે સવારે 7 વાગે નાગપુર જેલમાં ફાંસી આપવામાં આવશે.

ડૉ. કલામના પાર્થિવ દેહને રામેશ્વર લઇ જવામાં આવ્યો

ડૉ. કલામના પાર્થિવ દેહને રામેશ્વર લઇ જવામાં આવ્યો

જનતાના રાષ્ટ્રપતિ એવા ડૉ. એપીજે અબ્દુલ કલામના પાર્થિવ દેહને તમિલનાડુમાં તેમના શહેર રામેશ્વરમાં લઇ જવામાં આવ્યો. જ્યાં ગુરુવારે સવારે 11 વાગે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. નોંધનીય છે કે વાયુસેનાના વિશેષ જહાજ દ્વારા કલામના પાર્થિવ દેહને રામેશ્વર લઇ જવાયો.

થાણેમાં 2 માળની બિલ્ડીંગ પડતા 9ની મોત

થાણેમાં 2 માળની બિલ્ડીંગ પડતા 9ની મોત

ભારે વરસાદના કારણે થાણેની એક બિલ્ડીંગ પણ 9 લોકોની મોત થઇ છે. અને 20થી વધુ લોકો હજી પણ બિલ્ડીંગમાં ફસાયેલા છે તેવું માનવામાં આવી રહ્યું છે. મંગળવાર રાતે આ બિલ્ડીંગ પડતા ફાયર બ્રિગ્રેડને બોલવામાં આવી હતી. જે બાદ એનડીઆરએફની ટીમ પણ બચાવ કાર્યક્રમમાં જોડાઇ છે.

યાકુબની સજા પર સુપ્રિમ કોર્ટમાં આજે નિર્ણય

યાકુબની સજા પર સુપ્રિમ કોર્ટમાં આજે નિર્ણય

વર્ષ 1993માં મુંબઇ બોમ્બ બ્લાસ્ટના આરોપી યાકૂબ મેમણની ફાંસીની સજા પર આજે સુપ્રિમ કોર્ટમાં નિર્ણય લેવામાં આવશે. સુપ્રિમ કોર્ટમાં જજોને એક મોટી બેન્ચ દ્વારા આ નિર્ણય લેવાશે.

યાકૂબ મેમણે ફરી કરી રાષ્ટ્રપતિને દયાની અપીલ

યાકૂબ મેમણે ફરી કરી રાષ્ટ્રપતિને દયાની અપીલ

સુપ્રિમ કોર્ટેમાં જ્યાં એક બાજુ 1993ના મુંબઇ બ્લાસ્ટના આરોપી એવા યાકૂબ મેમણની ફાંસીની સજા પર સુનવણી ચાલી રહી છે. ત્યાં જ બીજી બાજુ યાકૂબ મેમણે ફરીથી રાષ્ટ્રપતિને તેની મૌતની સજા અંગે દયાયાચિકા કરી છે.

ડૉ. કલામના અંતિમ દર્શન માટે ઉમટી ભીડ, જયાલલિતા નહીં રહે હાજર

ડૉ. કલામના અંતિમ દર્શન માટે ઉમટી ભીડ, જયાલલિતા નહીં રહે હાજર

રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના પાર્થિવ દેહને આજે રામેશ્વર લઇ જવામાં આવ્યો છે. તેમની સાથે રક્ષા મંત્રી મનોહર પાર્રિકર અને કેન્દ્રિય પ્રધાન વેંકૈયા નાયડૂ પણ છે. ગુરુવારે સવારે 11 વાગે રામેશ્વરમાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જો કે તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા રાષ્ટ્રપતિના અંતિમ સંસ્કારમાં હાજરી નહીં આપે. જયલલિતા કહ્યું કે બિમારીના કારણે તે હાજર નહીં રહે.

ગુરદાસપુરના આંતકીઓ ઝડપાયા સીસીટીવીમાં

ગુરદાસપુરના આંતકીઓ ઝડપાયા સીસીટીવીમાં

પંજાબના ગુરદાસપુરના દીનાનગર પોલિસ સ્ટેશનમાં આતંકી હુમલો કરનાર આંતકીઓની કાર અને તેમના કેટલાક ફૂટેઝ સીસીટીવી કેમેરામાં જપ્ત થયા છે. ત્યારે આ રેડ સર્કલમાં આંતકીઓ દ્વારા ચલાવવામાં આવતી કાર નજરે પડે છે.

ગુરદાસપુર આંતકી હુમલાના આંતકીઓ પાસે હતો અમેરીકી હથિયાર

ગુરદાસપુર આંતકી હુમલાના આંતકીઓ પાસે હતો અમેરીકી હથિયાર

પંજાબ ગુરદાસપુર આંતકી પાસેથી મળેલા હથિયારો અને નાઇટ વિઝન દૂરબીન પર અમેરીકી સ્ટેમ્પ જોવા મળે છે. સાથે જ તેમની પાસેથી પ્રાપ્ત થયેલા જીપીઆરએસ મશીનમાં પાકિસ્તાનની રાવી નદી પાસેનું લોકેશન જોવા મળે છે. આ આંતકીઓનો નિશાના પર હતા અમનાથયાત્રાના યાત્રીઓ જોકે તે રસ્તો ભટકી જતા ગુરદાસપુર આવી પહોંચ્યા હતા.

અનંતનાગમાં ગ્રેનેડથી હુમલો, ચાર સીઆરપીએફ જવાનો ઇજાગ્રસ્ત

અનંતનાગમાં ગ્રેનેડથી હુમલો, ચાર સીઆરપીએફ જવાનો ઇજાગ્રસ્ત

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આજે કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા ગ્રેનેડ ફેંકી હુમલો કરતા ચાર સીઆરપીએફના જવાનો ઇજાગ્રસ્ત થયા છે. અને અન્ય પાંચ સ્થાનિક લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે આ ધટના બાદ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે અને આ સમગ્ર વિસ્તારને સીલ કરીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

રાજીવ ગાંધીના હત્યારાઓને ફાંસી નહીં અપાય

રાજીવ ગાંધીના હત્યારાઓને ફાંસી નહીં અપાય

સુપ્રિમ કોર્ટે કેન્દ્રની યાચિકા નકારીને ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યારાઓને આપવામાં આવેલી ઉમરકેદની સજાને કાયમ રાખી છે.

સ્વાતી માલવાની છેવટે બની દિલ્હીની મહિલા આયોગની ચેરપર્સન

સ્વાતી માલવાની છેવટે બની દિલ્હીની મહિલા આયોગની ચેરપર્સન

પાછલા કેટલાક દિવસોથી ચાલતા કેજરી અને જંગના વિવાદનો છેવટે અંત આવ્યા છે. મંગળવારે, ઉપરાજ્યપાલ નજીબ જંગ દ્વારા હામી ભરાતા આમ આદમી પાર્ટીની નેતા સ્વાતિ માલવાએ દિલ્હીના મહિલા આયોગની ચેરપર્સનની ઓફિસમાં પોતાનું સ્થાન ગ્રહણ કર્યું હતું.

યાકૂબ મેમણને ફાંસી ના આપવાની માંગ સાથે મુંબઇમાં કરાયું પ્રદર્શન

યાકૂબ મેમણને ફાંસી ના આપવાની માંગ સાથે મુંબઇમાં કરાયું પ્રદર્શન

વર્ષ 1993ના મુંબઇ બોમ્બ બ્લાસ્ટના આરોપી યાકૂબ મેમણની ફાંસીની સજાને માફ કરવાની માંગ સાથે મુંબઇમાં કેટલાક સ્થાનિકોએ રસ્તા પર પ્રદર્શન નીકાળીને સરકારને અપીલ કરી હતી.

ગુરદાસપુર આતંકી હુમલામાં પોતાના પિતાને ખોનાર દિકરી

ગુરદાસપુર આતંકી હુમલામાં પોતાના પિતાને ખોનાર દિકરી

મંગળવારે, પંજાબના ગુરદાસપુરના આંતકી હુમલામાં પોતાના પિતા અને હવલદાર એવા બોધરાજની શહીદી પર આંસુ પાડી રહેલી તેમની પુત્રી.

અગરતાલામાં વિદ્યાર્થીઓએ યાદ કર્યા કલામને

અગરતાલામાં વિદ્યાર્થીઓએ યાદ કર્યા કલામને

બુધવારે, અગરતાલામાં શાળાના વિદ્યાર્થીઓએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામને કંઇક આ રીતે આપી શ્રદ્ધાજંલિ.

દિલ્હીમાં લોકોએ કંઇક આ રીતે વિદા કર્યા કલામને

દિલ્હીમાં લોકોએ કંઇક આ રીતે વિદા કર્યા કલામને

મંગળવારે, દિલ્હીમાં સાજે ચાર વાગ્યા બાદ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને અંતિમ દર્શન માટે લોકો આ રીતે તેમના ઘર આગળ ઉમટી પડ્યા હતા.

અજય અને શ્રેયાએ કર્યું દ્રશ્યમનું પ્રમોશન

અજય અને શ્રેયાએ કર્યું દ્રશ્યમનું પ્રમોશન

મંગળવારે, દિલ્હીમાં બોલીવૂડના એક્શન હિરો ગણાતા અજય દેવગણ અને શ્રેયા સરને તેમની આવનારી ફિલ્મ દ્રશ્યમનું પ્રમોશન કર્યું.

English summary
29 July: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X