હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટનો ખુલાસો, 4 કોલગર્લ્સ પકડાઇ

Posted by:
 
Share this on your social network:
   Facebook Twitter Google+    Comments Mail

હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટનો ખુલાસો, 4 કોલગર્લ્સ પકડાઇ
ગુડગાંવ, 5 માર્ચઃ ગુડગાંવ પોલીસે સેક્ટર 39ના પોશ વિસ્તારમાં રેડ પાડીને એક હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટનો ખુલાસો કર્યો છે. પોલીસે આ મામલે 9 લોકોની ધરપકડ કરી છે. પોલીસે તમામ આરોપીઓને અદાલતમાં રજૂ કરી 14 દિવસની ન્યાયિક હિરાસતમાં જેલમાં મોકલી દીધા છે. આ રેકેટ સાથે જોડાયેલા અન્ય લોકો અંગે પણ માહિતી મેળવવા માટે પોલીસે પૂછપરછ હાથ ધરી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર ગુડગાંવ પોલીસને સોમવારે મોડી રાત્રે ગુડગાંવ સેક્ટર 39માં એક ગેસ્ટ હાઉસમાં સેક્સ રેકેટની જાણકારી મળી હતી. પોલીસે ગેસ્ટ હાઉસમાં રેડ પાડીને ચાર યુવતીઓ સહિત નવ લોકોની ધરપકડ કરી છે, જેમાં ગેસ્ટ હાઉસના બે મેનેજર પણ સામેલ છે.

પોલીસે એવો ખુલાસો કર્યો છે કે આ રેકેટ સાથે જોડાયેલા લોકો પાસેથી પૂછપરછ દરમિયાન ઘણી માહિતી મળી છે અને આ નેટવર્કના તાર ઘણે ફેલાયેલા હોવાના પુરાવા મળ્યા છે. પોલીસે જણાવ્યું કે, આ રેકેટ એકદમ સુનિયોજિત રીતે ચાલી રહ્યું હતું. પોલીસે જણાવ્યું કે, ધરપકડ કરવામાં આવેલી કોલગર્લ્સે દિલ્હી, હરિયાણા, પંજાબ અને એનસીઆરમાં પોતાનું નેટવર્ક ફેલાવેલું છે. તે માત્ર મોટી-મોટી હોટલ્સમાં ગ્રાહકો સાથે જતી હતી.

English summary
The Gurgaon police busted a high profile sex racket running at a guest house and arrested four call girls.
Write a Comment
AIFW autumn winter 2015

My Place My Voice