For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિતિન ગડકરીને મહારાષ્ટ્રના સીએમ બનાવવા માટે ચાલી રહ્યું છે SMS અભિયાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 ઓક્ટોબર: નિતિન ગડકરીને મહારાષ્ટ્રના સીએમ બનાવવા માટે લોકોને એસએમએસ મોકલવામાં આવી રહ્યાં છે. જેમાં લખ્યું છે- 'સાતપુડા થી સહાદ્રી સુધી એક જ લલકારી- નિતિન ગડકરી'. નિતિન ગડકરી મહારાષ્ટ્રમાં ભાજપની શાનદાર જીત બાદ નાગપુર પહોંચેલા પરિવહન મંત્રી નિતિન ગડકરીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. હજારોની ભીડ સ્વાગત માટે એકઠી થઇ.

નિતિન ગડકરીને મુખ્યમંત્રી બનાવવા માટે ધારાસભ્યોએ તરફેણ કરી દિધી છે. નાગપુરમાં 40થી વધુ ધારાસભ્ય નિતિન ગડકરીના ઘરે પહોંચ્યા. નાગપુર પહોંચેલા 40થી વધુ ધારાસભ્યોએ નિતિન ગડકરીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે.

મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરેલી ભાજપમાં મુખ્યમંત્રી પદને લઇને પેંચ ફસાયેલો છે અને આ દરમિયાન વિદર્ભના 39 ધારાસભ્યોએ કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીને રાજ્યના આગામી મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે.

રસપ્રદ વાત એ છે કે નિતિન ગડકરી પણ મંગળવારે મહારાષ્ટ્રના રાજકારણમાં આવવાની સંભાવના નકારી કાઢતાં જોવા મળ્યાં છે. વિદર્ભ ક્ષેત્રના ધારાસભ્યોએ નિતિન ગડકરી સાથે અહીં મુલાકાત કરી અને તેમને મુખ્યમંત્રી બનવાનો આગ્રહ કર્યો.

nitin-gadkari

બાદમાં નિતિન ગડકરીએ ઇલેક્ટ્રોનિક મીડિયાને કહ્યું કે જે ધારાસભ્યોએ મુલાકાત કરી છે મારા પ્રત્યે તેમનું સન્માન છે અને તે મને મુખ્યમંત્રી બનવાનો આગ્રહ કરી રહ્યાં છે.

ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે ' જો કે હું રાજ્યના રાજકારણમાં પરત ન ફરવાના વલણને પહેલાં જ સ્પષ્ટ કરી દિધું છે. આ પાર્ટીના કેન્દ્રિય નેતૃત્વને નિર્ણય કરવાનો છે અને મને પણ જે જવાબદારી આપવામાંઆવશે તેને હું સ્વિકાર કરીશ.'; આ પહેલાં મહારાષ્ટ્રના પૂર્વ અધ્યક્ષ સુધીર મુંગંતીવારે નિતિન ગડકરીને રાજ્યના મુખ્યમંત્રી બનાવવાની જોરદાર પેરવી કરી.

મુંગંતીવારે કહ્યું, ''પ્રદેશ ભાજપ મહેસૂસ કરે છે કે નિતિન ગડકરીજીને પ્રદેશના રાજકારણમાં આવવું જોઇએ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું પદ સંભાળવું જોઇએ. તેમની પાસે ખૂબ વહિવટી અનુભવ છે, જે તેમને આદર્શ ઉમેદવાર બનાવવા માંગે છે.'' જ્યારે એમ કહેવામાં આવ્યું છે કે નિતિન ગડકરીએ પોતાનું મંત્રી પદ છોડવા અને પ્રદેશના રાજકારણમાં આવવાની મનાઇ કરી દિધી છે તો મુંગંતીવારે કહ્યું, ''અમને આશ્વર્યચકિત છે કે નિતિન ગડકરીએ કહ્યું કે તે રાજ્યમાં આવવા માંગતા નથી. મહારાષ્ટ્રમાં અહી પાર્ટીના બધા લોકો ઇચ્છે છે કે નિતિન ગડકરી મુખ્યમંત્રી બને.''

ભાજપે તાજેતરમાં મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 288 સભ્યોવાળી વિધાનસભામાં 123 સીટો પ્રાપ્ત કરી છે. તે પોતાના દમ પર સરકાર બનાવવા માટે 145ના જાદૂઇ આંકડાને પ્રાપ્ત કરવામાં વિફળ રહી છે.

English summary
Step aside Devendra Fadnavis, Maharashtra CM role may just land up with senior leader Nitin Gadkari. According to reports, around 40 BJP MLAS landed up at Gadkari's house to persuade him to take up Chief Ministers post after the party won with a major margin in the assembly elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X