For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાંચ નેતાના નિવેદનો ઉત્તરપ્રદેશમાં ભળકાવી શકે છે હિંસા

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશમાં ફરી એકવખત સાંપ્રદાયિક હિંસાનો તણાવ વધી શકે છે. દાદરીમાં અખલાકની હત્યા બાદ જે રીતે રાજકારણ ગરમાયા બાદ વિવિધ નેતાઓ વિવાદિત નિવેદનો આપી રહ્યાં છે તે જોતા ઉત્તરપ્રદેશમાં સાંપ્રદાયિક માહોલ બગડી શકે છે. તો સામે મુખ્યમંત્રી અખિલેશ યાદવે અખલાકના પરિવારને 45 લાખ રૂપિયાનું વળતર આપવાનું એલાન કર્યું છે. પરંતુ ત્યારબાદ આ વળતરને લઇને જોરદાર ભાષણબાજી શરૂ થઇ ગઇ છે.

આઝમ ખાને ભક્તોને પડકાર આપ્યો છેકે જો તમારામાં દમ હોય તો પહેલા દેશની એ તમામ ફાઇવસ્ટાર હોટેલને બાબરી મસ્જીદની જેમ તોડી નાખો કે જ્યાં ગૌ માંસ પીરસવામાં આવે છે. તો સામે ભાજપના નેતા સંગીત સોમે કહ્યું છેકે દાદરીમાં જો કોઇની ધરપકડ કરવામાં આવી તો તેઓ એક લાખ લોકોને પ્રશાસનની ઉપર ચઢાવી દેશે.

દમ હોય તો બાબરીની જેમ ગૌ માંસ પીરસવાવાળી હોટેલને તોડો

દમ હોય તો બાબરીની જેમ ગૌ માંસ પીરસવાવાળી હોટેલને તોડો

આઝમ ખાને કહ્યું છેકે જો ભક્તોમાં દમ હોય તો બાબરીની જેમ તે ફાઇવસ્ટાર હોટેલને તોડી પાડો કે જ્યાં ગૌ માંસ પીરસવામાં આવે છે.

ગૌ હત્યા કરનાર છે, અખલાકનો પરિવાર

ગૌ હત્યા કરનાર છે, અખલાકનો પરિવાર

ભાજપના નેતા સંગીત સોમે મૃતક અખલાકના પરિવારને ગૌ હત્યા કરનાર સંબોધ્યો હતો. તેમણે કહ્યું કે જો આ કેસમાં કોઇની પણ ધરપકડ કરવામાં આવી તો 1 લાખ લોકોને પ્રસાશન પર છોડી મૂકવામાં આવશે.

હિંદુ પણ ખાય છે ગૌ માંસ

હિંદુ પણ ખાય છે ગૌ માંસ

લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે માંસ ખાનાર ગાય કે બકરીમાં ભેદ નથી કરતો. હિંદુઓ પણ ગૌ માંસ ખાય છે.

ગૌ માંસ ખાવાવાળા લોકોને સહન નહીં કરવામાં આવે

ગૌ માંસ ખાવાવાળા લોકોને સહન નહીં કરવામાં આવે

ભાજપ નેતા ગિરીરાજ સિંહે કહ્યું કે ગૌ માંસ ખાવા વાળા લોકોને બિલકુલ નહીં સાંખી લેવામાં આવે.

હિંદુ મરે તો 20 હજાર નહીં, મુસલમાન મરે તો 45 લાખ

હિંદુ મરે તો 20 હજાર નહીં, મુસલમાન મરે તો 45 લાખ

ભાજપના નેતા સાક્ષી મહારાજે કહ્યું કે પ્રદેશમાં હિંદુ મરે તો સપા સરકાર 20 હજારનું વળતર પણ નથી આપતી, જ્યારે મુસલમાનના મોત પર 45 લાખનું વળતર આપવામાં આવ્યું છે.

English summary
5 bizarre statement after Dafri akhlaq murder which can spark communal riot in UP. After the Dadri statement series of controversial statement escalates tension.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X