For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબમાં ભાજપ-અકાલીની હારના 5 મોટા કારણો

મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલના પુત્ર અને ઉપમુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ પર ઘણીવાર ડ્રગ્સના દાણચોરોને સંરક્ષણ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

જ્યાં એક તરફ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં મોદીની ત્સુનામી ફરી વળી, ત્યાં બીજી બાજુ પંજાબ વિધાનસભા ચૂંટણી માં અકાલી દળ-ભાજપ ગઠબંધનને કારમી હારનો સામનો કરવાનો આવ્યો છે. પંજાબમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે અને પંજાબમાં કોંગ્રેસની સરકાર બનવા જઇ રહી છે. છેલ્લા 10 વર્ષોથી સત્તા પર આરૂઢ શિરોમણિ અકાલી દળ અને ભાજપના ગઠબંધનને લોકોએ નકારી કાઢ્યું છે.

પંજાબની 117 વિધાનસભા બેઠકમાંથી કોંગ્રેસને 77 બેઠકો મળી છે, જ્યારે આમ આદમી પાર્ટી 20 બેઠકો સાથે બીજી સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે. જ્યારે કે સત્તાધારી અકાલી દળ અને ભાજપના ગઠબંધનને માત્ર 18 બેઠકો મળી છે અને તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

ડ્રગ્સની દાણચોરી

ડ્રગ્સની દાણચોરી

પંજાબ ચૂંટણીમાં ડ્રગ્સ અને નશાખોરી સૌથી મોટા મુદ્દા છે. ચૂંટણી દરમિયાન દરેક પાર્ટીએ આ મુદ્દાનો ફાયદો ઉઠાવ્યો છે. મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલના પુત્ર અને ઉપમુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ પર ઘણીવાર ડ્રગ્સના દાણચોરોને સંરક્ષણ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પંજાબના યુવાનો નશાની લતનો શિકાર બની રહ્યાં છે. આ મુદ્દાને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ખૂબ ઉછાળ્યો હતો, તેમણે કહ્યું હતું કે, બાદલ સરકાર રાજ્યમાં ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર પર જાણી જોઇને રોક નથી લગાવી રહી. આ વાતની નારાજગી લોકોએ પોતાના મત થકી વ્યક્ત કરી છે.

ઇમિગ્રન્ટ્સે વ્યક્ત કરી નારાજગી

ઇમિગ્રન્ટ્સે વ્યક્ત કરી નારાજગી

પંજાબમાં ઇમિગ્રન્ટ્સની સંખ્યા ઘણી વધારે છે, જેઓ બાદલ સરકારથી ખૂબ નારાજ છે. તેમનો આરોપ છે કે, સરકાર દ્વારા તેમની જમીન પર કબજો કરવામાં આવ્યો છે. ચૂંટણી દરમિયાન પર આ મુદ્દા ખૂબ ઉછાળવામાં આવ્યો હતો. ઇમિગ્રન્ટ્સનું કહેવું છે કે, તેઓ ઇચ્છા હોવા છતાં પણ રાજ્યમાં નિવેશ નથી કરી શકતાં, કારણ કે તેમાં પણ તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવે છે.

મૂક પ્રેક્ષક બની રહ્યાં પ્રકાશ સિંહ બાદલ

મૂક પ્રેક્ષક બની રહ્યાં પ્રકાશ સિંહ બાદલ

પંજાબના મુખ્યમંત્રી પદ પ્રકાશ સિંહ બાદલ આરૂઢ હતા, પરંતુ તેમની ચાવી હંમેશા તેમના દિકરા સુખબીર બાદલના હાથમાં હતી. સુખબીર સિંહ બાદલના કેટલાક નિર્ણયોને કારણે લોકોમાં બાદલ સરકાર તરફની નારાજગી ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. જેનું પરિણામ આખરે ચૂંટણીમાં ભાજપ અને અકાલી દળના ગઠબંધનને ભોગવવું પડ્યું.

10 વર્ષની સરકારથી કંટાળ્યાં લોકો

10 વર્ષની સરકારથી કંટાળ્યાં લોકો

છેલ્લા 10 વર્ષોથી પંજાબમાં શિરોમણિ અકાલી દળ અને ભાજપ ગઠબંધનની સરકાર છે. 20 વર્ષ જૂની આ સરકારની કામગીરીથી લકો કંટાળી ગયા છે, લોકોમાં સરકારની કામગીરી પ્રત્યેનો અસંતોષ વર્તાય છે. જ્યારે પણ કોઇ પક્ષ લાંબો સમય સત્તામાં રહે તો એક સ્વાભાવિક પ્રતિક્રિયા રૂપે પણ લોકોનું એક જૂથ તે પક્ષથી કંટાળી જાય છે, તેમને પરિવર્તન જોઇએ છે.

અહીં વાંચો

અહીં વાંચો

પુત્રની હાર પર શું બોલ્યા મુલાયમ સિંહ યાદવ?પુત્રની હાર પર શું બોલ્યા મુલાયમ સિંહ યાદવ?

English summary
It is not just the landslide victory of the Congress but also the colossal defeat of the Shiromani Akali Dal (SAD) and BJP that may be considered as one of the most significant features of this election in Punjab.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X