For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુરદાસપુર આતંકી હુમલોમાં 12 ની મોત, મહિલા આંતકી પણ સામેલ

|
Google Oneindia Gujarati News

મુંબઇ પર થયેલા 26/11ના હુમલા બાદ ભારત પર થયેલા સૌથી મોટા હુમલા તરીકે જોવામાં આવતા પંજાબના ગુરદાસપુર આ આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 12 લોકોની મોત થઇ હોવાનું જાણવા મળ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે કઠુઆના રસ્તેથી સેનાની વર્દીમાં આવેલા આ આંતકીઓએ એક ઢાબા માલિકની કાર લઇને સવારે 5:30 વાગ્યાની ગુરદાસપુરના દીનાનગર પોલિસ સ્ટેશનમાં ધૂસ્યા. આ પહેલા જમ્મુ જઇ રહેલી બસ પર તેમણે ફાયરિંગ કર્યું હતું.

દર પાંચ મિનિટ બાદ આંધાધૂધ ગોળીઓ છોડતા આ આંતકીઓ સાથે સેના અને પંજાબ પોલિસ હાલ બે બે હાથ કરી રહી છે. વધુમાં આ હુમલામાં ગુરદાસપુરના એસપી બલજીત સિંહ શહીદ થઇ ગયા છે. અને બે આંતકીઓની પણ મોત થઇ છે તેવી ખબર મળી છે.

attack

નજરે જોનાર લોકોના કહેવા મુજબ આતંકીઓ પોલિસ અને સેનાના યુનિફોર્મમાં આવ્યા હતા. આ હુમલામાં બે પોલિસ કર્મી સહિત 12 લોકોના મોતની ખબર પ્રાપ્ત થઇ છે. વધુમાં સાક્ષીઓનું કહેવું છે કે આ આંતકી ગ્રુપમાં એક મહિલા પણ છે. જે રોકેટ લોન્ચરમાં એક્સપર્ટ છે.

ગૃહમંત્રાલયે પણ આ હુમલાની પૃષ્ઠી આપતા જણાવ્યું છે કે સેના અને એનએસજીની એક ટીમ દીનાનગર જવા રવાના કરવામાં આવી છે. સાથે જ દિલ્હી સહિત પુરા દેશમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. વધુમાં વડાપ્રધાને પણ આ મામેલે ઉચ્ચ અધિકારીઓ જોડે બેઠક કરી છે.

પોલિસે આ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે. અને જમ્મુ બોર્ડરને પણ સીલ કરવામાં આવી છે. જો કે પહેલા માનવામાં આવતું હતું કે આંતકીઓએ આ હુમલામાં પાસે રહેતા પોલિસકર્મીઓના પરિવારને બંદી બનાવ્યા છે. જો કે પછી સ્પષ્ટ થયું કે આ હુમલામાં કોઇને પણ બંદી નથી બનાવવામાં આવ્યા.

English summary
Dressed in army uniform, four gunmen opened fire at a police station in Gurdaspur. The gunmen who were said to be carrying AK-47 rifles, first opened fire on a Punjab state road transport bus before attacking the police station. Three persons are said to have died in the attack while seven others have been injured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X