For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સલમાન ખાનને મળી બે દિવસની જમાનત

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

સલમાન ખાનને મળી બે દિવસની જમાનત

સલમાન ખાનને મળી બે દિવસની જમાનત

હાઇકોર્ટે આપી સલમાન ખાનને બે દિવસની જમાનત. નોંધનીય છે કે 2002ના હીટ એન્ડ રન કેસમાં બોલીવૂડ અભિનેતા સલમાન ખાનને પાંચ વર્ષની જેલ થઇ છે. જેના પગલે આજે સલમાન ખાને હાઇકોર્ટમાં જમાનત માટે અરજી કરી હતી. હાઇકોર્ટે આ મામલે સલમાનને બે દિવસની જમાનત આપી છે. જેથી તે પોતાના મહત્વપૂર્ણ કામો પૂરા કરી શકે.

છેલ્લી આશ : હાઇકોર્ટ આજે 4 વાગે સલમાનની જામીન અરજી સાંભળશે

સલમાન ખાનના વકીલ અને તેની બહેન આજે હાઇકોર્ટ પહોંચ્યા. જ્યાં તેમને સલમાન ખાનની બેલ અંગે માંગણી કરી. હાઇકોર્ટ સલમાન ખાનની અરજી આજે ચાર વાગે સાંભળશે અને ત્યારબાદ સલમાનને જમાનત આપવી કે કેમ તે વાત નક્કી કરવામાં આવશે?

સલમાન ખાન કોર્ટમાં રડી પડ્યો

સલમાન ખાનને સેશન કોર્ટે 5 વર્ષની સઝા ફટકારી. જજ ડી.ડબલ્યુ. દેશપાંડે દ્વારા કોર્ટમાં જ્યારે સલમાન ખાનને આ સજા સંભળાવવામાં આવી ત્યારે તેમણે એક મિનિટ માટે કોઇ પણ પ્રતિક્રિયા ના આપી પણ પછી તે આ શોક સહન ના કરી શક્યા અને કોર્ટમાં જ રડી પડ્યા. નોંધનીય છે કે સલમાનને અહીંથી આર્થર રોડ જેલ લઇ જવાશે.

સલમાન ખાનને થઇ 5 વર્ષની સજા, આર્થર રોડ જશે સલમાન

સલમાન ખાનને થઇ 5 વર્ષની સજા, આર્થર રોડ જશે સલમાન

2002માં થયેલા હીટ એન્ડ રન કેસમાં આજે સેશન કોર્ટે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને 5 વર્ષની સજા જાહેર કરી. સલમાનને કોર્ટ થી સીધો આર્થર રોડની જેલમાં લઇ જવામાં આવશે. તો બીજી તરફ સલમાનના વકીલો આ મામલે હાઇકોર્ટમાં જશે. સલમાનની જમાનત માટે વકીલો હાઇકોર્ટ જશે. જો કે સલમાનની જમાનત કરાવામાં વકીલોની મુશ્કેલીઓ વધી શકે છે. જાણકારો ઓગસ્ટ સુધી તેમની જમાનત નહીં થાય તેવું જણાવે છે.

સલમાન ખાનનું ભાવિ નક્કી થશે બપોરે 1:10 વાગે

સલમાન ખાનનું ભાવિ નક્કી થશે બપોરે 1:10 વાગે

સેશન કોર્ટના જજે સલમાન ખાનની સજાનો નિર્ણય આજે જ કરવાની જાહેરાત કરી છે. તેમણે બપોરે 1:10 વાગે સલમાન ખાનની સજા સંભળાવાનો ટાઇમ નક્કી કર્યો છે. આજે બપોરે જ સલમાનનું ભાવિ નક્કી કરવામાં આવશે. નોંધનીય છે કે 2002માં થયેલા હીટ એન્ડ રન કેસમાં સલમાન ખાનને તમામ આરોપો માટે સેશન કોર્ટે દોષી કરાર કર્યા છે.

સલમાન ખાનને પોલિસ કસ્ટડીમાં લેવામાં આવ્યો

સલમાન ખાનને પોલિસ કસ્ટડીમાં લેવામાં આવ્યો

સેશન કોર્ટ દ્વારા સલમાન ખાનને તમામ આરોપો માટે દોષી કરાર કરાતા. આજે પોલિસ દ્વારા તેને કોર્ટ સામે પોલિસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. વધુમાં કોર્ટના દરવાજા બંધ કરી મિડિયાને કોર્ટની બહાર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે દોષી કરાર થતા જ સલમાન ખાનની માતાની તબિયત લથડતા સોહિલ ખાન ભાવુક મને કોર્ટથી ઘર તરફ નીકળી ગયા હતા. તો બીજી તરફ સલમાન ખાનને બન્ને બહેનાની આંખો નમ પડી ગઇ હતી. જો કે સલમાન ખાન આ સમગ્ર મામલે ચૂપકી સાંધીને બેઠા હતા.

કોર્ટે કહ્યું સલમાન દારૂ પીને ગાડી ચલાવી

કોર્ટે કહ્યું સલમાન દારૂ પીને ગાડી ચલાવી

13 વર્ષ જૂના હીટ એન્ડ રન કેસમાં સેશન કોર્ટે બોલીવૂડ સુપર સ્ટાર સલમાન ખાનને તેના તમામ આરોપો માટે દોષી જાહેર કર્યો છે. કોર્ટે કહ્યું સલમાન દારૂ પીને નશામાં ગાડી ચલવી રહ્યો હતો. જો કે સલમાન માટે એક રાહત તે રહી કે કોર્ટે તેને અજાણતા થયેલા અકસ્માત માટે દોષી જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે હવે સેશન કોર્ટમાં સલમાનની સજાને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે.

કોર્ટે હીટ એન્ડ રન કેસ મામલે સલમાનને દોષી કરાર કર્યો

13 વર્ષ જૂના હિટ એન્ડ રન કેસમાં બોલિવૂડ એક્ટર સલમાન ખાનનું આજે સેશન કોર્ટે તમામ આરોપો માટે દોષી કરાર કર્યો છે. જે અંતર્ગત સલમાન ખાનને 10 વર્ષની સજા થવાની શક્યતા છે. વધુમાં 200 કરોડનો ફટકો ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ પડશે. નોંધનીય છે કે આજે સવારે સલમાન ખાન તેની બહેન અર્પિતા અને અન્ય પરિવાર સાથે સેશન કોર્ટ પહોંચ્યા હતા.

હું નથી ઇચ્છતો કે સલમાનને સજા થાય

સલમાન ખાન હીટ એન્ડ રન કેસના વિક્ટીમે કહ્યું કે તે નથી ઇચ્છતો કે સલમાન ખાનને સજા થાય વધુમાં તેણે કહ્યું કે તેને આ કેસ અને સજાથી કોઇ પણ આશા નથી. નોંધનીય છે કે આ અકસ્માતમાં તેણે પોતાનો પગ ગુમાવ્યો છે.

હીટ એન્ડ રન કેસના સાક્ષીએ પણ કહ્યું સલમાનને સજા ના કરો

સલમાન ખાન હીટ એન્ડ રન કેસના સાક્ષી જ્હોન ફ્રાન્સિસ ફર્નાન્ડિઝે કહ્યું કે તે સલમાન ખાન આ સજાથી છૂટી જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

સોનાક્ષી સિંહા અને પ્રિતી ઝિંટા સલમાનના ઘરે

બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા અને પ્રિતિ ઝિંટા સલમાન ખાનના ગેલેક્સી અપાર્ટમેન્ટ વાળા ઘરે પહોંચ્યા. નોંધનીય છે કે સલમાનને દોષી કરાર કરતા જ આખું બોલીવૂડ ગમગીન છે.

સંગીતા બિઝલાની પહોંચી સલમાનના ઘરે

સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિઝલાની પણ સલમાન ખાનના ઘર ગેલેક્સી અપાર્ટમેન્ટમાં પહોંચી.

સલમાનને મળવા પહોંચ્યા શાહરૂખ અને સિદ્દીકી

સલમાન ખાનને આજે સવારે તેમના મિત્ર અને નેતા એવા બાબા સિદ્દિકી તેમના ઘરે મળવા પહોંચ્યા. વધુમાં ગત રાતે શાહરૂખ ખાન પણ સલમાન ખાનને મળવા તેમના ઘરે ગયા હતા.

વારાણસીમાં સલમાન માટે મંગાઇ દુઆ

પોતાની ભલાઇના કામો માટે જાણીતા લોક લાડીલા સ્ટાર સલમાન ખાન માટે વારાણસીમાં લોકોએ દુઆ માંગી.

કાનપુરમાં સલમાન માટે કરાઇ પ્રાર્થના

ઉત્તરપ્રદેશના કાનપુરના મંદિરમાં બોલીવૂડ સ્ટાર સલમાન ખાન માટે કરવામાં આવી પ્રાર્થના. સલમાન ખાન માટે માતામાં મંદિરમાં કરવામાં આવ્યો હવન. હિટ એન્ડ રન કેસમાં સલમાનને સજા ના થાય તે માટે લોકોએ અહીં કરી પ્રાર્થના

સલમાનને સજા થઇ પણ ગઇ તો તે જેલ નહીં જાય

સલમાનને સજા થઇ પણ ગઇ તો તે જેલ નહીં જાય

જાણકારોનું માનીએ તો આજે જો સલમાન ખાનને તેના 13 વર્ષ જૂના હિટ એન્ડ રન કેસ મામલે જો 10 વર્ષની સજા થઇ પણ ગઇ તો સલમાન એટલી જલ્દી જેલ નહીં જાય. તેનું કારણ છે આપણી ન્યાય પ્રણાલી. આ કેસ સેશન કોર્ટમાં છે. કાયદાના જાણકારોના મત મુજબ સલમાન આ મામલે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે અને વધુમાં તે જમાનત પણ લઇ શકે છે.

21 ભારતીય યુવાનોને ISISમાં ભરતી થતા રોકાયા

21 ભારતીય યુવાનોને ISISમાં ભરતી થતા રોકાયા

ગુપ્તચર વિભાગે પાછલા કેટલાક મહિનામાં કુલ 21 જેટલા યુવાનોને ISISમાં ભરતી થતા અટકાવ્યા. નોંધનયી છે કે આ યુવાનોમાંથી 15 યુવાનો તેંલગાના અને 6 યુવાનો મધ્યપ્રદેશથી આવતા હતા.

મુંબઇ ટ્રેનમાં લાગી આગ

મુંબઇ ટ્રેનમાં લાગી આગ

મંગળવારે, મુંબઇના માટુંગા રેલ યાર્ડમાં એક ખાલી રેલ કોચમાં આગ લાગતા ફાયર ફાઇટર ધટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ભારતીય પર્વતારોહીઓ દેશ પરત ફર્યા

ભારતીય પર્વતારોહીઓ દેશ પરત ફર્યા

મંગળવારે, કોલકત્તામાં પરત ફર્યા પર્વતારોહીઓ. નેપાળમાં આવેલા ભયાનક ભૂંકપમાં ફસાયેલા ભારતીય પર્વતારોહીઓને ભારત પરત આવ્યા બાદ હાશકારો અનુભવ્યો.

શ્રીનગરમાં પથ્થરમારો

શ્રીનગરમાં પથ્થરમારો

મંગળવારે, શ્રીનગરમાં ભાજપ-પીડીપી સરકાર, લોક નીતિઓની વિરુદ્ધ છે તેવી ફરિયાદ સામે ક્રોંગ્રેસે વિરોધ રેલી નીકાળી જેમાં પોલિસ પર પથ્થરમારો થતા પોલિસે સ્થિતિને કાબુમાં લેવા માટે ટિયરગેસના શેલ છોડ્યા.

શ્રીનગરમાં ફારૂક અબ્દુલ્લાએ બેઠક બોલાવી

શ્રીનગરમાં ફારૂક અબ્દુલ્લાએ બેઠક બોલાવી

મંગળવારે, શ્રીનગરમાં નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ, પક્ષના કોર જૂથની બેઠક બોલાવી. જેમાં ઓમર અબ્દુલ્લા અને પક્ષના અન્ય નેતાઓએ મળીને પક્ષની નિતીઓ પર વિચાર કર્યો.

ફોરેસ્ટ અધિકારીઓ કર્યું અનોખું વિરોધ પ્રદર્શન

ફોરેસ્ટ અધિકારીઓ કર્યું અનોખું વિરોધ પ્રદર્શન

ભોપાલમાં વાધ અને ચિત્તાના માસ્ક પહેરીને ફોરેસ્ટ અધિકારીઓએ કર્યું અનોખું વિરોધ પ્રદર્શન. મંગળવારે, ભોપાલમાં સરકાર દ્વારા વેતન વધારવા અને નિયમિત કરવા જેવી માંગ સાથે મધ્ય પ્રદેશ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ ધરણા પર બેઠા.

સિંગાપુરનું હવાઇ યુદ્ધ વિમાન કોલકત્તામાં

સિંગાપુરનું હવાઇ યુદ્ધ વિમાન કોલકત્તામાં

મંગળવારે, ટેકનિકલ ખામીના કારણે કોલકત્તાના એરપોર્ટ પર સિંગાપોરના હવાઇ યુદ્ધ વિમાનને ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી.

અરુણ ગવલીએ જેલની બહાર પગ મૂક્યો

અરુણ ગવલીએ જેલની બહાર પગ મૂક્યો

મંગળવારે, નાગપુરમાં પોતાના પુત્રના લગ્નમાં હાજર રહેવા માટે અંડરવર્લ્ડ ડોન અરુણ ગવલી જેલની બહાર આવ્યો. નોંધનીય છે કે કોર્ટે ગવલીનો 15 દિવસનો પેરોલ મંજૂર કર્યો છે. જેના લીધે તે નાગપુર સેન્ટ્રલ જેલની બહાર આવતા તેના પરિવારજનો ખુશીથી જૂમી ઉઠ્યા હતા.

રાંચીમાં ડોક્ટરો રસ્તા પર ઉતર્યા

રાંચીમાં ડોક્ટરો રસ્તા પર ઉતર્યા

ઝારખંડના રાંચીમાં ડૉ. આર.વી. ચૌધરીના અપહરણ અને ત્યારબાદ કરવામાં આવેલી હત્યાના વિરોધમાં મંગળવારે રાંચીના ડોક્ટરો રસ્તા પર ઉતર્યા. તેમની માંગણી હતી કે સરકાર આ મામલે કડક પગલા લે.

રાહુલ ગાંધી અને સાધ્વી નિરંજન આમને સામને

રાહુલ ગાંધી અને સાધ્વી નિરંજન આમને સામને

મંગળવારે નવી દિલ્હીના સંસદીય ગૃહમાં એક અજીબો ગરીબ ધટના બની. 36નો આંકડો ધરાવતા MOS સાધ્વી નિરંજન જ્યોતિ અને ક્રોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સામ સામે ટકરાયા. નોંધનીય છે કે સાધ્વીએ આ પહેલા અનેક વાર પોતાના ભાષણમાં રાહુલ પર જોરદાર આલોચના કરી ચૂક્યા છે ત્યારે જ્યારે બન્ને સામે આવ્યા ત્યારે બન્ને "હસીને ખસી" જવાનો રસ્તો અપનાવ્યો.

એનબીએ ખેલાડી સિમ ભુલ્લર અમૃતસર પહોંચ્યા

એનબીએ ખેલાડી સિમ ભુલ્લર અમૃતસર પહોંચ્યા

પ્રથમ ભારતીય મૂળના NBA ખેલાડી એવા સિમ ભુલ્લર મંગળવારે અમૃતસર પહોંચ્યા. જ્યાં તેમણે સુર્વણ મંદિરની મુલાકાત લીધી. વધુમાં તેમણે સ્થાનિક પગડી બાબા જોડે સેલ્ફી પણ પડાવ્યો.

હોમ ગાર્ડોએ કર્યું જતંર મંતર પર પ્રદર્શન

હોમ ગાર્ડોએ કર્યું જતંર મંતર પર પ્રદર્શન

મંગળવારે, નવી દિલ્હીમાં હોમ ગાર્ડના કર્મચારીઓએ જંતર-મંતર પર પોતાની વિવિધ માંગણીઓ સાથે નીકાળી વિરોધ રેલી.

English summary
6 May: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X