For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7 ગુજરાતીઓની અમરનાથ યાત્રાના આંતકી હુમલામાં થઇ મોત

અમરનાથ યાત્રાળુઓથી ભરેલી બસ પર જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં થયો આંતકી હુમલો. હુમલામાં 5 મહિલાઓ સમેત 7 ગુજરાતીઓની થઇ મોત.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો શોક તો જમ્મુના મુખ્યમંત્રીએ કરી ઇજાગ્રસ્તો

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સોમવારે રાતે 8:20 કલાકે અમરનાથ યાત્રામાં ગુફાના દર્શન કરી પરત ફરેલી બસ પર આતંકીઓએ હુમલો કર્યો. જેમાં 7 ગુજરાતીઓની મોત થઇ ગઇ, જેમાં પાંચ મહિલાઓ પણ હતી. જો કે આ હુમલા પછી સુરક્ષા વ્યવસ્થા સધન કરવામાં આવી હતી. અને કાશ્મીરના મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ પણ ઇજાગ્રસ્તોની મુલાકાત લઇને આ ઘટનાને વખોડી હતી. ઉલ્લેખનીય છે કે આજથી 17 વર્ષ પહેલા અમરનાથ યાત્રામાં પર હુમલો થયો હતો જે બાદ આજે યાત્રીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. વધુમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ સમગ્ર ઘટનાને રાક્ષસી કૃત્ય કહીને વખોડ્યું છે અને સાથે જ મૃતકોના પરિવારને સાંત્વના આપી છે.

સાઇડ સીનની લાલચ અને ડ્રાઇવરની ભૂલ

સાઇડ સીનની લાલચ અને ડ્રાઇવરની ભૂલ

ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં ટ્રાન્સપોર્ટ એજન્સી અને ડ્રાઇવરની પણ અનેક ભૂલો સામે આવી છે. કારણ કે સડા સાત વાગ્યા પછી કાશ્મીરનો આ હાઇવે બંધ કરી દેવામાં આવે છે. અને વધુમાં આંતકી હુમલા વિષે પહેલા જ જાણકારી આપવામાં આવી હોવાના કારણે અમરનાથ યાત્રીઓની બસને પણ સુરક્ષા આપવામાં આવી હતી. પણ બસ ડ્રાઇવરે સુરક્ષા નિયમોને ના અનુસરતા આ દુખદ ઘટના સર્જાઇ છે તેવું જાણવા મળ્યું છે. વધુમાં ઇજાગ્રસ્તોના નિવેદનમાં પણ જાણવા મળ્યું છે કે તે સાઇટ સીનની લાલચમાં પાછળ છૂટી ગયા હતા. અને જેના કારણે આ ઘટના સર્જાઇ હતી.

મૃતકોના નામ

મૃતકોના નામ

આ ઘટનામાં 5 મહિલાઓ સમેત કુલ 7 ગુજરાતીઓની મોત થઇ છે. જેમના નામ આ મુજબ છે.

  • ચંપાબેન પ્રજાપતિ - ગણદેવી
  • લક્ષ્મીબેન પટેલ - વલસાડ
  • સુરેખાબેન પટેલ - ઉદવાડા
  • નિર્મલા ઠાકુર - દહાણું
  • ઉષાબેન સોનકર- દહાણું
  • હસુમતી પટેલ- દમણ
  • રતિલાલ પટેલ - દમણ
  • ગુજરાતની ગાડી

    ગુજરાતની ગાડી

    ઉલ્લેખનીય છે કે આ બસ પણ ગુજરાત રજિસ્ટ્રેશનની જ છે અને તેની નંબર પ્લેટ પણ ગુજરાતની જ છે. સાથે જ આ ઘટનામાં 32 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી પણ મોટે ભાગના ગુજરાતીઓ જ છે. ઇજાગ્રસ્તોએ મીડીયાને જણાવ્યું કે હુમલાના સમયે તે બસમાં સુઇ રહ્યા હતા અને અચાનક જ બન્ને બાજુઓથી ગોળીઓ અવાજ સંભળાવવા લાગ્યા અને લગભગ પાંચ મિનિટમાં તો આ દુર્ધટના થઇ ગઇ હતી.

    અમિત શાહ

    અમિત શાહ

    ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ સરકાર દ્વારા ઇજાગ્રસ્તો અને મૃતકોને બનતી સહાય આપવામાં આવી રહી છે. અમિત શાહે પણ ત્યાંના કાર્યકરોને યાત્રીઓની મદદ કરવાનું આહ્વાહન કર્યું છે. ઉલ્લેખનીય છે કે 17 વર્ષ પછી આવા આતંકી હુમલો અમરનાથા યાત્રાના યાત્રાળુઓ પર કરવામાં આવ્યો છે. આ પહેલા થયેલા હુમલામાં 30 લોકોના મોત થયા છે.

English summary
7 gujarati killed in Amarnath Yatra terror attack. Read here all about this news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X