For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

રાહુલે કહ્યું મોદી બદલાની રાજનિતિ કરી રહ્યા છે

રાહુલે કહ્યું મોદી બદલાની રાજનિતિ કરી રહ્યા છે

અમેઠીમાં ફૂડ પાર્કની યોજના રદ્દ કરવા મામલે આજે સંસદમાં રાહુલ ગાંધીએ મોદી સરકારનો હવાલો લીધો. તેમણે મોદીને કિસાન વિરોધી સરકાર ગણાવી અને કહ્યું કે મોદી સરકાર આમ તો મોટી મોટી વાતો કરતા હતા કે તે બદલાની રાજનિતિમાં નથી માનતા પણ આ યોજના બંધ કરીને તેમને તે સાબિત કરી દીધું છે.

વિશ્વાસ કહેશે તો પત્નીને સ્વીકારીશ

વિશ્વાસ કહેશે તો પત્નીને સ્વીકારીશ

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા કુમાર વિશ્વાસ સાથે અવૈધ સંબંધની શંકાથી ઘરથી નીકાળેલી પીડિતા અને તેના પતિએ બુધવારે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફર્ન્સ યોજી. જેમાં મહિલાના પતિએ કહ્યું કે જ્યાં સુધી કુમાર વિશ્વાસ પ્રેસ કોન્ફર્ન્સ બોલીવી બધાની સામે આ સંબંધોનું ખંડન નથી કરતા ત્યાં સુધી તે તેની પત્નીને નહીં સ્વીકારે.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આજે રશિયા જશે

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આજે રશિયા જશે

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આજે પાંચ દિવસની રાજકીય યાત્રા હેઠળ રશિયા જશે. રાષ્ટ્રપતિ તરીકે પ્રવણની આ પહેલી અધિકૃત યાત્રા છે. જેમાં તે રુસના વિજય દિવસમાં ભાગ લેશે અને "નમસ્તે રશિયા" કરીને એક સાંસ્કૃતિ કાર્યક્રમનું ઉદ્ધાટન પણ કરશે. વધુમાં તે રશિયન પ્રમુખ પુટિન સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.

સોનિયા પણ કહ્યું ગાંધીના હત્યારાઓને સરકાર પોષી રહી છે

સોનિયા પણ કહ્યું ગાંધીના હત્યારાઓને સરકાર પોષી રહી છે

તો બીજી તરફ પોતાના પુત્રના બચાવમાં ઉતરેલા સોનિયા ગાંધીએ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે ગાંધીના હત્યારાઓને આ સરકાર પોષી રહી છે. આજે દિલ્હી ખાતે, ક્રોંગ્રેસની સંસદીય દળની બેઠકમાં ક્રોંગ્રેસ અધ્યક્ષાએ આ આરોપ મોદી સરકાર પર લગાવ્યો હતો.

માનહાની મામલે રાહુલને સુપ્રિમ કોર્ટની રાહત

માનહાની મામલે રાહુલને સુપ્રિમ કોર્ટની રાહત

ક્રોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને સંધ પર નિવેદન આપવા મામલે આજે સુપ્રિમ કોર્ટ તરફથી રાહત મળી છે. કોર્ટે નીચલી અદાલત પર રોક લગાવતા રાહુલને શુક્રવારે મહારાષ્ટ્ર કોર્ટમાં હાજર નહીં રહેવું પડે.

ફટાકડાની ફેક્ટરીમાં આગ 11ની મોત

ફટાકડાની ફેક્ટરીમાં આગ 11ની મોત

પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં એક ફટાકડાની ફેક્ટરીમાં ગત રાતે થયેલા ભયાનક વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 11 લોકોની મોત થઇ છે અને 3 લોકો ગંભીર રીતે ધાયલ થાય છે.

ચીને કહ્યું મોદીની વિદેશયાત્રા બન્ને દેશો માટે છે "સોનારે તક"

ચીનના વિદેશ પ્રધાન હુઆ ચુનયેંગે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીનની વિદેશી યાત્રાને આવકારતા કહ્યું છે કે આ યાત્રા બન્ને દેશો માટે સોનારી તક સમાન છે. ચીન ભારત સાથે મળીને કામ કરવા તૈયાર છે. અને અમે સંયુક્ત રીતે વિકાસ અને સંભાવના બનાવીને બન્ને દેશોનો સહિયારો ફાયદા કરવા ઇચ્છીએ છીએ.

કર્ણાટકના બે ભૂતપૂર્વ મુખ્યમંત્રી

કર્ણાટકના બે ભૂતપૂર્વ મુખ્યમંત્રી

ભાજપના વી.એસ. યેદ્દુરૂપ્પા અને જનતા દળ સેક્યુલરના નેતા એચ.ડી. કુમારસ્વામી પર લોકઆયુક્તે પોલિસમાં એફઆઇઆર નોંધાવી છે. બન્ને પર એક જમીનના નોટિફિકેશનને રદ્દ કરવાનો આરોપ છે. વધુમાં યેદ્દુરુપ્પા પર કુમારસ્વામીનો ફાયદો કરવાનો પણ આરોપ છે.

લખનઉમાં ડોક્ટના કિડનેપર પકડાયા

લખનઉમાં ડોક્ટના કિડનેપર પકડાયા

બિહારના એક ડૉક્ટર દંપતીને કેડનેપ કરનારા કિડનેપરોને બુધવારે, લખનઉના ગોમતી નગરમાંથી પોલિસે પકડી પાડ્યા.

શ્રીનગરમાં સરકારી કર્મચારીઓએ કર્યું વિરોધ પ્રદર્શન

શ્રીનગરમાં સરકારી કર્મચારીઓએ કર્યું વિરોધ પ્રદર્શન

પબ્લિક હેલ્થ એન્જીનિયરીંગ વિભાગના કર્મચારીઓ તેમની નિયમિત કરવા અને વળતર વધારવા જેવી વિવિધ માંગો સાથે વિરોધ પ્રદર્શન કર્યું. ત્યારે ભીડ ઉગ્ર બનતા પોલિસે તેમની પર વોટર કેનન અને ટીયરગેસના સેલ છોડ્યા.

આજે આસામ બંધ

આજે આસામ બંધ

કેન્દ્ર સરકાર દ્વારા બાંગ્લાદેશ સાથે કરાયેલ જમીન સોદાના વિરુદ્ધમાં આજે 10 કલાક માટે આસામ બંધને સચોટ રીતે પાળવામાં આવ્યો. જો કે આ દરમિયાન કેટલીક જગ્યાએ ટાયર બાળી વિરોધ પ્રદર્શન કર્યું.

ભૂતપૂર્વ વડાપ્રધાન વી.પી. સિંહના પેન્ટીંગ

ભૂતપૂર્વ વડાપ્રધાન વી.પી. સિંહના પેન્ટીંગ

બુધવારે, નવી દિલ્હીમાં ભૂતપૂર્વ વડાપ્રધાન વી.પી.સિંહદ્વારા બનાયેલા ચિત્રોનું પ્રદર્શન રાખવામાં આવ્યું. આ પ્રદર્શન વી.પી.સિંહના પુત્ર અજેય સિંહ દ્વારા રાખવામાં આવ્યું હતું. જેનું ઉદ્ધાટન નાણાંપ્રધાન અરુણ જેટલી અને જમ્મુ કાશ્મીરના મુખ્ય મંત્રી મુફ્તી મોહમ્મદ સૈયદે કર્યું.

હું બધાનું ધ્યાન રાખું છું પણ મારું કોણ?

હું બધાનું ધ્યાન રાખું છું પણ મારું કોણ?

નવી દિલ્હીમાં એક મેડિકલ ચેક અપ કેમ્પમાં લાઇનબંધ ઉભેલા ટ્રાફિલ પોલિસ કોન્સ્ટેબલ. શ્વસન સમસ્યાઓને લગતા આ કેમ્પમાં ચેકઅપ માટે આ અધિકારીઓ આવ્યા હતા. નોંધનીય છે કે દર વર્ષે ભારતના છ લાખથી પણ વધુ લોકો હવાના પ્રદૂષણના લીધે મોતને ભેટે છે.

દિલ્હીમાં રાજસ્થાની ભાષા મંચનું પ્રદર્શન

દિલ્હીમાં રાજસ્થાની ભાષા મંચનું પ્રદર્શન

બુધવારે, દિલ્હીના જંતર મંતર ખાતે રાજસ્થાની ભાષા મંચ દ્વારા વિરોધ પ્રદર્શન નીકાળવામાં આવ્યું. જેમાં રાજસ્થાની ભાષાને અધિકૃત માન્યતા મળે તેવી માંગણી કરવામાં આવી.

કપિલ દેવે રાષ્ટ્રિય રાહત કોષ માટે 51 લાખનો ચેક આપ્યો.

કપિલ દેવે રાષ્ટ્રિય રાહત કોષ માટે 51 લાખનો ચેક આપ્યો.

બુધવારે, દિલ્હી ખાતે પ્રસિદ્ધ ક્રિકેટર અને ખુશી નામની માનવતાવાદી સંસ્થાના ચેરમેન કપિલ દેવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રિય રાહત કોષ માટે 51 લાખનો ચેક આપ્યો.

વિદ્યાર્થીનીઓને મળ્યું ખુશીઓનું આકાશ

વિદ્યાર્થીનીઓને મળ્યું ખુશીઓનું આકાશ

બુધવારે, ગુડગાંવમાં હરિયાણા બોર્ડ ક્લાસ 10 અને 12નું રિઝલ્ટ જાહેર થતા પાસ થનાર વિદ્યાર્થીઓની ખુશીનો પાર ના રહ્યો. અને તેમણે તેમની ખુશી કંઇક આ રીતે રજૂ કરી, જાણે કે તેમને તેમની ખુશીઓનું આકાશ મળી ગયું હોય.

જમ્મુમાં સબ જૂનિયર હોકી ચેમ્પિયન

જમ્મુમાં સબ જૂનિયર હોકી ચેમ્પિયન

બુધવારે, જમ્મુમાં પાંચમી ભારતીય હોકી સબ જૂનિયર મેન નેશનલ ચેમ્પિયનનું આયોજન કરવામાં આવ્યું .જેને ચીયર કરવા પરંપરાગત પોશાક પહેરી વિદ્યાર્થીઓએ ડાન્સ કર્યો.

OMG! ધોનીએ મારી જોડે સેલ્ફી પડાવ્યો

OMG! ધોનીએ મારી જોડે સેલ્ફી પડાવ્યો

કંઇક આવી જ ખુશી આ છોકરીએ બુધવારે અનુભવી. જેણે ચેન્નઇમાં પ્રેકટિસ કરતા ચેન્નઇ સુપર કિંગના સ્કીપર મહેન્દ્ર સિંહ ધોની જોડે સેલ્ફી પડાવાનો મોકો મળ્યો.

પશ્ચિમ બંગાળની કોલસા ખાણમાં 45 ખાણમજૂરોને બચાવાયા

પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં આવેલી કોલસા ખાણમાં 45 ખાણિયાઓ ફસાતા તંત્ર સાબદુ કરાયું છે. હાલ તો ફસાયેલા ખાણિયાઓને ફૂડ પેકેટ મોકલવામાં આવ્યા છે.જો કે હાલ મળતી માહિતી મુજબ તેમને તમામ ખાણિયાઓને બહાર નીકાળી દેવામાં આવ્યા છે.

જીતની ખુશી

જીતની ખુશી

તમિલનાડુમાં હાયર સેકન્ડ્રી પરીક્ષાનું રિઝલ્ટ આજે જાહેર થયું. જેમાં કોઇબતૂરની એલ.બી.નિવેદિતા હાયર સેકન્ડ્રી પરીક્ષામાં પ્રથમ આવતા તેના પરિવારે તેને ખુશીથી ઉંચકી લીધી હતી.

સચિન તેંડુલકર બન્યા મિકેનિક

સચિન તેંડુલકર બન્યા મિકેનિક

આજે, ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે ચેન્નઇના મહિન્દ્રા વર્લ્ડ સીટીમાં આવેલ બીએમડબલ્યૂ યુનિટની મુલાકાત લીધી. અહીં તે કાર અને પ્લાન્ટના પ્રમોશન માટે આવ્યા હતા. વધુમાં અહીં તેમણે BMW 5 સિરીઝ કારના એન્જિંનને અસેમ્બલ પણ કર્યું.

English summary
7 May: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X