For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7મો પગારપંચ: જાણો કોની સેલરી કેટલી થઇ, શું છે ગણિત?

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય કર્મચારીઓ માટે આજે એક સારા સમાચાર આવ્યા છે. મોદી કેબિનેટે સાતમાં પગારપંચને મંજૂરી આપી દીધી છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેઠલી 7માં પગાર પંચના આયોગની ભલામણોને સ્વીકારવામાં આવી છે. કેદ્રિય કેબિનેટની બેઠકમાં પગામાં 23 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ નવા પગાર મુજબ સેલેરી 1 જાન્યુઆરી 2016થી મળશે. અને સાથે જ તમામ કેન્દ્રિય કર્મચારીઓને 6 મહિનાનું એરિયસ પણ મળશે.

money

આ પગારપંચને મંજૂરી મળતા કેન્દ્રિય કર્મચારીના પગારમાં 18થી 30 ટકાનો વધારો થશે તેવી આશા સેવાય છે. એટલું જ નહીં ન્યૂયતમ પગાર 18 હજાર થઇ જશે. અને ન્યૂનતમ માસિક સેલરી 23500 રૂપિયા તથા અધિક્તમ સેલરી 325000 રૂપિયા થશે.

આ નિર્ણય મુજબ સરકારે પગાર ભથ્થામાં અને પેન્સનમાં લગભગ 23.5 ટકાનો વધારો કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓને પેમૈટ્રિક્સ હેઠળ સેલરીમાં 2.9થી 3.2 સુધીનો વધારો મળશે. પહેલા પેમૈટ્રિક્સ મુજબ 2.57 થી 2.72 ટકા સુધીને બેસિઝ સેલેરી વધારવાનો પ્રસ્તાવ હતો. જો કે સરકારના આ પગલાથી સરકાર પર 1 લાખ કરોડ ખર્ચ વધશે. નોંધનીય છે કે જાન્યુઆરીમાં સરકારના કેબિનેટ સચિવ પીકે સિંહાની અધ્યક્ષતામાં સાતમાં પગાર પંચની ભલામણો માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિ બની હતી.

English summary
The Union Cabinet on Wednesday cleared the report of the Committee of Secretaries headed by Cabinet Secretary P K Sinha on the recommendations of the Seventh Pay Commission.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X