For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિધાનસભામાં AAPનો ડેમો, શું EVM મશીન સાથે થઇ હતી છેડછાડ?

દિલ્હી વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન એન્જિનિયર અને ગ્રેટર કૈલાશથી સાંસદ બનેલ સૌરભ ભારદ્વાજે ઇવીએમ જેવી મશીનનો ડેમો દેખાડ્યો હતો.

|
Google Oneindia Gujarati News

પાંચ રાજ્યો માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણી માં તથા દિલ્હી એમસીડી ચૂંટણીમાં ઇવીએમ (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)માં ગડબડ થઇ હોવાની અનેક વાતો સામે આવી હતી. આ વિવાદ હજુ શમ્યો નથી. મંગળવારે દિલ્હી વિધાનસભા નું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું, જેથી ઇવીએમ સાથે છેડછાડ થઇ હોવાની વાત સાબિત કરી શકાય.

અલકા લાંબાએ ઉંચક્યો મુદ્દો

અલકા લાંબાએ ઉંચક્યો મુદ્દો

આપ પાર્ટીના સાંસદ અલકા લાંબાએ વિધાનસભામાં ઇવીએમનો મુદ્દો ઊંચક્યો હતો. લાંબાએ કહ્યું કે, ચૂંટણી પંચને જ્યારે તેમણે સવાલ કર્યો તો તેમને જવાબ મળ્યો કે એમસીડી ચૂંટણીમાં આ માટે તેઓ જવાબદાર નથી. લાંબાએ સવાલ કર્યો કે, એમસીડીમાં વીવીપેટ મશીનોનો ઉપયોગ શા માટે કરવામાં ન આવ્યો? જનરેશન 3ના મશીનો ઉપલબ્ધ હોવા છતાં બૂથ પર જનરેશન 1ના મશીનો શા માટે લગાડવામાં આવ્યા હતા?

શરૂ થયો ડેમો

શરૂ થયો ડેમો

ત્યાર બાદ સાંસદ સૌરભ ભારદ્વાજે ઇવીએમ સાથેની છેડછાડ અંગે ડેમો આપવાનું શરૂ કર્યું. સૌરભે ઇવીએમ જેવા એક મશીન પર મત આપી ત્યાર બાદ થતી ગડબડ અંગે ખુલાસો આપવાનું શરૂ કર્યું. સૌરભે સદનમાં આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી અને સમાજવાદી પાર્ટીને ડેમોના ભાગરૂપે મત આપ્યો. ઉલ્લેખનીય છે કે, સૌરભ ભારદ્વાજ પોતે એક એન્જિનિયર છે.

ગુપ્ત કોડ

ગુપ્ત કોડ

ત્યાર બાદ સૌરભે જણાવ્યું કે, ઇવીએમમાં વોટિંગ દરમિયાન અલગ-અલગ કોડ દ્વારા કઇ રીતે ગડબડ કરી શકાય છે. તેમણે જણાવ્યું કે, કોઇ પણ સમાન્ય મતદાર મત આપતી વખતે મશીન સાથે છેડછાડ કરી શકે છે. ઇવીએમ જેવા જે મશીન પર સૌરભ આ ડેમો આપી રહ્યાં હતા, તેમાં આપ પાર્ટીનો ગુપ્ત કોડ હતો 123412, બસપાનો ગુપ્ત કોડ હતો 123413, ભાજપનો 123414, કોંગ્રેસનો 123415 અને સપાનો 123416.

શું આવ્યું પરિણામ?

શું આવ્યું પરિણામ?

ડેમો દરમિયાન સૌરભે જણાવ્યું કે, કોઇ પણ સામાન્ય મતદાર પોતાને મનપસંદ પાર્ટીને મત આપ્યા બાદ તે પાર્ટીનો ગુપ્ત કોડ દબાવે તો ત્યાર બાદના તમામ મત એ જ પાર્ટીને મળે છે. આ સંપૂર્ણ ડેમો દરમિયાન સૌરભે આપ પાર્ટીને 10, બસપાને 2, ભાજપને 3, કોંગ્રેસને 2 અને સપાને 2 મત આપ્યા હતા. પરંતુ જ્યારે ઇવીએમનું પરિણામ કાઢવામાં આવ્યું તો એમાં આપ પાર્ટીને 2, બસપાને 2, ભાજપને 11, કોંગ્રેસને 2 અને સપાને 2 મત મળ્યા હતા.

માત્ર 3 કલાક આપો, દરેક બૂથ પર વિજય મેળવીશું

માત્ર 3 કલાક આપો, દરેક બૂથ પર વિજય મેળવીશું

આ ડેમો બાદ સૌરભે કહ્યું કે, જો તેમને 3 કલાક આપવામાં આવે તો તેઓ સમગ્ર ગુજરાતમાં ટેપરિંગ કરી, ભાજપને એક પણ બૂથ જીતવા નહીં દે. તેમણે દાવો કર્યો કે, ઇવીએમ મશીનમાં મધરબોર્ડ બદલવામાં મોડું થાય છે અને પછી બધું જ એક ચોક્કસ પક્ષની ઇચ્છા પ્રમાણે જ થાય છે. મધરબોર્ડ બદલવા માટે માત્ર 90 સેકન્ડની જરૂર હોય છે.

અમારી ડિગ્રી સાચી છે

અમારી ડિગ્રી સાચી છે

આ દરમિયાન સૌરભે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વ્યંગ કરતાં કહ્યું કે, અમારી પાસે સાચી ડિગ્રી છે. તેમણે કહ્યું કે, 'દુનિયામાં એવું કોઇ મશીન નથી, જેને હેક ન કરી શકાય. આ ભ્રષ્ટાચારીઓ સામે લડવા માટે એન્જિનિયરિંગ છોડ્યું હતું અને આજે ફરીથી એમની સામે લડવા માટે જ એન્જિનિયરિંગ પર કામ કર્યું.' આ ડેમો બાદ આખા સદને ટેબલ પર હાથ ઠપકારી તેમને પ્રોત્સાહન આપ્યું હતું.

વિજેન્દ્ર ગુપ્તાને બહાર કાઢવામાં આવ્યા

વિજેન્દ્ર ગુપ્તાને બહાર કાઢવામાં આવ્યા

જો કે, આ પહેલાં સદનની કાર્યવાહી શરૂ થયા પછી તુરંત જ ભારતીય જનતા પાર્ટીના સાંસદ વિજેન્દ્ર ગુપ્તાએ કથિત જમીન ગોટાળાનો મામલો ઊંચક્યો હતો, પરંતુ સ્પીકર રામનિવાસ ગોયલે આની અનુમતિ નહોતી આપી. અનુમતિ ન મળતાં સાંસદે સદનમાં જ હોબાળો કર્યો હતો, આથી સ્પીકરે માર્શલ બોલાવી તેમને સદનમાંથી બાહર કાઢ્યા હતા.

{promotion-urls}

English summary
aam aadmi party mla saurabh bhardwaj shows demo of evm tampering in delhi assembly session.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X