કેજરીવાલના થપ્પડની કિંમત 85 લાખ રૂપિયા!

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 એપ્રિલ: અરવિંદ કેજરીવલા પર હુમલો એક રીતે ખુશખબરી લઇને આવે છે. જ્યારે-જ્યારે તેમના પર હુમલા થયા, દાન આપનાર મહેરબાન થઇ જાય છે! અરવિંદ કેજરીવાલ પર અત્યાર સુધી ચારથી પાંચ વાર હુમલા થયા બાદ પાર્ટીને મળનાર દાનમાં જોરદાર વધારો થયો છે. મંગળવારે અરવિંદ કેજરીવાલ પર હુમલો થયા બાદ પાર્ટી ફંડમાં 29 લાખ રૂપિયાના મુકાબલે 85 લાખ રૂપિયા આવ્યા છે.

આ વધારા છતાં આમ આદમી પાર્ટીને ડિસેમ્બર 2012 થી અત્યાર સુધી 111 દેશોમાંથી 86,649 લોકોએ ફક્ત 24.53 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. તેના મુકાબલે પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં 100 કરોડ રૂપિયા દાન એકઠું કરવાનો ટાર્ગેટ સેટ કર્યો હતો.

ગત બે મહિના દરમિયાન કેજરીવાલ પર ચૂંટણી કેમ્પેન દરમિયાન દેશભરમાં સ્યાહી, ઈંડા, મુક્કા અને થપ્પડથી હુમલા થયા છે. 28 માર્ચના રોજ કેજરીવાલને હરિયાણાના રોહતકમાં ગરદન પર હુમલો કરવામાં આવ્યો હતો. આ દિવસે પાર્ટીને 39 લાખના મુકાબલે 42 લાખ રૂપિયા દાન મળ્યું. આ પ્રકારે સાઉથ દિલ્હીના દક્ષિણપુરીમાં ચાર એપ્રિલના રોજ અરવિંદ કેજરીવાલને મુક્કા અને થપ્પડ મારવામાં આવ્યા. તે દિવસે 35.13 લાખ રૂપિયાના મુકાબલે આમ આદમી પાર્ટીને ઓનલાઇન 1.35 કરોડ રૂપિયાનું દાન મળ્યું. બનારસમાં 25 માર્ચના રોજ જ્યારે અરવિંદ કેજરીવાલ પર ઇંડા અને સ્યાહી ફેંકવામાં આવી, તે દિવસે 19 લાખ રૂપિયાથી વધીને પાર્ટીને 48 લાખ રૂપિયાનું દાન મળ્યું.

મંગળવારે નારાજ રિક્શા ડ્રાઇવર દ્વારા કેજરીવાલને થપ્પડ માર્યા બાદ પાર્ટીને મળનાર દાનની રકમમાં સારો વધારો થયો છે. પાર્ટી નેતાઓનું પણ કહેવું છે કે અરવિંદ કેજરીવાલ પર થયેલા હુમલા દિવસે પાર્ટીની વેબસાઇટ પર ટ્રાફિકમાં ભારે વધારો થયો. હુમલા બાદ દાનમાં વધારાનો ટ્રેંડ એક દિવસ અપવાદ રહ્યો જ્યારે અરવિંદ કેજરીવાલ પર અમદાવાદમાં હુમલો થયો. તે દિવસે ડોનેશન 16.46 લાખ રૂપિયાથી ઘટીને 13 લાખ થઇ ગયું.

ઓછા દાનથી પાર્ટીના ચહેરા પર ચિંતાની લકીર સ્પષ્ટ દેખાય છે. રસપ્રદ વિરોધાભાસ છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 20 કરોડ દાન મળ્યા બાદ પાર્ટીએ કહેવું પડ્યું હતું કે હવે લોકો દાન ન આપે. પરંતુ લોકસભામાં મળનાર દાનની ગતિ ધીમી છે અને ટાર્ગેટ ઘણા દૂર છે.

100 કરોડનો ટાર્ગેટ

100 કરોડનો ટાર્ગેટ

આમ આદમી પાર્ટીને ડિસેમ્બર 2012 થી અત્યાર સુધી 111 દેશોમાંથી 86,649 લોકોએ ફક્ત 24.53 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. તેના મુકાબલે પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં 100 કરોડ રૂપિયા દાન એકઠું કરવાનો ટાર્ગેટ સેટ કર્યો હતો.

રોહતકમાં હુમલો

રોહતકમાં હુમલો

28 માર્ચના રોજ કેજરીવાલને હરિયાણાના રોહતકમાં ગરદન પર હુમલો કરવામાં આવ્યો હતો. આ દિવસે પાર્ટીને 39 લાખના મુકાબલે 42 લાખ રૂપિયા દાન મળ્યું.

દક્ષિણપુરીમાં હુમલો

દક્ષિણપુરીમાં હુમલો

આ પ્રકારે સાઉથ દિલ્હીના દક્ષિણપુરીમાં ચાર એપ્રિલના રોજ અરવિંદ કેજરીવાલને મુક્કા અને થપ્પડ મારવામાં આવ્યા. તે દિવસે 35.13 લાખ રૂપિયાના મુકાબલે આમ આદમી પાર્ટીને ઓનલાઇન 1.35 કરોડ રૂપિયાનું દાન મળ્યું.

બનારસમાં હુમલો

બનારસમાં હુમલો

બનારસમાં 25 માર્ચના રોજ જ્યારે અરવિંદ કેજરીવાલ પર ઇંડા અને સ્યાહી ફેંકવામાં આવી, તે દિવસે 19 લાખ રૂપિયાથી વધીને પાર્ટીને 48 લાખ રૂપિયાનું દાન મળ્યું.

દિલ્હીમાં હુમલો

દિલ્હીમાં હુમલો

મંગળવારે નારાજ રિક્શા ડ્રાઇવર દ્વારા કેજરીવાલને થપ્પડ માર્યા બાદ પાર્ટીને મળનાર દાનની રકમમાં સારો વધારો થયો છે. પાર્ટી નેતાઓનું પણ કહેવું છે કે અરવિંદ કેજરીવાલ પર થયેલા હુમલા દિવસે પાર્ટીની વેબસાઇટ પર ટ્રાફિકમાં ભારે વધારો થયો.

English summary
Aam Aadmi Party chief Arvind Kejriwal who is pitted against BJP's heavy weight Narendra Modi, has faced innumerable attacks while campaigning for the ongoing general elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X