For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ABVPનો વિરોધ કરતાં શહીદની દિકરીને મળી બળાત્કારની ધમકી

ડીયૂની વિદ્યાર્થીનીએ કહ્યું કે, પથ્થર ઉમર ખાલિદ પર નહોતા ફેંકવામાં આવ્યા. એ ઘટના ઘટી ત્યારે એ લોકો ત્યાં હોજર નહોતા. પથ્થર એ વિદ્યાર્થીઓ પર ફેંકવામાં આવ્યા હતા, જે ત્યાં હાજર હતા.

By Shachi
|
Google Oneindia Gujarati News

એબીવીપી અને વામપંથી વિદ્યાર્થી સંગઠનો વચ્ચે થયેલી ઝપાઝપીને કારણે ચર્ચાનું કેન્દ્ર બનેલી દિલ્હી યુનિવર્સિટી ની વિદ્યાર્થીની ગુરમેહર કૌરનો સોશિયલ મીડિયા પર બળાત્કાર ની ધમકી મળી રહી છે.

સોશિયલ મીડિયા પર મળી રહી છે ધમકીઓ

સોશિયલ મીડિયા પર મળી રહી છે ધમકીઓ

ગુરમેહર કૌરે કહ્યું કે, "હું મારા દેશને પ્રેમ કરું છું અને મારી સાથે ભણતા સહપાઠીઓને પણ પ્રેમ કરું છું. હું વાણી સ્વાતંત્ર્યનું સમર્થન કરું છું. એબીવીપી હોય કે કોઇ અન્ય વિદ્યાર્થી સંગઠન, કોઇને પણ કાયદો પોતાના હાથમાં લેવાની છૂટ નથી." ઉલ્લેખનીય છે કે દિલ્હી યુનિવર્સિટીના રામજસ કોલેજમાં થયેલી ઝપાઝપીનો વિરોધ કરવા બદલ ગુરમેહરને બળાત્કારની ધમકી મળી છે. ગુરમેહરે એબીવીપીનો વિરોધ કર્યો હતો, જે બાદ તેને સતત ધમકીઓ મળી રહી છે.

દેશ માટે જીવ આપવા તૈયાર

દેશ માટે જીવ આપવા તૈયાર

"પથ્થર ઉમર ખાલિદ પર નહોતા ફેંકવામાં આવ્યા. એ ઘટના ઘટી ત્યારે તે ત્યાં હોજર નહોતા. પથ્થર એ વિદ્યાર્થીઓ પર ફેંકવામાં આવ્યા હતા, જે ત્યાં હાજર હતા. હું બિલકુલ ડરવાની નથી કે ન તો હું કોઇના દબાણમાં આવીશ. મારા પિતાએ દેશ માટે પોતાનો જીવ આપ્યો અને હું પણ દેશ માટે પોતાનો જીવ આપી શકું છું. મને કોઇનો ડર નથી." ગુરમેહરના પિતા કેપ્ટન મંદીપ સિંહ કારગિલ વોરમાં શહીદ થયા હતા.

રાહુલ નામના એક છોકરાએ આપી બળાત્કારની ધમકી

રાહુલ નામના એક છોકરાએ આપી બળાત્કારની ધમકી

"મને સોશિયલ મીડિયા પર સતત ધમકીઓ મળી રહી છે. મારી તસવીર પર લોકો મને ધમકી આપી રહ્યાં છે અને મને દેશદ્રોહી તરીકે સંબોધવામાં આવી રહી છે. લોકો જ્યારે તમને હિંસા અને બળાત્કારની ધમકી આપે તે ઘણું જ ભયાવહ છે. રાહુલ નામના એક છોકરાએ મારી તસવીર પર ટિપ્પણી કરતાં મને બળાત્કારની ધમકી આપી હતી અને સાથે જ એ પણ લખ્યું હતું કે તે કઇ રીતે બળાત્કાર કરશે."

ફેસબૂક પોસ્ટ

ફેસબૂક પોસ્ટ

ફેસબૂક પર ગુમેહરે પોસ્ટકાર્ડ સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી. જેની પર લખ્યું હતું, 'હું દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થીની છું. હું એબીવીપીથી નથી ડરતી. હું એકલી નથી. દેશનો દરેક વિદ્યાર્થી મારી સાથે છે. #StudentsAgainstABVP.' આ પોસ્ટ પર તેને ઘણા અપશબ્દો સાંભળવાની વારો આવ્યો હતો.

એબીવીપીનો વિરોધ

એબીવીપીનો વિરોધ

ગુરમેહરે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં આ વાતો કહી હતી. સાથે જ તેણે એબીવીપીની વિરોધ પ્રદર્શન પર સવાલ કર્યો હતો. એબીવીપી એ દિલ્હી યૂનિવર્સિટીના રામજસ કોલેજમાં થઇ રહેલા સેમિનારમાં જેએનયૂના વિદ્યાર્થી ઉમર ખાલિદને બોલાવવાનો વિરોધ કર્યો હતો.

અહીં જુઓ

અહીં જુઓ

દિલ્હી પોલીસે વિદ્યાર્થીનીઓની કરી પિટાઇ, વાયરલ થયો વીડિયોદિલ્હી પોલીસે વિદ્યાર્થીનીઓની કરી પિટાઇ, વાયરલ થયો વીડિયો

English summary
ABVP or any other student organization can not take law in hands says Gurmehar Kaur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X