For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તો કેજરીવાલે માની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ..

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 માર્ચ: આપ વિચારી રહ્યા હશો કે અમે શું બકવાસ કરી રહ્યા છીએ તો સાંભળો આ કોઇ બકવાસ નથી પરંતુ સમાચાર છે, દિલ્હીના નવા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ડાયાબિટીઝ છે અને તેઓ પોતાની ખાંસીથી આખો દિવસ પરેશાન રહે છે. એટલા માટે હવે તેઓ હાલમાં આ બંને બિમારીનો ઇલાજ કરાવવા માટે આજે બેંગલુરુ આવી રહ્યા છે, જ્યાં તેઓ 10 દિવસ સુધી પ્રાકૃતિક ચિકિત્સાનો સહારો લેશે.

આ અંગેની જાણકારી તેમના અધિકારીએ જ મીડિયાને આપી. અધિકારીએ જણાવ્યું કે 'કેજરીવાલજીની ડાયાબિટસ 300 થઇ ગયું છે. એટલા માટે પ્રાકૃતિક ચિકિત્સા ઉપચાર કરાવવાનો નિર્ણય લીધો છે. તેઓ બુધવારે બેંગલોર માટે રવાના થશે. તેમની સારવાર બીજા દિવસથી શરૂ થશે.'

modi
આપને જણાવી દઇએ કે દિલ્હીના કમિશ્નર બસ્સીના એટ-હોમ કાર્યક્રમમાં જ્યારે કેજરીવાલ ખૂબ જ ખાંસી ખાઇ રહ્યા હતા ત્યારે તેમની બાજુમાં બેસેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને બેંગલુરુના ડોક્ટર નગેન્દ્રનો નંબર આપ્યો હતો અને જણાવ્યું હતું કે આપ તેમની પાસે સારવાર કરાવો, ચોક્કસપણે આપ ઠીક થઇ જશો.

મોદીએ આપી હતી બેંગલુરુ જવાની સલાહ
ફિલહાલ તો કેજરીવાલે મોદીની સલાહ માનતા બેંગલુરુ માટે રવાના થઇ ગયા છે પરંતુ ડો. નગેન્દ્ર પાસે નહીં પરંતુ પ્રાકૃતિક સારવારનો રસ્તો અપનાવશે. એટલા માટે અમે કહી રહ્યા છીએ કે કેજરીવાલે માની વડાપ્રધાન મોદીની સલાહ પરંતુ થોડી થોડી...

કેજરીવાલની ગેરહાજરીમાં સિસોદિયા સંભાળશે દિલ્હી
આપને જણાવી દઇએ કે કેજરીવાલની ગેરહાજરીમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા મુખ્યમંત્રીના રૂપે કામકાજ સંભાળશે. ગયા મહીને જ દિલ્હીના બીજી વખત મુખ્યમંત્રી બનેલા કેજરીવાલને લાંબા સમયથી ડાયાબિટિસની બીમારી છે.

English summary
Delhi Chief Minister Arvind Kejriwal will leave for Bengaluru later this week to undergo naturopathy treatment for 10 days as he continues to suffer from high sugar level and chronic cough.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X