For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બુલેટ ટ્રેનથી અમદાવાદ-મુંબઇની ટિકિટ 75 હજાર રૂપિયા: કેજરીવાલ

|
Google Oneindia Gujarati News

bullet
નવી દિલ્હી, 20 જુલાઇ: દેશમાં એક તરફ જ્યાં ભવિષ્યમાં આવનારી બુલેટ ટ્રેનને લઇને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે એક મોટો ચોંકાવનારું નિવેદન આપ્યું છે. કેજરીવાલે જણાવ્યું કે બુલેટ ટ્રેનથી અમદાવાદથી મુંબઇ સુધીની યાત્રા કરવામાં પ્રત્યેક વ્યક્તિએ 75 હજાર રૂપિયા ભાડું આપવું પડશે.

અરવિંદ કેજરીવાલના આ નિવેદનનો વીડિયો ઇંટરનેટ પર વાયરલ થઇ ગયો છે. ત્યારબાદથી પ્રતિક્રિયાઓનો દૌર શરૂ થઇ ગયો છે. વીડિયોમાં જોઇએ તો અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે અમદાવાદથી મુંબઇ જવા માટે જો કોઇ વ્યક્તિ હવાઇ મથકની ટિકિટ ખરીદે છે તો તેને 4 હજાર રૂપિયા આપવાના થાય છે અને માત્ર 2 કલાકમાં મુસાફરી પુરી કરી લે છે.

ઉલ્લેખનીય છે કે 8 જુલાઇના રોજ મોદી સરકારનું પહેલું રેલવે બજેટ રજુ કરતા રેલ મંત્રી સદાનંદ ગૌડાએ બુલેટ ટ્રેન ચલાવવાની દેશવાસીઓની ઇચ્છાને પૂરી કરવાનું વચન આપ્યું હતું, અને જણાવ્યું હતું કે ટૂંક સમયમાં મુંબઇ-અમદાવાદ માર્ગ પર પહેલી બુલેટ ટ્રેન ચલાવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રત્યેક ભારતીયની એ ઇચ્છા અને સપનું છે કે ભારતમાં પણ બુલેટ ટ્રેન દોડે. આ ઉપરાંત જે નવ ક્ષેત્રોમાં સેમી હાઇસ્પીડ ટ્રેન દોડાવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો, તે દિલ્હી-આગરા, દિલ્હી-ચંદીગઢ, દિલ્હી-કાનપુર, નાગપુર-બિલાસપુર, મૈસૂર-બેંગલૂર-ચેન્નઇ, મુંબઇ-ગોવા, મુંબઇ-અમદાવાદ, ચેન્નઇ-હૈદરાબાદ અને નાગપુર-સિકંદરાબાદ.

જુવો અરવિંદ કેજરીવાલનું ગજબનું ગણિત અને ચોંકવાનારું નિવેદન વીડિયોમાં...

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/pnhir9m_IKU" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
The former Delhi chief minister and AAP founder Arvind Kejriwal on Sunday came up with a bizarre calculation about bullet train fares.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X