For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલા બોક્સર સરિતા દેવી કોચને એઆઇબીએ કર્યા સસ્પેંડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 ઓક્ટોબર: ઑલ ઇન્ડિયા બોક્સિંગ એસોસિએશન (એઆઇબીએ)ને પોડિયમ પર વિરોધ વ્યક્ત કરવા માટે એશિયાઇ રમતો કાંસ્ય પદક વિજેતા મુક્કેબાજ સરિતા દેવીએ હંગામી ધોરણે સસ્પેંડ કરવામાં આવ્યા છે. સાથે જ સરિતા દેવીના કોચ જીએસ સંઘુને પણ સસ્પેંડ કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એશિયન ગેમ્સ દરમિયાન સરિતા દેવીએ પોતાના મુકાબલામાં પક્ષપાતનો આરોપ લગાવતાં મેડલ લેવાની મનાઇ કરી દિધી હતી. એશિયન ગેમ્સ દરમિયાન મહિલા બોક્સિંગની સેમીફાઇનલમાં વિવાદાસ્પદ મુકાબલો હારવાથી નિરાશ ભારતીય બોક્સર સરિતા દેવીએ અધિકારીઓ અને દર્શકોને તે સમયે સ્તબ્ધ કરી દિધા હતા જ્યારે તેમણે કાંસ્ય પદક સ્વિકાર કરવાની મનાઇ કરી દિધી હતી. ત્યારબાદ પદક આયોજકો પાસે છે.

લાઇટવેટ (60 ગ્રામ) બોક્સર તે સમયે હેરાન રહી ગઇ હતી જ્યારે તેમને મેજબાન દેશની ખેલાડી જિના પાર્કની વિરૂદ્ધ હારેલ ગણાવવામાં આવી. પાર્કે પછી રજત પદક જીત્યો. સરિયા સ્પષ્ટ રીતે બંને બોક્સરો વચ્ચે શ્રેષ્ઠ હતી પરંતુ જજોને એવું લાગ્યુ નહી.

sarita-devi

ભારતે પછી જજોના નિર્ણય વિરૂદ્ધ અપીલ પણ કરી જે તેમના વિરૂદ્ધ ગઇ. આ બોક્સર ત્યારબાદ પદક વિતરણ સમારોહમાં આંખોમાં આંસૂ લઇને આવી. પોડિયમ પર રડી રહેલી સરિતાએ પહેલાં તો પદક લેવાની મનાઇ કરી દિધી અને પછી તેમને પાર્કને ગળે લગાવ્યા બાદ તેને સોંપી દિધો.

પૂર્વ એશિયાઇ અને વર્લ્ડ ચેમ્પિયન સરિયા ત્યારબાદ સમારોહમાંથી ચાલી ગઇ. આખી ઘટનાથી આઘાતમાં આવેલી પાર્કે ત્યારબાદ પદકને પોડિયમ પર મુક્યો અને બહાર જતી રહી. તો બીજી તરફ ભારતીય દળો અને દર્શકોને ત્યારે આશ્વર્ય થયું જ્યારે જજોએ પાર્કને વિજેતા જાહેર કરી દિધી.

English summary
AIBA has suspended India boxer L Sarita Devi and her coaches for an indefinite period because of her Asian Games protest. Her coach GS Sandhu and Indian chef-de-mission AJ Sumariwalla also faced the brunt.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X