For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'છોકરીઓના વલ્ગર કપડાંથી ફેલાઇ છે અશ્લીલતા'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જીંદ, 1 ડિસેમ્બર: એક તરફ સુંદર અભિનેત્રી અને હોસ્ટ ગૌહર ખાનને એક રિયાલિટી શૉમાં એક વ્યક્તિએ ખુલ્લેઆમ એટલા માટે લાફો ફટકાર્યો કારણ કે તેને મુસ્લિમ છોકરીઓ દ્વારા નાના કપડાં પહેરવાનું પસંદ ન હતું તો બીજી તરફ જીંદમાં અખિલ ભારત હિંદુ મહાસભાએ ફરી એકવાર એકદમ તઘલકી ફરમાન જાહેર કરી દિધું છે.

હિંદુ મહાસભાના ઉપાધ્યક્ષ ધર્મપાલ સિવાચે કહ્યું કે સમાજમાં વધતી અશ્લીલતા અને હિંસાને રોકવા માટે હવે દરેક સ્કુલો અને કોલેજોમાં 'ડ્રેસ કોડ' લાગૂ કરવામાં આવશે. કારણ કે છોકરીઓ ટાઇટ અને અશ્લીલ કપડાંના લીધે સમાજમાં અશ્લીલતા અને હિંસા વધી રહી છે. સાચું કહેવામાં આવે તો જો છોકરીઓ ટાઇટ જીંસ પહેરીને છોકરાઓની સામે ફરશે તો રેપ તો થશે જ.

jeans-600

હિંદુ મહાસભાનું તઘલકી ફરમાન, છોકરીઓ ના પહેરે જીંસ ના રાખે મોબાઇલ
એટલા માટે ધર્મપાલે કહ્યું કે છોકરીઓ પર તત્કાલ પ્રભાવથી આ નિયમ લાગૂ કરી દેવો જોઇએ કે તે ના તો જીંસ પહેરે અને ના તો આ પ્રકારના કપડાં સ્કુટી ચલાવે. ધર્મપાલ લિવ ઇન રિલેશનશિપના પણ વિરોધી છે. એટલું જ નહી છોકરીઓ પાસે ના તો મોબાઇલ હોવો જોઇએ અને ના તો તેમને ઇંટરનેટનો ચસ્કો હોવો જોઇએ કારણ કે આ બધા કારણોથી જ સમાજમાં મહિલાઓ વિરૂદ્ધ હિંસા વધી રહી છે, છોકરીઓના રેપ થઇ રહ્યાં છે અને તે એસિડ એટેકનો શિકાર બની રહી છે.

હિંદુ મહાસભાના ઉપાધ્યક્ષ ધર્મપાલ સિવાચે ભારતની સંસ્કૃતિ છોકરા-છોકરાઓનું પરસ્પર હળવું-મળવું નથી. એટલા માટે આપણે આપણી સંસ્કૃતિના અનુરૂપ જ કામ કરવું જોઇએ. એટલા માટે છોકરીઓનો સ્કુલ-કોલેજમાં પહેરવેશ સલવાર-કમીજવાળો ડ્રેસકોડ હોવો જોઇએ અને તેના ગળામાં દુપટ્ટો હોવો જોઇએ.

તમને જાણીને આશ્વર્ય થશે કે આ વાતનું સમર્થન હરિયાણાના બુદ્ધિજીવીઓ અને ખાપ પંચાયતોના પ્રતિનિધિઓએ પણ કર્યું છે. આ લોકોનું કહેવું છે કે જો છોકરીઓ આ નિયમોનું પાલન કરે તો સો ટકા મહિલાઓની વિરૂદ્ધ અન્યાય ઓછા થઇ જશે.

English summary
The right-wing Akhil Bharat Hindu Mahasabha today demanded that a dress code for girls be introduced in schools and colleges and cell phones be banned on their premises “to check increasing obscenity”; they must also wear ‘dupatta’ it added.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X