For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલકાયદાએ પોતાના વીડિયોમાં મોદી પર કર્યો પ્રહાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 મે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ પહેલી વાર અલકાયદાએ પોતાના ધમકીભરેલા વીડિયો મેસેજમાં કર્યો છે. અલકાયદાની પબ્લિસિટી વિંગ અસ-સહાબે પોતાના વીડિયો વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે મુસ્લિમો વિરુદ્ધ યુદ્ધ ચાલી રહ્યું છે.

અલ કાયદા તરફથી 2 મેના રોજ જારી કરવામાં આવેલી વીડિયોનું શીર્ષક છે 'ફ્રાંસથી બાંગ્લાદેશ- આ યુદ્ધ ક્યારેય પુરુ નહીં થાય. અલ કાયદાની ઇન્ડિયા ઉપમહાદ્વીપના મુખિયા અસીમ ઉમરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે મુસલમાનો વિરુદ્ધ વિશ્વ બેંક, આઇએમએફની નીતિઓ, ડ્રોન હુમલા, ચાર્લી હેબ્દો પર હુમલો, યૂએન ચાર્ટર વગેરેના માધ્યમથી લડાઈ ચાલી રહી છે. વીડિયોમાં તેના માટે નરેન્દ્ર મોદીના ભાષણો અને ધાર્મિક ગુરુઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.

modi
જ્યારે આ વીડિયોના સમચાર આવ્યા બાદ ભારતીય ગુપ્ત વિભાગના અધિકારીઓનું કહેવું છે કે આ વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે આ સંગઠને બાંગ્લાદેશના બ્લોગર અવિજિત રોયની હત્યાની પણ જવાબદારી લીધી છે.

બાંગ્લાદેશમાં પેદા થયેલ અવિજિત રોય અમેરિકાના લેખક હતા જેમને 27 ફેબ્રુઆરી ઢાકામાં ખરાબ રીતે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. અવિજિત રોયે પોતાના બ્લોગમાં સ્વતંત્ર વિચાર અને દિમાગ પર એક આર્ટિકલ લખ્યો હતો જેના પગલે આતંકવાદીઓએ તેમની હત્યા કરી દીધી હતી.

English summary
AL Qaeda mentions PM Narendra Modi in its latest video blames him for war against muslim
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X