For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં કોઇ અલ્પસંખ્યક નથી, બધા હિન્દુ છે: આરએસએસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 ઓક્ટોબર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ મનમોહન વૈદ્યએ ગુરૂવારે કહ્યું કે જે અલ્પસંખ્યક શબ્દની ચર્ચા વારંવાર કરવામાં આવે છે, તે પણ સંઘની શાખાઓમાં આવે છે અને દેશસેવાનું વ્રત લે છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ભારતમાં કોઇ પણ વ્યક્તિ અલ્પસંખ્યક નથી, દરેક વ્યક્તિ હિન્દુ છે.

આરએસએસ આ વાત લાંબા સમયથી કહેતું આવ્યું છે. મનમોહન વૈદ્યે કહ્યું 'આરએસએસ ધર્મ કે જાતિ આધારિત આંકડા રાખતું નથી અને ના તો કોઇને અલ્પસંખ્યક ગણે છે.' તેમણે કહ્યું કે 'સામાન્ય લોકોનો લગાવ સંઘ તરફ ઝડપથી વધી રહ્યો છે. વર્ષ 2012માં સંઘની સાઇટ પર દર મહિને એક હજાર લોકો તેની સાથે જોડાવવા માંગે છે. અને સમાજ તથા રાષ્ટ્ર માટે કંઇક કરવાની મંશા ધરાવે છે. પરંતુ વર્ષ 2013માં આ સંખ્યા વધીને 13 હજારના આંકડાને પાર કરી ગઇ હતી. આ વર્ષે પણ લોકોનું વલણ સંઘ તરફ વધી રહ્યું છે.'

manmohan-rss

તેમણે કહ્યું કે સંઘ સાથે જોડાનારને ટ્રેનિંગ માટે સાત દિવસનો પ્રાથમિક શિક્ષણ વર્ગ આયોજિત કરવામાં આવે છે. પરંતુ હવે આ સંખ્યામાં થઇ રહેલા વધારાને જોતાં સંઘે એક દિવસનો સંઘ પરિચય વર્ગ આયોજિત કરવામાં આવી રહ્યો છે. પરિચય વર્ગમાં આવનારની સંખ્યા સંઘ શિક્ષા વર્ગથી ચાર ગણી વધારે આવી રહી છે. આ સંખ્યા આરએસએસની વધતી જતી લોકપ્રિયતાને વ્યક્ત કરી રહી છે.

એક પ્રશ્નના જવાબમાં મનમોહન વૈદ્યે કહ્યું 'અત્યાર સુધી એવી કોઇ વાત સામે આવી નથી, જેમાં કહી શકાય કે પ્રસ્તાવ મંજૂર થશે. આગામી બે દિવસોની બેઠકમાં ચર્ચા કર્યા બાદ સૂરત બની તો પ્રસ્તાવ મંજૂર થશે.' મનમોહન વૈદ્યે જણાવ્યું કે આરએસએસની કાર્યકારી મંડળની બેઠકમાં દેશભરમાં કામ કરી રહેલા 33 સંગઠનોના કાર્ય કરી રહેલાં 390 સ્વંયસેવક ભાગ લેવા માટે લખનઉ આવ્યા છે. તેમના અનુભવોના આધાર પર આગામી કાર્ય યોજના બનાવવામાં આવશે.

English summary
On the eve of its three-day conclave, Rashtriya Swayamsewak Sangh (RSS) on Thursday termed all the citizens of the country as Hindus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X