For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બંને રાજ્યોમાં ભાજપની જ સરકાર અને ભાજપનો CM બનશે: અમિત શાહ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 ઓક્ટોબર: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના સૌથી મોટી પાર્ટીને ઊભરવા અને હરિયાણામાં સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું કે બંને રાજ્યોમાં ભાજપ સરકાર બનાવવા જઇ રહી છે અને મુખ્યમંત્રી પણ ભાજપનો જ બનશે. આજે સાંજે ભાજપના કાર્યાલયમાં નરેન્દ્ર મોદીની હાજરીમાં સંસદીય બોર્ડની બેઠક મળશે જેમાં તમામ મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવશે.

બંને રાજ્યોમાં સ્થિતિ સ્પષ્ટ થયા બાદ અપરાહ્ન લગભગ ચાર વાગ્યે પાર્ટી અધ્યક્ષ અમિત શાહે પ્રેસ કોંફ્રેન્સમાં જણાવ્યું કે બંને રાજ્યોમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી આવી છે. આની સાથે જ અમારી પાર્ટીનું કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાનું અભિયાન બે પગલા વધારે આગળ વધ્યું છે.

શાહે જણાવ્યું કે બંને રાજ્યોમાં કોંગ્રેસ વિપક્ષની દાવેદારે કરવા જેટલા આંકડા પણ નથી મેળવી શકી. કોંગ્રેસ બંને રાજ્યોમાં ત્રીજા નંબર પર ચાલી ગઇ છે. આ જીત ભાજપાની નથી, બંને રાજ્યોની જનતાની જીત છે. આ જીત બતાવે છે કે નરેન્દ્ર મોદી ભારતના નિર્વિવાદ નેતા છે.

amit shah
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના નામ પર અમિત શાહે જણાવ્યું કે થોડી રાહ જુઓ, બધું જ નક્કી થઇ જશે. સાંજ સુધી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો રસ્તો સાફ થઇ જશે. એનસીપીએ સમર્થનના સવાલ પર શાહે જણાવ્યું કે પ્રફુલ્લ પટેલે એટલું જ તો કહ્યું છે કે જે સૌથી મોટી પાર્ટી બને છે તે સરકાર બનાવે છે.

શિવસેનાના સાથે ગઠબંધનના મુદ્દા પર શાહે જણાવ્યું કે શિવસેના સાથે ગઠબંધન તોડવાનો નિર્ણય ભાજપનો ન્હોતો, પરંતુ ભાજપ કાર્યકર્તાઓની બલી ચઢાવીને ગઠબંધન ના બની રહી શકે.

English summary
Amit Shah says BJP will form govt in Maharashtra, mum on alliance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X