For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સલમાન: આ હથિયારો મારા નથી, મને ખોટી રીતે ફસાવ્યો છે

|
Google Oneindia Gujarati News

આજે કાળા હરણના શિકાર કેસમાં બોલીવૂડના અભિનેતા સલમાન ખાન જોધપુર કોર્ટમાં રજૂ થયો. આજે સલમાન ખાનનું કોર્ટમાં નિવેદન દાખલ કરાવાનું હતું. જે માટે ચાર્ટર પ્લેનથી બહેન અલવીરા અને વકીલ સાથે મુંબઇથી સલમાન ખાન જોધપુર આવ્યો હતો.

કોર્ટમાં સલમાન ખાને પોતાની જાતને નિર્દોષ જણાવ્યો હતો. અને તેણે કહ્યું કે તેને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. હથિયારો વિષે બોલતા સલમાન કહ્યું કે તે હથિયારો મારા નથી. પોલિસના દબાણમાં આવીને મેં આ હથિયારો પોતાના હોવાની વાત કરી હતી. ત્યારે સવાલ તે થાય છે કે શું સલમાન ખાન જેવા સેલેબ્રિટીની પણ પોલિસ દબાવી શકે? અને જો હા તો આટલા વખત સુધી એટલે કે 1998થી 2016 સુધી સલમાન કે તેના વકીલ આ અંગે કોર્ટમાં અપીલ કેમ ના કરી?

શું છે મામલો?

શું છે મામલો?

નોંધનીય છે કે 1998માં સલમાન ખાન હમ સાથ સાથ હૈનું જોધપુરમાં શુટિંગ કરી રહ્યા હતા. ત્યારે સલમાન ખાન અને સૈફ અલી ખાન પર બે કાળિયાર હરણનો શિકાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. અને આ કેસમાં તબ્બુ, નીલમ અને સોનાલી બેન્દ્રે પણ તેમની સાથે હતી.

અવૈદ્ય હથિયારનો કેસ

અવૈદ્ય હથિયારનો કેસ

જે બંદૂકથી હરણનો શિકાર કરવામાં આવ્યો હતો તે અવૈદ્ય છે તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પોલિસના જે પુરાવા કોર્ટમાં રજૂ કર્યા છે તે મુજબ સલમાન પાસેથી જે હથિયાર મળી આવ્યા છે તેની લાયસન્સની સમયસીમા સમાપ્ત થઇ ગઇ છે. અને સલમાન ખાને પણ આ વાત લેખિતમાં સ્વીકારી છે. જેના પુરાવા આજે કોર્ટમાં રજૂ કરાયા.

સલમાને કોર્ટને કહ્યું સિગનેચર મારી હથિયાર નહીં!

સલમાને કોર્ટને કહ્યું સિગનેચર મારી હથિયાર નહીં!

ત્યારે આ કેસમાં આજે જ્યારે જોધપુર કોર્ટમાં સલમાન ખાનનું નિવેદન લેવામાં આવ્યું તો સલમાન ખાને કહ્યું કે તે નિર્દોષ છે અને તેને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. તેણે કહ્યું કે પોલિસ દબાણ કરતા તેણે આ કાગળ પર સાઇન કરી હતી જેમાં લખ્યું હતું કે સલમાન ખાન પાસે લાયન્સ પૂર્ણ થઇ ગયેલા હથિયારો છે.

સલમાન ખાનનું વલણ

સલમાન ખાનનું વલણ

નોંધનીય છે કે આ કેસમાં સલમાન ખાન સિવાય સૈફ અલી ખાન અને ત્રણ હિરોઇનો પણ હતી. પણ ધીરે ધીરે આ તમામના નામ આ કેસમાં બહાર આવી ગયા છે અને તેમની પર હળવા આરોપો લગાવવામાં આવ્યા છે. પણ સલમાન ખાન પર આ કેસ પર સકંજો કસાતો જ જાય છે.

શું સલમાનને કોઇ દબાવી શકે?

શું સલમાનને કોઇ દબાવી શકે?

સલમાને કહ્યું કે મારી પર પોલિસે દબાણ કર્યું અને મને ખોટી રીતે આ કેસમાં ફસાવવામાં આવ્યો છે. પણ વાત એ છે કે શું પોલિસ સલમાન ખાન જેવા બોલીવૂડ સ્ટાર પર દબાણ કરી શકે અને જો કરે તો શું સલમાન ખાન માની પણ જાય? જો તે પણ શક્ય હોય તો પણ અત્યાર સુધી આ અંગે કેમ તે કંઇ બોલ્યો નહીં કારણ કે આ કેસમાં 1998 થયો હતો.

બે કાળિયાર હરણની મોત

બે કાળિયાર હરણની મોત

નોંધનીય છે કે આ કેસમાં બે કાળિયાર હરણના શબ પ્રાપ્ત થયા હતા. સાક્ષી ભવરલાલ અને નરેન્દ્રે પણ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે શિકાર પછી હોટલ આશીર્વાદમાં હરણના માંસને પકાવીને સલમાન ખાન માટે ઉમેદ ભવન પેલેસ લઇ જવામાં આવ્યું હતું.

4 એપ્રિલે આગામી સુનવણી

4 એપ્રિલે આગામી સુનવણી

ત્યારે આ કેસમાં 4 એપ્રિલે આગામી સુનવણી થશે. નોંધનીય છે કે આ કેસમાં સલમાન ખાન એક વર્ષ જેલની સજા પણ ભોગવી ચૂક્યા છે. જે બાદ આ મામલો હાલ કોર્ટમાં છે. પણ આવનારા સમયમાં સલમાન ખાનની મુશ્કેલીઓ વધશે તે વાત ચોક્કસ છે.

English summary
Bollywood actor Salman Khan recorded his statement on Thursday, Mar 10 in Arms Act case here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X