For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

pics: મસિહા બની આવી સેનાઃ સેના તુજે સલામ

By Super
|
Google Oneindia Gujarati News

છેલ્લા એક અઠવાડિયામાં કુદરતે જાણે કે કોપ વરસાવ્યો હોય તેમ ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના અનેક સ્થળો પૂરની ઝપેટમાં આવી ગયા. બિહારના પણ કેટલાક સ્થળોમાં નદીના પાણી ફરી વળ્યા હતા. ઉત્તરાખંડની હાલત એટલી બદ્દતર થઇ ગઇ હતી કે, જાણે કે ઉપરવાળો પોતે જેનું સર્જન કર્યું છે એ માનવીથી રિસાય ના ગયો હોય. જો કે, પૂરમાં ફસાયેલા લોકો માટે ભારતીય સેનાના જવાનો અને એરફોર્સ મસિહા બનીને આવ્યા છે અને તેમને સુરક્ષિત સ્થળો પર લઇ જઇ રહ્યાં છે, તેમજ શક્ય તેટલી રાહત સેવા પૂરી પાડી રહ્યાં છે. આર્મી દ્વારા ઉત્તરાખંડમાં જે કામ કરવામાં આવ્યું છે તે ખરેખર બિરદાવવાને પાત્ર છે.

બીજી તરફ દહેરાદૂન પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદેએ જણાવ્યા પ્રમાણે 30થી 32 હજાર લોકો હજુ પણ આફતગ્રસ્ત ક્ષેત્રોમાં ફસાયેલા છે, જ્યારે 73 હજાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ગૃહમંત્રીએ જણાવ્યું કે, 1751 ઘર, 147 પૂલ અને 1307 રસ્તાઓને નુક્સાન પહોંચ્યા છે. આ સાથે આર્મીના જવાનો દ્વારા જે બચાવ કાર્ય કરવામાં આવ્યું છે તેમાં કોઇપણ પ્રકારનો વિક્ષેપ ઉત્પન્ન ના થાય તે માટે ગૃહમંત્રીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સહિતના એક પણ વીઆઇપી પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત ના લે, જેથી આર્મીના જવાનો તેમનું કામ સહેલાયથી કરી શકે.

દવાઓનું વેચાણ

દવાઓનું વેચાણ

ઉત્તરાખંડના ગૌરી કુંડ પાસે આઇટીબીપીના જવાનોએ પૂર પીડિતોને દવાઓ આપી હતી.

બચાવ અભિયાન પાસે હેલિકોપ્ટર

બચાવ અભિયાન પાસે હેલિકોપ્ટર

ઉત્તરાખંડના ગૌરી કુંડ પાસે ફસાયેલા લોકોને લેવા માટે આવલું આઇએએફનું હેલિકોપ્ટર સરંગ.

બચાવ ટૂકડીની રાહ

બચાવ ટૂકડીની રાહ

ઉત્તરાખંડના ગૌરી કુંડ પાસે બચાવ કાર્ય કરી રહેલા હેલિકોપ્ટરની રાહ જોઇ રહેલા ફસાયેલા લોકો.

હાશ બચી ગયા

હાશ બચી ગયા

ઉત્તરાખંડના ગુપ્તકાશી ખાતે એક ચોપર ગૌરીકુંડમાં ફસાયેલા લોકોને લઇને આવ્યું હતું.

સ્પેશિયલ એરક્રાફ્ટ

સ્પેશિયલ એરક્રાફ્ટ

ઉત્તરાખંડના ગૌરી કુંડ પાસે પૂરગ્રસ્તોને લઇ જઇ રહેલુ સ્પેશિયલ એઆઇએફ એરક્રાફ્ટ.

ફસાયેલા લોકોને બચાવાયા

ફસાયેલા લોકોને બચાવાયા

ઉત્તરાખંડમાં પૂરનો ભોગ બનેલા કેદારનાથ નજીકના ગુપ્તકાશી પાસે ઇન્ડિયન એરફોર્સ દ્વારા ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા હતા.

શ્રદ્ધાળુની મદદે સૈનિક

શ્રદ્ધાળુની મદદે સૈનિક

ઉત્તરાખંડના પૂરગ્રસ્ત હેમકુંડ પાસે શ્રદ્ધાળુઓને બચાવવા માટે આવેલા સૈનિકો.

ઓપરેશન ગંગા પ્રહાર

ઓપરેશન ગંગા પ્રહાર

ઉત્તરાખંડમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકોને બચાવવાનું ઓપરેશન ગંગા પ્રહાર સેના દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.

ઇજાગ્રસ્તની વહારે સેના

ઇજાગ્રસ્તની વહારે સેના

ઉત્તરાખંડના હેમકુંડમાં ઇજાગ્રસ્તને સ્ટ્રેચર પર લઇ જઇ રહેલા આર્મીના જવાનો.

રિલિફ ઓપરેશન

રિલિફ ઓપરેશન

ઉત્તરાંખડના ચામોલી ખાતે આર્મી સૈનિકો દ્વારા શ્રદ્ધાળુઓને બચાવવામા માટે પૂર રિલિફ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

હેલિકોપ્ટરની મદદથી બચાવ

હેલિકોપ્ટરની મદદથી બચાવ

ઉત્તરાખંડમાં ચામલીના જોશીમઠ ખાતે હેલિકોપ્ટરે ફસાયેલા લોકોને બચાવ્યા હતા.

સુરક્ષિત સ્થળે

સુરક્ષિત સ્થળે

ચામોલીના ગોવિંદ ઘાટમાં પૂરમાં ફસાયેલા લોકોને બચાવીને સુરક્ષિત સ્થળે લઇ જઇ રહેલા આર્મીના જવાનો.

બાળકોને બચાવાયા

બાળકોને બચાવાયા

આર્મીના જવાનોએ બાળકો અને વૃદ્ધ શ્રદ્ધાળુઓને બચાવવાના કાર્યને પ્રાથમિકતા આપી હતી અને તેમને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા.

પ્રાથમિક સુરક્ષા

પ્રાથમિક સુરક્ષા

આર્મીના જવાનોએ બાળકો અને વૃદ્ધો પૂરમાં પોતાની જાતને સંભાળી નહીં શકે તે વાતને ધ્યાનમાં રાખીને તેમને પહેલા સુરક્ષિત સ્થળો પર પહોંચાડવાનો નિર્ણય કર્યો હતો.

ગોવિંદ ઘાટમાં બચાવ કાર્ય

ગોવિંદ ઘાટમાં બચાવ કાર્ય

ઉત્તરાખંડના ચામોલીના પૂરગ્રસ્ત ગોવિંદ ઘાટમાં ફસાયેલા શ્રદ્ધાળુઓ માટે આર્મીએ બચાવ કાર્ય હાથ ધર્યું હતું.

હેમકુંડમાં આર્મી

હેમકુંડમાં આર્મી

ચામોલી જિલ્લાના હેમકુંડમાં આર્મી જવાનો પહોંચી ગયા હતા.

આર્મીનું બચાવ કામ હેમકુંડમાં

આર્મીનું બચાવ કામ હેમકુંડમાં

ચામોલી જિલ્લાના હેમકુંડમાં આર્મીના જવાનોએ બચાવ કાર્ય શરૂ કર્યું હતું.

મેડિકલ હેલ્પ

મેડિકલ હેલ્પ

આર્મીના જવાનોએ શ્રદ્ધાળુઓને રાહત કેમ્પમાં મેડિકલ સહાય પૂરી પાડી હતી.

મહિલાનો બચાવ

મહિલાનો બચાવ

હેમકુંડમાં ફસાયેલી મહિલા શ્રદ્ધાળુને આર્મીના જવાનો લઇ જઇ રહ્યાં છે.

મહિલા શ્રદ્ધાળુને મદદ

મહિલા શ્રદ્ધાળુને મદદ

આર્મીના જવાનોએ સ્ટ્રેચરની મદદથી હેમકુંડમાં ફસાયેલી એક મહિલા શ્રદ્ધાળુને બચાવી હતી.

આર્મી બની મસિહા

આર્મી બની મસિહા

હેમકુંડમાં ફસાયેલા લોકો માટે આર્મીએ એક મસિહા સમાન કામ કર્યું હતું.

રાહત કેમ્પમાં શ્રદ્ધાળુઓને ભોજન

રાહત કેમ્પમાં શ્રદ્ધાળુઓને ભોજન

આર્મીના જવાનોએ હેમકુંડ પાસે એક રાહત કેમ્પમાં શ્રદ્ધાળુઓને ભોજન આપ્યું હતું.

ફસાયેલાઓને બચાવ્યા

ફસાયેલાઓને બચાવ્યા

આર્મીના જવાનોએ પોતાની જાનની પરવા કર્યા વગર પૂરમાં ફસાયેલા લોકોને બચાવવાની શ્રેષ્ઠતાપૂર્વક જવાબદારી નિભાવી છે.

બિહારમાં પણ સહાય

બિહારમાં પણ સહાય

બિહારના પૂરગ્રસ્ત સ્થળમાં ફસાયેલા લોકોને આર્મીએ સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

English summary
Army carry out rescue work at flood hit places
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X