For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશના રક્ષક સાથે વધું એક હૈવાનિયત, બંને આંખો કાઢી લેવાઇ

|
Google Oneindia Gujarati News

shrinagar
શ્રીનગર, 4 એપ્રિલ: જમ્મૂમાં એક સૈનિક સાથે કાળજુ કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. હોળીની રજાઓ માણીને ડ્યૂટી પર પરત ફરી રહેલા આ 11 રાષ્ટ્રીય રાઇફલ્સના રાકેશ દત્ત પર અજાણ્યા લોકોએ હુમલો કર્યો અને ચાકૂથી બંને આંખો નીકાળી લીધી. રાકેશ બુધવારે અખનૂરના ચોકીચોરામાં કેનાલમાંથી કથળેલી હાલતમાં મળ્યા. ડોક્ટરોએ તેમની હાલત ગંભીર બતાવી છે. રાકેશ બોલવાની હાલતમાં નથી. હાલમાં એ નથી જાણી શકાયું કે તેમની આંખો કોણે કાઢી લીધી.

રાકેશને રાષ્ટ્રીય રાઇફલ્સમાં કિશ્તવાડમાં છે. તેઓ એક મહિનાની રજા પર પોતાના ઘરે રાજોરીના લામમાં ગયો હતો. પહેલી એપ્રિલના રોજ કિશ્તવાડમાં ડ્યૂટી જોઇન કરવા માટે રાકેશ ઘરથી નીકળ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ અંગેની ફરિયાદ દાખલ કરી લેવામાં આવી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસને સવારે એક રાહગીરનો ફોન આવ્યો હતો, કે રસ્તામાં એક જવાન બેભાન હાલતમાં પડ્યો છે. ત્યારબાદ તુરંત પોલીસ ઘટનાસ્થળે પહોંચી જવાનને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દીધો.

અખનૂરના સબ ડિવિજનલ પોલીસ ઓફિસર રઇસ અહમદે જણાવ્યું કે રાકેશ દત્તના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા. તેની બે વર્ષની એક પુત્રી પણ છે. જમ્મૂના એસએસપી રાજેશ્વર સિંહનું કહેવું છે કે પોલીસ, નજીર હુસૈનને પૂછપરછ માટે પકડી પાડ્યો છે. જ્યારે વલી મોહમ્મદની તપાસ હજી ચાલુ છે.

પોલીસે અજાણ્યા લોકોની સામે મામલો નોંધ્યો છે. ડોક્ટરોનું કહેવું છે કે રાકેશની બંને આંખો ચાકૂથી નીકાળવામાં આવી છે. માટે તેમને ફરીથી જોતા કરવા લગભગ અશક્ય છે. ડોક્ટરોએ રાકેશના શરીરના અન્ય ભાગોના એક્સ-રે કરાવ્યા પરંતુ તેમાં કોઇ મારપીટના નિશાન જોવા મળ્યા નહીં. ડોક્ટરોએ જણાવ્યું કે આ પ્રકારની ક્રૂરતાને કોઇ એક-બે વ્યક્તિ અંજામ આપી શકે નહીં.

પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...

English summary
Militants gouge out both eyes of Army jawan in Jammu and Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X