For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મોદીનામા'ના અનાવરણમાં જેટલી ખુલીને બોલ્યા રમખાણો પર

|
Google Oneindia Gujarati News

પૂણે, 13 જાન્યુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર મધુ કિશ્વર લિખિત અને વિનિત કુબેર અનુવાદિત પુસ્તક 'મોદીનામા'નું ભાજપના નેતા અરુણ જેટલીની હાજરીમાં અનાવરણ કરવામાં આવ્યું. અરૂણ જેટલીએ આ પ્રસંગે નરેન્દ્ર મોદીના રાજકીય જીવનની કેટલીક વણકહી વાતો પર પ્રકાશ પાડ્યો હતો. અરૂણ જેટલીએ ખાસ કરીને ગુજરાતમાં 2002માં ફાટી નિકળેલા રમખાણો પર ખાસ અને દિલ ખોલીને વાત કરી હતી.

અરૂણ જેટલીએ સૌથી પહેલા પુસ્તકના લેખકનો ખાસ આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે તેમને હું મારા વિદ્યાર્થીકાળથી જાણું છું કારણ કે તેઓ મારા સહઅધ્યાયી રહ્યા છે. તેમજ તેમણે જેમની પર આ પુસ્તક લખ્યું છે તેમને પણ હું સારી રીતે ઓળખું છું. એટલે આ પુસ્તક મારા માટે બેય રીતે મહત્વ ધરાવે છે.

અરૂણ જેટલીએ ઇન્દિરા ગાંધી વખતે લાગુ કરવામાં આવેલી કટોકટીને યાદ કરીને જણાવ્યું કે દેશના ન્યાયતંત્ર પર પણ સવાલો ઉઠાવ્યા હતા. સાથે સાથે તેમણે નિવૃત્ત જસ્ટિસ સંસ્થા પર તેમને જરાય વિશ્વાસ નથી તેવું જણાવ્યું હતું.

arun jaitley
આ પ્રસંગે ખાસ કરીને ગુજરાતના રમખાણોની વાત કરતા તેમણે જણાવ્યું કે કોંગ્રેસીઓ તેમજ તિસ્તા શેતલવાડ જેવા લોકો એવું કહેતા હતા કે કાર સેવકોએ ટ્રેનના દરવાજા બંધ કરીને અંદર આગ લગાવી હતી. જોકે તપાસ દરમિયાન એ સાબિત થયું કે કેવી રીતે બહારથી દરવાજા બંધ કરીને તેમાં આગ લગાવવામાં આવી હતી. ત્યારબાદ ફાટી નિકળેલા હુલ્લડો માટે પણ મોદીને જ જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા હતા.

કોંગ્રેસીઓ એવું કહેતા હતા કે મોદીએ પોલીસને એવી છૂટ આપી હતી કે હિન્દુઓને તેમનો ગુસ્સો ઠાલવી લેવા દો. એસપી લેવલનો પોલીસવાળો જેની પત્ની હમણા મોદીની સામે ચૂંટણીમાં ઊભી રહી હતી. તે એમ કહેતો હતો કે એપણ મીટિંગ દરમિયાન તે પણ ત્યાં હાજર હતો, અને મોદીએ જ એવા આદેશ આપ્યા હતા. જોકે તેના ઇમેઇલ પરથી એવું સ્પષ્ઠ થયું કે તે કોંગ્રેસીઓ સાથે મળીને આ ષડયંત્ર રચિ રહ્યો હતો.

અરુણ જેટલીએ 'મોદીનામા'માં કરી દિલ ખોલીને વાત, જુઓ વીડિઓમાં....

English summary
Arun Jaitley at the release of 'Modinama', spoke by heart on Gujarat riot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X