For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કિસાન વિકાસ પત્ર યોજના પુનઃ લોન્ચ , 100 માસે નાણા બમણા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 નવેમ્બરઃ કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલી દ્વારા આજે કિસાન વિકાસ પત્રનું પુનઃ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જ્યારે આ વિકાસ પત્રોનું લોન્ચિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે તેમની સાથે કેન્દ્રિય આઇટી મંત્રી રવિ શંકર પ્રસાદ અને રાજ્યકક્ષાના નાણામંત્રી જયંત સિન્હા ઉપસ્થિત રહ્યાં હતા. નવી દિલ્હી ખાતે અરૂણ જેટલી કે જેમણે પોતાની બજેટ સ્પીચમાં કિસાન વિકાસ પત્રો અને નેશનલ સેવિંગ સ્કીમ અંગે જાહેરાત કરી હતી તેને ફરીથી લોન્ચ કરવામાં આવ્યા છે. સરકારે આ પહેલા નાના રોકાણ કારને બીજા લોભાવનારા માધ્યમોની છેતરપિંડી અને ગોટાળાથી બચાવવા માટે કરી છે. આ માધ્યમમાં રોકાણ બાદ રકમ 100 મહિનામાં બેગણી થઇ જશે.

arun-jaitley
આ વિકાસપત્રોને લોન્ચ કરતી વખતે નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, આ યોજના સામાન્ય લોકો અને દેશ માટે લાભદાયક રહેશે. તેનું નામ કિસાન વિકાસ પત્રો છે, પરંતુ આ બધા માટે ખુલ્લા છે. અનેક બીજી યોજનાઓમાં રોકાણકારો ગુમરાહ થઇ જાય છે અને તેમને નુક્સાન થાય છે, તેથી સરકારી તંત્ર તરફથી આવી યોજના લાવવામાં આવી છે, જેમાં રોકાણ સુરક્ષિત રહે. દેશના વિકાસ માટે બચત વધારવી જરૂરી છે. જ્યારે દેશના આર્થિક વિકાસની ગતિ ધમી હતી ત્યારે આપણી સેવિંગ 30 ટકા હતી, પરંતુ જ્યારે અત્યારે આર્થિક સ્થિતિ સુધરી તો તે 37થી 38 ટકા થઇ ગઇ.

કિસાન વિકાસ પત્રો 1000, 5000, 10,000 અને 50,000 એ પ્રકારને રોકાણ અર્થે મળશે. તેમજ આ સર્ટિફિકેટને વ્યક્તિગત રીતે અથવા જોઇન્ટ રીતે ઇસ્યુ કરવામાં આવશે, તેમજ તેને એક વ્યક્તિ પાસેથી અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાશે. તેમજ ટ્રાન્સફર કરવાની સુવિધા એક પોસ્ટ ઓફિસથી દેશના અન્ય ખૂણે આવેલી કોઇપણ પોસ્ટ ઓફિસમાં કરી શકાશે.

બેન્કમાંથી લોન લેવા સહિતના વિવિધ કાર્યોમાં પણ આ સર્ટિફિકેટ સુરક્ષાના ભાગરૂપે આપી શકાશે. આ સર્ટિફેકટ પોસ્ટ ઓફિસ દ્વારા આપવામા આવશે પરંતુ ટૂંક સમયમાં રાષ્ટ્રિયકૃત બેન્કોમાંથી પણ આ જ સર્ટિફિકેટ આપવામાં આવે તેવી સુવિધા ઉભી કરવામાં આવશે. નવા કિસાન વિકાસ પત્રમાં એવી સુવિધા હશે કે જો તમે ઇચ્છો તો અઢી વર્ષના લોક ઇન પિરિયડ પૂર્ણ થયા બાદ વટાવી શકાશે.

નોંધનીય છેકે આ લોકપ્રિય રોકાણ માધ્યમને 1988માં લોન્ચ કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં તેની રકમ સાડા પાંચ વર્ષમાં ડબલ થઇ જતી હતી, પરંતુ વ્યાજદર ઘટવાના કારણે આ સમય અવધિ સાત વર્ષ 11 મહિના કરી દેવામાં આવી હતી.

English summary
Finance Minister Arun Jaitley relaunch Kisan Vikas Patra (KVP) today in the presence of Ravi Shankar Prasad, Union Minister of Communication and IT and Jayant Sinha, Minister of State for Finance among others.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X