For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજેટ 2017: અરુણ જેટલીના યુનિયન બજેટનું મુખ્ય મુદ્દા, જાણો અહીં

નાાણાં પ્રધાન અરુણ જેટલી બુધવારે, યુનિયન બજેટ 2017-18 રજૂ કર્યું. આ બજેટની તમામ અપટેડ વાંચવા આ પેજ રિફ્રેશ કરતા રહો.

|
Google Oneindia Gujarati News

બુધવારે, નાણાંપ્રધાન અરુણ જેટલી સવારે 11 વાગ્યે લોકસભામાં યુનિયન બજેટ 2017-2018 રજૂ કરવાના છે. ત્યાં આ બજેટથી દેશના તમામ નાગરિકોને ભારે આશા છે. ત્યારે બજેટની તમામ માહિતી વિષે વિગતવાર માહિતી મેળવવા માટે આ પેજ રિફ્રેશ કરતા રહો.

Arun Jaitely

1 PM: અરુણ જેટલીએ તેમનું બજેટ ભાષણ સમાપ્ત કર્યું.

નાણાં પ્રધાન અરુણ જેટલીના બજેટ ભાષણના મહત્વના પોઇન્ટ વાંચો અહીં...

  • ભારત નેટ હેઠળ વર્ષ 2017 સુધીમાં 1.5 લાખ ગ્રામ પંચાયતોમાં હાઇ સ્પીડ બ્રોડબેન્ડ આપવામાં આવશે
  • 2017-18માં 5 લાખ નવા તળાવ બનાવવામાં આવશે. જેથી દુકાળની પરિસ્થિતીને નિવારી શકાય.
  • રેલ્વેથી જોડાયેલી કંપનીઓ જેવી કે IRCON અને IRCTCના સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કરવામાં આવશે.
  • રેલ્વે ઇ ટિકિટ બુકિંગ પર સર્વિસ ટેક્સ નહીં લાગે.
  • વર્ષ 2018 સુધી તમામ ટ્રેનોમાં હશે બાયો ટોયલેટ
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે 3.90 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.
  • ઓઇલ ક્રૂડ રિર્ઝવને ઓડિસ્સા અને રાજસ્થાનમાં સ્થાપિત કરવામાં આવશે
  • દલિત જનજાતિ અને મહિલાઓને વધુ સુવિધા અપાશે
  • વેપારીઓ માટે કેશબેક સ્ક્રીમ
  • પોસ્ટ ઓફિસમાં મળશે પાસપોર્ટ
  • પોસ્ટ ઓફિસ દ્વારા ડિજિટલ સુવિધાઓ અપાશે
  • સાયબર સુરક્ષા મજબૂત કરાશે
  • આધારકાર્ડથી થશે ચૂકવણી

રેલ બજેટ

  • 1.31 લાખ કરોડનું રેલ બજેટ અરુણ જેટલીએ રજૂ કર્યું
  • 2020 સુધી માનવરહિત ફાટકને નાબૂદ કરવામાં આવશે
  • રેલ યાત્રિકોની સલામતીને પ્રાથમિકતા અપાશે
  • 5 વર્ષ માટે રેલને 1 લાખ કરોડની ફાળવણી કરાશે

ખેડૂતો માટે અરુણ જેટલી જાહેરાત

  • પાકવીમા માટે 9 હજાર કરોડની જાહેરાત
  • 10 લાખ કરોડ ખેડૂતોને અપાશે ક્રેડિટ કાર્ડ
  • નાબાર્ડનું ફંડ રૂ. 40 હજાર કરોડ કરાશે
  • 5 હજાર કરોડનું સિંચાઇ ફંડ
  • કોન્ટ્રાક્ટ ફાર્મિંગને પ્રોત્સાહન અપાશે

ગરીબો માટે

  • સૌને સસ્તુ ઘર મળે તે અમારું લક્ષ્ય છે
  • ગરીબો માટે સુનિશ્ચિત રોજગાર યોજના અપાશે
  • ગરીબો માટે ઘર, સ્વાસ્થય અને સામાજિક સલામતી પર ભાર અપાશે
  • 1 કરોડ પરિવારનને ગરીબી રેખાથી બહાર લવાશે
  • 50 હજાર ગ્રામ પંચાયતોને ગરીબી મુક્ત કરાશે.

  • મોંધવારી દર 6 ટકાથી નીચે લાવીશું.
  • આ બજેટ ગરીબો માટેને છે.
  • ગામડામાં રોજગાર વધે તે બાબત પર વધુ ધ્યાન આપવામાં આવશે.
  • ખેડૂતોની આવક બમણી કરવાનો પ્રયાસ કરવામાં આવશે. બે વર્ષમાં તેમની આવક બમણી થાય તે માટે પ્રયાસ કરવામાં આવશે.
  • આ બજેટમાં 10 બાબતો પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે.
  • નાણાકીંય વિકાસ વધારાશે.

11: 23 AM : GSTથી દેશને ગતિ મળશે. ટેક્સચોરીથી ગરીબોને નુક્શાન થાય છે. મોંધવારી પર કાબુ મેળવવામાં આવ્યો છે : નાણાં પ્રધાન અરુણ જેટલી

11:16 AM: ભારતની અર્થવ્યવસ્થા વિશ્વનો ચમકતો સિતારો છે : અરુણ જેટલી

11:15 AM નાણાં પ્રધાન અરુણ જેટલીએ કોંગ્રેસના વિરોધ વચ્ચે બજેટ ભાષણ શરૂ કર્યું.

11:05 AM લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને ઇ અહમદને આપી શ્રદ્ધાંજલિ. થોડી જ વારમાં રજૂ થશે યુનિયન બજેટ 2017-18.

10:40 AM લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને કહ્યું બજેટ આજે જ થશે રજૂ. તો બીજી તરફ આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવે પણ કહ્યું કે આવી પરિસ્થિતીમાં બજેટને રજૂ ના કરવું જોઇએ.

10:20 AM : જો કે સુત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ આ તમામ અસમંજશ બાદ પણ આજે જ બજેટ રજૂ થશે.

10 AM : કોંગ્રેસે કહ્યું બજેટ કરો મુલતવી રાખો. નોંધનીય છે કે લોકસભા સાસંદ અને પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી ઇ અહમદને મંગળવારે રાષ્ટ્રપતિ જ્યારે બન્ને સદનોને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે હદય રોગનો હુમલો આવ્યો હતો. જે બાદ તેમનું નિધન થયું હતું આ પર કોંગ્રેસ અને જેડીયુની માંગણી છે કે બજેટ સ્થગિત કરવામાં આવે.

9.30 - સરકારી સૂત્રોનું કહેવું છે કે, તેમણે તમામ પક્ષો સાથે વાતચીત કર્યા પછી જ બજેટ રજૂ કરવાનો નિર્ણય લીધો છે.

arun jaitley

9.10 - બજેટની કોપી સંસદ પહોંચી ચુકી છે.

9.05 - નાણાં મંત્રી અરુણ જેટલી તથા નાણાં મંત્રાલયના અન્ય અધિકારીઓ રાષ્ટ્રપતિ ભવન જવા માટે રવાના થયા.

9.00 - સૂત્રોના જણાવ્યા અનુસાર, બજેટ અંગે અંતિમ નિર્ણય સ્પીકર લેશે. સવારે 10 વાગે બજેટ અંગેનો અંતિમ નિર્ણય સામે આવે એવી શક્યતા છે.

8.50 - નાણા મંત્રી અરુણ જેટલી મંત્રાલય પહોંચ્યા.

નોંધનીય છે કે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર રેલવે બજેટને યુનિયન બજેટની સાથે જ રજૂ કરવામાં આવ્યું છે. આ વખતે રેલવે બજેટ પણ જનરલ બજેટના જ એક ભાગ તરીકે રજૂ થશે. દેશના દરેક વર્ગને વ્યક્તિને બજેટ પાસે કંઇ ને કંઇ આશા હોય છે. ત્યારે હવે જોવાનુ તે રહેશે છે શું ખેડૂતો, સામાન્ય લોકો અરુણ જેટલીના આ બજેટથી ખુશ છે કે નહીં. નોંધનીય છે કે અરુણ જેટલીનું આ બજેટ અનેક રીતે ચૂંટણી લક્ષી બજેટ છે. અને નોટબંધી પછી મોદી સરકાર તરફથી લોકોને કંઇક અંશે રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

English summary
Finance Minister Arun Jaitely presented Union Budget 2017-18 in Lok Sabha. Get live updates on Budget 2017 in gujarati, along with key highlights and announcements.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X