For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સી-વોટરે પાંચ રાજ્યોના એક્ઝિટ પોલ વિષે શું કહ્યું જાણો અહીં

એક્ઝિટ પોલની લઇને વિવિધ મીડિયા ચેનલોની જેમ સી-વોટર શું કહે છે જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

11મી માર્ચે પાંચ રાજ્યોની મતગણતરી થશે ત્યારે પાંચ રાજ્યોમાં કયા પક્ષની સરકાર બની છે તે વાતની સાચી માહિતી મળશે. પણ તે પહેલા એક્ઝિટ પોલ મુજબ પાંચેય રાજ્યોમાં કોની સરકાર બનશે તે જાણો અહીં. અહીં અમે સી વોટર દ્વારા કરવામાં આવેલા પાંચે રાજ્યોના એક્ઝિટ પોલની ડિટેલ તમને જણાવી રહ્યા છીએ.

ગોવા - સી વોટર મુજબ ગોવામાં 40 વિધાનસભા સીટોમાંથી 18 સીટો મળશે તેવી સંભાવના છે. તો કોંગ્રેસને 15, આપને આ સર્વે મુજબ ખાલી 2 જ સીટો મળશે તો અન્ય 5 સીટો મળશે. એમજીપી અને એસએસને ગોવામાં સીટો મળવાની શક્યતા ના ના બરાબર છે.

bjp

પંજાબ - સી વોટર મુજબ પંજાબમાં બીજેપી અકાલીને 4થી 7 સીટો મળશે. કોંગ્રેસને 62થી 71, આપને 42 થી 51 અને અન્યને 2 સીટો મળશે.

મણિપુર - મણિપુરમાં સી વોટર મુજબ ભાજપને 25થી 31 સીટો મળશે. કોંગ્રેસને 17 થી 23 અને અન્યને 9 થી 15 સીટો મળશે.

ઉત્તરાખંડ - ઉત્તારાખંડમાં બીજેપીને 29થી 35 સીટો મળશે. તો કોંગ્રેસને 29-35 સીટો મળશે તો અન્યને 2થી 9 સીટો મળવાની સંભાવના છે.

ઉત્તર પ્રદેશ - અહીં સી વોટરના સર્વે મુજબ ભાજપને 155 થી 165 સીટો મળશે, એસપી અને કોંગ્રેસને 135 થી 147 સીટો, બીએસપીને 81 થી 93 સીટો અને અન્યને 8 થી 20 સીટો મળશે તેવી સંભાવના છે.

English summary
Read here c-voter exit poll update for all the five state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X