For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'કોંગ્રેસની મૂન, પ્રિયંકા ઇઝ કમિંગ સૂન'

|
Google Oneindia Gujarati News

અલ્હાબાદ, 6 ઓગસ્ટ: સામાન્ય ચૂંટણી બાદ હાંસિયા ધકેલાઇ ગયેલી કોંગ્રેસ પાર્ટી અને તેની સર્વેસર્વા સોનિયા ગાંધીને આખરે પોતાના ટ્રંપ કાર્ડ પ્રિયંકા ગાંધીની યાદ આવી જ ગઇ. લાંબા સમયથી કોંગ્રેસી નેતા પ્રિયંકાને લોકસભા ચૂંટણી પહેલા જ મોટી જવાબદારી આપવાની માંગ ઉઠાવી રહ્યા હતા.

મંગળવારે સોનિયા ગાંધીએ ઇશારા ઇશારામાં જતાવી દીધું કે પ્રિયંકાને પાર્ટીમાં મોટી ભૂમિકા આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. કોંગ્રેસ હાઇકમાંડના નિર્ણયથી ગદગદીત કાર્યકર્તાઓએ અલ્હાબાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે બેનર્સ લગાવ્યા છે તેમાં લખ્યું છે 'કોંગ્રેસની મૂન, પ્રિયંકા ઇઝ કમિંગ સૂન'. આ પોસ્ટરમાં કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીને પણ સ્થાન આપ્યું નથી.

priyanka gandhi
લોકસભા ચૂંટણી બાદ એક બાજું જ્યાં રાહુલના નેતૃત્વ ક્ષમતા પર સવાલ ઉઠ્યા, તો પ્રિયંકાને લાવવાની માંગ પણ જોર પકડવા લાગી. દેશના અલગ અલગ ભાગોમાં પોસ્ટર લગાવીને પાર્ટી નેતાઓએ પ્રિયંકાને પાર્ટીમાં જવાબદારી આપવાની માંગ કરી. કોંગ્રેસ નેતાઓનું કહેવું હતું કે જો કોંગ્રેસને બચાવવી હોય તો પ્રિયંકાને સક્રિય રાજનીતિમાં લાવ્યા વગર તે સંભવ નથી.

હાલમાં સ્થિતિ એ છે કે અધ્યક્ષ પદ પર સોનિયા ગાંધીનું કાર્યકાળ આવતા વર્ષે માર્ચમાં પૂર્ણ થઇ રહ્યું છે. પાર્ટી ત્યા સુધી રાહુલ ગાંધીને અધ્યક્ષ પદ પર બેસાડવાની તૈયારી કરી રહી છે અને પ્રિયંકાને સંગઠનમાં મહાસચિવની જવાદારી આપવા ઇચ્છે છે.

જોકે કોંગ્રેસ પાર્ટીના ઘણા બધા નેતા હજી પણ પોતાનું મો નથી ખોલી રહ્યા. તેમનું માનવું છે કે રાજનીતિમાં પ્રિયંકાનું આવવું કે ન આવવું સંપૂર્ણ રીતે ગાંધી પરિવારની વ્યક્તિગત ઇચ્છા પર નિર્ભર કરે છે.

English summary
Banner in Allahabad 'Congress' moon, Priyanka is coming soon'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X