For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારની આર્થિક નીતિઓને મળી સૌથી મોટી સફળતા

ભારતમાં ઓપન અર્થવ્યવસ્થા બાદ પહેલી વાર દેશમાં ચાલુ ખાતાઓના નુકસાન તથા વધુ આવક તથા ઓછી નિકાસથી થનાર નુકસાનની ભરપાઇ એફડીઆઇ કરી રહી છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

ભારત માં ઓપન અર્થવ્યવસ્થા બાદ પહેલી વાર દેશમાં ચાલુ ખાતાઓના નુકસાન તથા વધુ આવક તથા ઓછી નિકાસથી થનાર નુકસાનની ભરપાઇ એફડીઆઇ કરી રહી છે. પહેલી વારે એફડીઆઇ એ આ નુકસાન ફંડ કર્યું છે. વર્તમાન મોદી સરકાર વિદેશી રોકાણકારોનો વિશ્વાસ મજબૂત કરવામાં સફળ રહી છે. વિદેશી રોકાણકારોમાં પહેલી વાર એ વિશ્વાસ જાગ્યો છે કે, મોદી સરકાર દેશમાં આર્થિક સુધારો લાવી શકે છે અને મજબૂત અર્થવ્યવસ્થા સ્થાપિત કરી શકે છે.

પહેલીવાર એફડીઆઇ એ કર્યું રોકાણ

પહેલીવાર એફડીઆઇ એ કર્યું રોકાણ

અત્યાર સુધી ફંડિંગમાં થનાર નુકસાનની ભરપાઇ વિદેશી કંપનીઓ પાસેથી ઉધાર લઇ કે એનઆરઆઇ દ્વારા થતી હતી, પરંતુ આ વખતે આ ક્ષેત્રમાં મોટું પરિવર્તન આવ્યું છે અને એફડીઆઇ એ આમાં વિશેષ ભૂમિકા ભજવી છે. એફડીઆઇ મુખ્યત્વે દેશમાં નવા વેપારની શરૂઆતમાં પોતાનો ફાળો આપે છે, જે ખૂબ સ્થિર માનવામાં આવે છે અને દેશમાં ખૂબ લાંબા સમય સુધી ટકે છે. અન્ય પોર્ટફોલિયોની સરખામણીમાં તે ખૂબ સ્થિર હોય છે, એવામાં પહેલીવાર ખોટની ભરપાઇ કરવા માટે એફડીઆઇનું રોકાણ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.

વિદેશી રોકાણકારો ભારત પરત ફરશે

વિદેશી રોકાણકારો ભારત પરત ફરશે

આરબીઆઇના આંકડા પર નજર નાંખીએ તો, એફડીઆઇમાં મોટાભાગના વધારાનો ઉપયોગ કંપનીઓ અને સેન્ટ્રલ બેંકો દ્વારા કરવામાં આવે છે. વર્ષ 2013 સુધી એનઆરઆઇ ભારતીયોએ 26 બિલિયન ડોલરની રકમ ખૂબ ઝડપથી કાઢી લીધી હતી, જેને કારણે રૂપિયાની કિંમત ડૉલરની તુલનામાં ખાસી ઘટી ગઇ હતી. યસ બેંકના ચીફ ઇકોનોમિસ્ટ સુભદ રાવનું કહેવું છે કે, અસ્થિર માર્કેટ દરમિયાન આ રીતના પરિવર્તનો વિદેશી રોકાણકારોને ભારતમાં ફરી લાવી શકે છે.

ભારતમાં વેપાર માટે સુધરતું વાતાવરણ

ભારતમાં વેપાર માટે સુધરતું વાતાવરણ

જે રીતે ભારતની આર્થિક નીતિઓ તથા વેપારનું વાતાવરણ વધુ સરળ બનાવવામાં આવ્યું છે, તેને કારણે એફડીઆઇને ભારતમાં પ્રવેશવાના દ્વાર ખુલ્યાં છે. અન્ય રોકાણકારોની તુલનામાં એફડીઆઇ ઘણું સ્થિર છે, આ થકી દેશમાં વધુ ટેક્નોલોજી આવે છે, જેનો દેશને ઘણો લાભ મળે છે. ભારત ધીરે-ધીરે એવો દેશ બની રહ્યો છે, જે સ્થિર નફો આપી શકે છે.

અન્ય દેશોની તુલનામાં ભારત વધુ સશક્ત

અન્ય દેશોની તુલનામાં ભારત વધુ સશક્ત

એક તરફ જ્યાં દક્ષિણ કોરિયા અને ઇન્ડોનેશિયા પોતાની રાજકારણીય અને આર્થિક મુસીબતોના તબક્કામાંથી પસાર થઇ રહ્યાં છે, ત્યાં બીજી તરફ ભારત ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગ્લોબલ ઇઝ ઓફ ડૂઇંઝ બિઝનેસમાં ભારત વર્ષ 2015માં 142મા સ્થાન પર હતું, ત્યાંથી આગળ વધીને વર્ષ 2017માં 130મા સ્થાન પર પહોંચી ગયું છે, જે ખૂબ સકારાત્મક સંકેત છે. જે રીતે ભારત સરકાર જીએસટીને વધુ ઝડપથી લાવવામાં સફળ થઇ છે, એ પણ ખૂબ મહત્વપૂર્ણ છે. જીએસટી ભારતમાં એકલ બજાર સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને અનેક પ્રકારના કર સમાપ્ત કરવામાં મદદરૂપ બનશે.

અહીં વાંચો

અહીં વાંચો

મારા ભગવા વસ્ત્રો અંગે લોકો ભ્રમ ફેલાવી રહ્યાં છેઃ CM યોગીમારા ભગવા વસ્ત્રો અંગે લોકો ભ્રમ ફેલાવી રહ્યાં છેઃ CM યોગી

English summary
FDI invest in the current account deficit for the first time since 1991. This is the show of Indian economy strength.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X