For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારઃ પૂરની સ્થિતિ ગંભીર, વધુ 4નાં મોત

|
Google Oneindia Gujarati News

આ સમયે આખું ઉત્તર ભારત પૂરનો પ્રકોપ સહન કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ગુજરાત અને રાજસ્થાનના ઘણા ભાગો પ્રાકૃતિક આપદાની ઝપેટમાં છે. જેના કારણે જનજીવન ખોરવાય ગયું છે. ઘણી જગ્યા પર તો સ્થિતિ ખુબ જ ભયાનક બની ચુકી છે.

મોડાસા, હિંમતનગર, અમદાવાદ થયા પાણીથી ત્રસ્ત, જુઓ તસવીરોમોડાસા, હિંમતનગર, અમદાવાદ થયા પાણીથી ત્રસ્ત, જુઓ તસવીરો

બિહારમાં પૂરની ગંભીર સ્થિતિ યથાવત રહેતાં વધુ 4 લોકો મૃત્યુ પામ્યાં હતાં. વધુ 4 મોત થતાં કુલ મરણાંક 156 થયો છે. રાજ્યમાં ગંગા, સોન, પૂનપૂન, ગંડક, ધાધરા, કોસી સહિતની નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. બીજી બાજુ હિમાચલ પ્રદેશના ઉંચાઇવાળા વિસ્તારોમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઇ હતી.

bihar

ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના 15 જિલ્લાઓ તો ખુબ જ ખરાબ રીતે પૂરની ઝપેટમાં છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો છેલ્લા 80 દિવસમાં લગભગ 102 લોકોની મૌત પૂરના કારણે થઇ ચુકી છે. આવો જ કંઈક હાલ બિહાર, ગુજરાત અને રાજસ્થાનમાં પણ છે.

બિહારમાં ગંગા નદી ખુબ જ ઉપર વહી રહી છે. જેના કારણે ગંગા કિનારે રહેવાવાળા લોકોને જગ્યા છોડી દેવા માટે કહી દેવામાં આવ્યું છે.

English summary
Bihar flood situation, another 4 dead
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X