For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેક્સ્ટ જનરેશન કોન્ડમ બનાવો અને 10 લાખ ડોલર મેળવો

|
Google Oneindia Gujarati News

bill-gates-and-condoms
હ્યુસ્ટન, 25 માર્ચઃ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને જાહેર કર્યું છે કે જે પણ કંપની જનરેશન નેક્સ્ટનાં કોન્ડમ બનાવવાનો આઇડિયા આપશે, તેને તેના નિર્માણ માટે 10 લાખ ડોલર આપવામાં આવશે. ફાઉન્ડેશને સખત હિદાયત આપી છે કે કોન્ડમ ગ્રાન્ડ ચેલેન્જ્સ ડોટ ઓઆજીના સારા માનકો પર ખરું ઉતરવું જોઇએ, ત્યારે જ ફંડ આપવામાં આવશે.

બિલ ગેટ્સ ફાઉન્ડેશને જણાવ્યા પ્રમાણે કોન્ડમ પ્રેગનેન્સી રોકવા કે યોન સંક્રમિત બીમારીઓ રોકવામાં અસફળ રહ્યું તો તેને તુરત જ રિજેક્ટ કરવામાં આવશે. ત્યાર બાદ અન્ય માનકો પર પણ તેને ખરુ ઉતારવામાં આવશે. સાથે જ કોન્ડમની કિંમત પણ વધારે ના હોવી જોઇએ, કારણ કે આ કોન્ડમ ગરીબો સુધી પહોંચાડવું જરૂરી છે.

માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ અને તેમની પત્ની ગરીબી દૂર કરવા અને સ્વાસ્થ્ય સેવાઓને સારી બનાવવાના ક્ષેત્રમાં કામ કરી રહ્યાં છે. આ સંસ્થા 1994માં શરૂ કરવામાં આવી હતી. આ સંસ્થા હવે નવી રીતે કોન્ડમ બનાવવા માટે 10 લાખ ડોલર આપવા જઇ રહી છે. સંસ્થાએ કહ્યું છે કે નવા પ્રકારના કોન્ડમની ઇજાત કરવાવાળા કોઇપણ હોઇ શકે છે. છાત્ર, વૈજ્ઞાનિક કે પછી કોઇ ઉદ્યોગપતિ.

પુરુષોની વાત કરીએ તો કોન્ડમનો ઉપયોગ કરતા લોકો એટલા માટે ગભરાય છે, કારણ કે તેમને કોન્ડમ વગર યૌન સંબંધ સ્થાપિત કરવું વધારે સારું લાગે છે. તેવામાં નેક્સ્ટ જનરેશનનું કોન્ડમ એવું હોવું જોઇએ કે, જેને લાગવ્યા બાદ એવો જ અહેસાસ થાય, જેવો કોન્ડમ વગર થાય છે. મહિલાઓના કોન્ડમ ક્યારેક-ક્યારેક પ્રેગ્નેન્સી રોકવામાં નિષ્ફળ નિવડે છે અને મોંઘા પણ ઘણા હોય છે. બિલ ગેટ્સનો ઉદ્દેશ્ય છે કે ઓછી કિંમતવાળા સારા કોન્ડમ લોકોને આપવા જોઇએ, જેથી એચઆઇવી એઇડ્સ જેવી બીમારીઓ રોકી શકાય.

English summary
Bill Gates has announced the amount of 1 million dollar for Next Generation Condoms
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X