બાબરી મુદ્દે સ્ટિંગનું પ્રસારણ અટકાવે ચૂંટણી કમિશન: ભાજપ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 એપ્રિલ: બાબરી મસ્જિદને તોડી પાડવાની ઘટના પર થયેલા સ્ટિંગ ઓપરેશનના સમય પર સવાલ ઉઠાવતાં ભાજપે શુક્રવારે આરોપ લગાવ્યો છે કે આ 'પ્રાયોજિત' છે. પાર્ટીએ ચૂંટણીએ પહેલાં વાતાવરણ બગાડવા માટે કોંગ્રેસ પર આરોપ લગાવતાં કહ્યું હતું કે ચૂંટણી કમિશન પાસે તેનું પ્રકાશન અને પ્રસારણ અટકાવવા માટે કહ્યું છે.

કોબરા પોસ્ટ દ્વારા એક સંવાદદાતા સંમેલન આયોજિત કર્યા બાદ થોડીવાર પછી ચૂંટણી પંચે કમિશનને પત્ર લખીને ભાજપે તેની વિષય વસ્તુ સાર્વજનિક કરવાના મુદ્દે પ્રતિબંધ લગાવવાની માંગણી કરી છે. ભાજપના પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે સંવેદનશીલ બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ વિવાદના સંબંધમાં સમાચારોમાં સ્ટિંગ ઓપરેશન સંબંધી સમાચારો આવ્યા છે.

mukhtar-abbas-naqvi

તેમણે કહ્યું હતું કે આ પ્રાયોજિત સ્ટિંગ ઓપરેશન છે. દેશભરમાં શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ ચૂંટણી માહોલમાં જેર ઘોળવાનો પ્રયત્ન છે. અબ્બાસ નકવીએ કહ્યું હતું કે સવારે અમે ચૂંટણી કમિશનને કહ્યું અને પત્ર પણ લખ્યો છે કે કોબરાપોસ્ટ નામના એક એનજીઓ સ્ટિંગ ઓપરેશનના નામે સંવેદનશીલ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ મુદ્દે એક પ્રાયોજિત સ્ટિંગ ઓપરેશન બતાવવાની તૈયારીમાં છે, તેનું પ્રસારણ અને પ્રકાશન તાત્કાલિક અટકાવવું જોઇએ. તેમણે કહ્યું હતું કે પાર્ટીએ ચૂંટણી કમિશનને 'આ પ્રકારની શરારતપૂર્ણ કાવતરા પાછળ જે કોઇ પણ છે' તેના વિરૂદ્ધ આકરા ભરવા માટે કહ્યું છે.

કોંગ્રેસ પર સાંપ્રદાયિકતા ફેલાવવાનો આરોપ લગાવતાં અબ્બાસ નકવીએ કહ્યું હતું કે પાર્ટી જંગ હારી ચૂકી છે અને ચૂંટણી પહેલાં વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરી રહી છે. સ્ટિંગ ઓપરેશનની વિષયવસ્તુ વિશે પૂછવામાં આવતાં અબ્બાસ નકવીએ કહ્યું હતું કે તેનો સમય પ્રશ્નો ઉભા કરી શકે છે. તેમણે કહ્યું હતું કે વિષયવસ્તુની તુલનામાં ટાઇમિંગ વધુ મહત્વપૂર્ણ છે અને પ્રશ્નો પેદા કરે છે કારણ કે ચૂંટણી જોરશોરથે અને વાતાવરણ મૈત્રીપૂર્ણ તથા શાંતિપૂર્ણ છે. ચૂંટણી કોંગ્રેસના કુશાસનના મુદ્દે લડવામાં આવી રહી છે. લોકોએ ધર્મનિરપેક્ષ વિરૂદ્ધ સાંપ્રદાયિક મુદ્દાઓને નકારી કાઢ્યા છે જેના પર કોંગ્રેસ લડે છે તથા અસલ મુદ્દા ઉઠાવી રહ્યાં છે. સ્વાભાવિક છે કે મુદ્દા વિના જે લડી રહ્યાં છે તે નિરાશ છે.

English summary
The Bharatiya Janata Party (BJP) has asked the Election Commission to bar the telecast of a sting operation, which alleges that the Babri Masjid was demolished as a part of a carefully-orchestrated plan of the Sangh Parivar and Shiv Sena.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X