For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આખરે ટફ સવાલોથી શા માટે બચે છે ટફ કોપ કિરણ બેદી?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 જાન્યુઆરી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી કિરણ બેદી પર દાવ લગાવી ચૂકી છે. ભાજપે કિરણ બેદીને સીએમ પદના દાવેદાર બનાવ્યા છે. ભાજપનું નેતૃત્વ કરી રહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિડરતાની સાથે આગળ વધી રહ્યા છે, પરંતુ સુપર કૉપ કિરણ બેદી મીડિયાના તીખા સવાલોથી બચતી રહે છે. પહેલા અંગ્રેજી ચેનલની સાથે ઇન્ટરવ્યૂ દરમિયાન કિરણ બેદી ઇન્ટરવ્યૂ અધવચ્ચે મૂકીને જતા રહ્યા, અને ફરી એકવાર તેઓ તીખા સવાલોથી બચતા દેખાયા.

kiran bedi
હા, આ ત્યારે બન્યુ જ્યારે એનડીટીવીના એંકર રવીશ કુમારે તેમના પર સવાલોના બાણ છોડ્યા. કિરણ માત્ર તેમના સવાલોના જવાબ સીધા અને સરળતાથી આપી રહ્યા હતા. ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો જરૂરીયાત જણાઇ તો પાર્ટીઓને મળનારા નાણામાં પારદર્શિતા લાવવા માટે વધુ કાયદો ઘડવામાં આવશે, પરંતુ તેઓ આ સવાલને ટાળતા દેખાયા અને એટલું જ કહેતા રહ્યા કે, બધું જ કાયદા પ્રમાણે જ થઇ રહ્યું છે.

કિરણ માત્ર પોતાનું ગુણગાન જ કરતી દેખાઇ. તેમણે જણાવ્યું કે તે સ્પેશલિસ્ટ છે અને જે પ્રકારે તેમણે નોકરી કરી છે, તે જ પ્રકારે રાજનીતિ પણ કરશે. તેમણે જણાવ્યું કે તેઓ લોકોને નોકરી આપવામાં અને અનિયમિત કોલોનોનિયોને નિયમિત કરવા માટે કામ કરશે, પરંતુ જ્યારે તેમનાથી પૂછવામાં આવ્યું કે તેના માટે તેમની પાસે શું રણનીતિ અથવા યોજના છે, તો તેઓ સવાલને ટાળી ગયા. તેઓ ઇંટરવ્યૂ વચ્ચેથી જ છોડીને પોતાની કારમાં બેસીને જતા રહ્યા. એવામાં સવાલ એ ઊઠે છે કે આખરે કિરણ બેદી તિક્ષ્ણ સવાલોથી શા માટે બચે છે. જો તેઓ દિલ્હીના મુખ્યમંત્રી બનવા માગે છે તો શું તેઓ સફળતાપૂર્વક કામ કરી શકશે?

English summary
During an interview with TV Anchor BJPs Delhi Chief Ministerial candidate Kiran Bedi not only tried to avoid his questions but also tried to run away.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X