For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ મેમાં જાહેર કરી શકે લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી

|
Google Oneindia Gujarati News

bjp-logo
નવી દિલ્હી, 9 એપ્રિલ : ભારતના બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષો કોંગ્રેસ અને ભાજપે પોતાની રીતે લોકસભા ચૂંટણીઓની તૈયારીઓ આરંભી દીધી છે. બંનેની તૈયારીમાં તફાવત એટલો જ છે કે કોંગ્રેસ એમ માને છે કે લોકસભા ચૂંટણી 2014 તેના સમયે જ યોજાશે. જ્યારે ભાજપના અગ્રણીઓનું માનવું છે કે લોકસભાની ચૂંટણીઓ આ વર્ષે નવેમ્બરમાં જ યોજાશે તેવા સંકેત મળી રહ્યા છે. ભાજપની સાથે સપા, બસપા અને અન્ય પાર્ટીઓ પણ વહેલી લોકસભા ચૂંટણીના ભણકારા સાંભળી રહ્યા છે. આ કારણે તેમણે જોરદાર તૈયારીઓ આરંભી દીધી છે.

આ ક્રમમાં સપાએ તો પોતાના ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરી દીધું છે. આ જ ક્રમમાં હવે ભાજપ પણ પોતાના લોકસભાના ઉમેદવારોની પ્રથમ યાદી આવતા મહિને એટલે કે મે 2013માં જાહેર કરશે એવી અટકળો સાંભળવા મળી રહી છે.

ભાજપ હજી પોતાના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે કોનું નામ જાહેર કરવું તે અંગેની ગૂંચવણમાંથી બહાર નીકળી શક્યો નથી. પણ ભાજપ અધ્‍યક્ષ રાજનાથસિંહની ટીમ ચાલુ મહિનાના અંતિમ સપ્‍તાહથી લોકસભાની ચૂંટણીની મોરચો સંભાળી લેશે. આ સાથે જ તેમની ટીમ આ વર્ષે નવેમ્‍બરમાં લોકસભાની ચૂંટણીની સંભાવનાને પગલે પોતાના મોટા નેતાઓની ઉમેદવારીની જાહેરાત મે મહિનામાં કરી શકે છે.

ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્‍યક્ષ નીતિન ગડકરી નાગપુરથી ચૂંટણી લડશે. બીજા મોટા નેતાઓમાં એકાદ-બેને બાદ કરતા તમામ પોતાની વર્તમાન બેઠકો ઉપરથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે એવી ધારણા બાંધવામાં આવી રહી છે. પક્ષના તમામ નેતાઓ અને કાર્યકરો કમર કસીને લોકસભા ચૂંટણીમાં પાર્ટીને આગળ લાવવાની તૈયારી કરી રહ્યા છે. જે અંતર્ગત રાજયસભાના ટોચના ભાજપના સાંસદો લોકસભાની ચૂંટણી લડવાને બદલે મેનેજમેન્‍ટની જવાબદારી સોંપવામાં આવશે.

ભાજપના અધ્‍યક્ષ રાજનાથસિંહ આ મહિનાના અંત સુધીમાં બાકી ટીમના રચનાની સાથે સંગઠન તથા વિધાનસભા ચૂંટણીવાળા રાજયોના પ્રભારીઓના નામોને અંતિમ ઓપ પણ આપવાના છે. આ સાથે લોકસભાની ચૂંટણીની પણ તૈયારી શરૂ કરી દેવામાં આવશે. હાલ કોઇપણ વિવાદથી બચવા માટે પક્ષ અડવાણી, મુરલી મનોહર જોશી સહિત પોતાના તમામ નેતાઓને ચૂંટણીના મેદાનમાં ઉતરશે.

આ દરમિયાન અમદાવાદની મુલાકાત સમયે રાજનાથસિંહે જણાવ્‍યુ હતું કે, અડવાણી પક્ષના નેતા અને માર્ગદર્શક છે. વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ બનશે ? તેનો નિર્ણય યોગ્‍ય સમયે સંસદીય બોર્ડ લેશે. તેમણે એમ પણ કહ્યુ હતું કે, કોણ કયાંથી લડશે તેનો નિર્ણય ચૂંટણી સમિતિ લેશે. ચૂંટણી સમિતિનો નિર્ણય સૌને માન્ય હશે.

વડાપ્રધાન પદના ઉમેદવાર માટે પક્ષ ઉતાવળ નહિ કરે. કર્ણાટકના પરિણામો આવ્‍યા બાદ પક્ષ રણનીતિને લઇને મંથન કરશે અને પછી નક્કી કરવામાં આવશે કે, લોકસભા ચૂંટણી માટે કેન્‍દ્રીય ચૂંટણી અભિયાન સમિતિની રચના કયારે કરવી. પક્ષ સીધેસીધુ મોદીને પીએમ પદના ઉમેદવાર નહી બનાવે પરંતુ તેમને સમિતિનું સુકાન સોંપીને પોતાના ઇરાદા જાહેર કરી દેશે.

English summary
BJP may announce candidate of lok sabha election 2014 in May.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X