બેંગ્લુરૂમાં ભાજપના પંચાયતના સભ્યની નિર્દયી હત્યા

Subscribe to Oneindia News

કર્ણાટક ની રાજધાની બેંગ્લુરુ માં મંગળવારની સવારે ભારતીય જનતા પાર્ટી ના એક નેતાની અજાણ્યા હુમલાખોરો દ્વારા ધારદાર હથિયારો વડે હત્યા કરવામાં આવી છે. સવારે 5 વાગે સૂર્ય સિટી પોલીસ સ્ટેશન પાસે ભાજપના નેતાની હત્યા થઇ હતી. મૃતક ભાજપના નેતાની ઓળખાણ કિથગનહલ્લી વાસુના રૂપમાં થઇ છે. વાસુ પંચાયત સભ્ય હતા.

Vasu BJP

શરૂઆતની તપાસમાં આ હત્યા રાજકારણીય કાવતરુ હોવાની આશંકા વ્યક્ત થઇ છે. પોલીસ અધિકારીઓએ આ અંગે જાણકારી આપતાં કહ્યું કે, આ ઘટના એક પ્રાઇવેટ કૉલેજ પાસે ઘટી હતી. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર વાસુ પોતાની મોર્નિંગ વોક પૂરી કરી જેવા પોતાની કારમાં ગોઠવાયા, ત્યારે જ લગભગ 8 લોકો તેમની પાસે ધસી આવ્યા અને તેમને કારમાંથી બહાર ખેંચી ધારદાર હથિયારો વડે નેતા પર ઘા કર્યા હતા.

અહીં વાંચો - ખાલી યુપીમાં જ નહીં, ભારત ભરમાં ક્યાં-ક્યાં લહેરાયો કેસરિયો?

વાસુની હત્યા બાદ હુમલાખરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ અંગે જાણકારી પળતં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી તથા શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. પોલીસે આ અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ મામલો નોંધી આગળ તપાસ ધરી છે.

English summary
A BJP member was hacked to death on Tuesday morning in Bengaluru.
Please Wait while comments are loading...