For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તો ગુજરાત રમખાણોમાં સામેલ હતી ભાજપ, યોગી આદિત્યનાથનું વિવાદિત નિવેદન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગોરખપુર, 13 નવેમ્બર: હમણાં થોડા મહિના પહેલાં લવ જિહાદના માધ્યમથી દેશના રાજકારણમાં હડકંપ મચાવનાર સાંસદ યોગી આદિત્યનાથ હવે ભાજપ માટે લાગે છે કે મોટા નુકસાનની તૈયારી કરી ચૂક્યાં છે.

આ વખતે યોગી આદિત્યનાથે જે નિવેદન આપ્યું છે તેમાં તેમણે અપ્રત્યક્ષ રીતે ગુજરાત રમખાણોમાં ભાજપ સામેલ હોવાની પુષ્ટિ કરી દિધી છે. યોગી આદિત્યનાથ જે ગોરખપુરથી સાંસદ છે, તેમણે સમાજવાદી પાર્ટીના આઝમ ખાન સાથે જોડાયેલો એક પ્રશ્ન પૂછવામાં આવ્ય. તેના પર તેમણે જવાબ આપ્યો કે આખમ ખાનને ગુજરાતના મુસલમાનો પાસેથી શિખામણ લેવી જોઇએ.

azamkhan-yogi-adityanath

યોગી આદિત્યનાથે ધમકી આપવાના અંદાજમાં કહ્યું કે આઝમ ખાન પાસે પણ ગુજરાતના મુસલમાનોની માફક કોઇ બીજો વિકલ્પ બચશે નહી. આઝમ ખાને નવ નવેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરમાં નિવેદન આપ્યું હતું કે એક સાચો નેતા કોઇપણ જાતિ અથવા સમુદાયનો હોતો નથી પરંતુ તે તો દેશના દરેક સમુદાયને એક નજરથી જુએ છે.

આઝમ ખાનના અનુસાર તે પણ એક નેતા છે. સાચા નેતાની ખાસિયત છે કે તે દરેક જાતિના લોકોની સાથે સમાન વર્તન કરે. યોગી આદિત્યનાથે થોડા દિવસો પહેલાં જ આઝમ ખાનને તેમના નિવેદનના લીધે 'કાગડા'ની ઉપમા આપી હતી. તેમણે અહીં સુધી આઝમ ખાને પાકિસ્તાન જવાની સલાહ આપી દિધી હતી.

English summary
BJP MP Yogi Adityanath racks up controversy with his latest statement on Gujarat riots.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X