For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલના આરોપો પર BJP કહ્યું: રાહુલને "નમો" મેનિયા છે

ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના અપાધ્યક્ષ રાહુલ ગાંધી પર "મોદીફોબિયા"નો શિકાર થયો હોવાનું જણાવી કહ્યું કે રાહુલ ખોટું બોલીને પોતાની અસ્તિત્વની લડાઇ લડી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ગુજરાતના મહેસાણા ખાતે એક રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો કે તેમણે સહારા અને બિરલાથી પૈસા લીધા છે. આ આરોપો પર ભારતીય જનતા પાર્ટી નેતા શ્રીકાંત શર્માએ જણાવ્યું કે રાહુલ ગંભીર નેતા નથી તે ખોટું બોલીને પોતાના અસ્તિત્વની લડાઇ લડી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસને આદત પીએમ મોદી પર ખોટા ખોટા આરોપો લગાવવાની. વધુમાં તેમણે કહ્યું કે રાહુલ એક પાર્ટ ટાઇમ નેતા છે અને તે ગંભીર રાજનૈતિક નેતા બિલકુલ નથી.

bjp

શ્રીકાંતે કહ્યું કે રાહુલ ગાંધીને મોદીફોબિયા થઇ ગયો છે. અને તેમને "નમો"નિયા છે. નોંધનીય છે કે ગુજરાતના મહેસાણામાં આજે યોજવામાં આવેલી રેલીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આરોપ લગાવ્યો હતો કે સહારાએ 6 મહિનામાં 9મી વાર પીએમ મોદીને પૈસા આપ્યા છે. કેમ છેલ્લા દોઢ વર્ષથી મોદીના પૈસાની તપાસ નથી થઇ? વધુમાં રાહુલે કહ્યું કે બિરલાના રેકોર્ડમાં પણ સાફ સાફ લખવામાં આવ્યું છે કે 25 કરોડ રૂપિયા સીએમ મોદીને આપ્યા. તેમાં 12 કરોડની આગળ પ્રશ્નાર્થ છે. તેનો મતલબ શું?

English summary
bjp said it has become their cong habit level baseless allegations against pm modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X