For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ-શિવસેનાનું ગઠબંધન તૂટવું એક ફિક્સ મેચ હતી!

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રની રાજનીતિમાં એક નવું સમીકરણ બનતું દેખાઇ રહ્યું છે. એક તરફ જ્યાં ભાજપ મહારાષ્ટ્રના ઇતિહાસમાં સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે ત્યારે બીજી તરફ શિવસેના બીજી સૌથી મોટી પાર્ટીના રૂપે મજબૂતીથી ઊભી થતી દેખાઇ રહી છે. ચૂંટણીથી પહેલા બંને પાર્ટીઓએ પચીસ વર્ષ જૂના સંબંધને તોડી નાખ્યો.

પરંતુ મતગણતરી દરમિયાન રૂઝાન બાદના નિર્ણય પછી જે રીતે બંને દળો તરફથી નિવેદનબાજી શરૂ થઇ અને પછી ગઠબંધન જોડાવાના સંકેત મળવા લાગ્યા તેનાથી ગઠબંધન તૂટવા પાછળ પરદા પાછળ કંઇક અલગ જ ખેલ દેખાઇ રહ્યો છે.

એ સંકેત જે બતાવે છે ગઠબંધન તૂટવાની મેચ ફિક્સ હતી:

  • મહારાષ્ટ્રમાં ગઠબંધન તૂટ્યા બાદ પણ કેન્દ્રમાં ગઠબંધન યથાવત રહ્યું
  • સામનામાં ઉદ્ધવનો મોદીની વિરુદ્ધ સખત ટિપ્પણી કરવી છતાં પણ મોદીની ચુપ્પી
  • કેન્દ્રમાં શિવસેનાના મંત્રી અનંત ગીતેનું પદ પર બની રહેવું.

bjp shivsena
ચૂંટણીથી પહેલા ગઠબંધન તોડવાનો ફાયદો:

  • મહારાષ્ટ્રમાં વિપક્ષને વધારેમાં વધારે નબળો બનાવવો
  • મરાઠી માનુષ અને હિંદુ વોટોને વહેચવાથી રોકવા માટે બંને વર્ગના મતદાતાઓમાં પૂરી સેંધ લગાવવી
  • કોંગ્રેસને મહારાષ્ટ્રની રાજનીતિથી ઉખાડી ફેંકવી
  • અલગ-અલગ ચૂંટણી લડવાથી વધારે બેઠકો જીતવાનો ફાયદો મળવો

જોકે જે રીતે ચૂંટણી બાદ બંને પાર્ટીઓએ ગઠબંધન ખત્મ કર્યું તેનું કારણ માત્ર બેઠકોની વહેંચણી અને મુખ્યમંત્રી પદને લઇને વિવાદને બતાવવામાં આવ્યું. જે થોડું સમજથી ઊપર હતું પરંતુ ત્યાર બાદ શિવસેના જે પોતાના તીખા બોલ માટે ઓળખાય છે તેણે ભાજપ પર હુમલો કરવાનું શરૂ કરી દીધો. બીજી તરફ મોદીએ બાળા સાહેબનું સન્માન કરે છે તેવું કહીને શિવસેના પર પ્રહાર નહીં કરવાનું કહ્યું હતું.

શિવસેના સામનામાં પોતાના લેખથી જ્યાં સતત ભાજપ સહિત્ય અન્ય વિપક્ષિયો પર તીખા હુમલા કરીને સમર્થકોમાં પોતાની પકડ બનાવી રહી હતી. તો બીજી તરફ મોદી દ્વારા શિવસેના પર પ્રહાર નહીં કરવું એ તેમની નવી ઓળખ ઊભી કરી રહ્યું હતું. એવામાં મોદીએ કોંગ્રેસ અને એનસીપીને મતદાતાઓમાં પોતાની પકડને મજબૂત કરવાનું અભિયાન શરૂ કર્યું તો શિવસેનાએ મરાઠી માનુસની રાજનીતિને એક તરફી શિવસેનાના પક્ષમાં કરવાના અભિયાનમાં જોડાઇ ગઇ.

બંને પાર્ટીઓની આ રણનીતિ ખૂબ જ કારગર સાબિત થઇ રહી છે. મહારાષ્ટ્રમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ વધતા દેખાઇ રહી છે. તેને પાછલી વિધાનસભા ચૂંટણીમાં 46 બેઠકોની તુલનામાં 120 બેઠકો મળતી દેખાઇ રહી છે. જ્યારે શિવસેનાને 44થી 65 બેઠકો જીતતી દેખાઇ રહી છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસ અને એનસીપી પોતાના ખરાબ સમયમાંથી પસાર થતા દેખાઇ રહ્યા છે. એટલું જ નહીં રાજ ઠાકરેની મનસે પણ 13ના સ્થાને માત્ર 3 બેઠકો પર સમેટાઇ રહી છે.

English summary
The recent development and pre poll activities of both the parties indicated the end of BJP-Shivsena alliance was a fix match.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X