For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપનો સંદેશ, મોદી અને અમિત શાહ પાસે માંફી માંગે ઉદ્ધવ ઠાકરે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 29 ઓક્ટોબર: ભાજપે શિવસેનાની અવગણના સાથે જ મહારાષ્ટ્રમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કરી લીધી છે. હવે જોરશોરથી નવા કેબિનેટ પર ચર્ચા થઇ રહી છે, પરંતુ આ ક્રમમાં શિવસેનાનું નામોનિશાન પણ નથી.

સૂત્રોનું કહેવું છે કે ભાજપનું કેન્દ્રિય નેતૃત્વ શિવસેનાના ચીફ ઉદ્ધવ ઠાકરે પાસે માફીની માંગ કરી રહ્યું છે. ભાજપનું કહેવું છે કે ઉદ્ધવ ઠાકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ વિરૂદ્ધ પોતાના વાંધાજનક નિવેદન માટે માફી માંગે.

ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા સમાચાર અનુસાર એક કેન્દ્રિય મંત્રીનું કહેવું છે કે ''ભાજપ અને શિવસેનાનું ગઠબંધન જરૂરી છે, પરંતુ અમે મોદી અને અમિત શાહ વિરૂદ્ધ થયેલી નિવેદનબાજીથી નાખુશ છીએ. અમે ઇચ્છીએ છે કે તે માફી માંગે.''

uddhav-thackeray-narendra-modi

તમને જણાવી દઇએ કે ચૂંટણી પ્રચાર દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે ભાજપના સ્ટાર કેંપેનર અફજલ ખાનની સેનાની માફક છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ''તે શું કરી રહ્યાં છે? પહેલાં મોદી પ્રચાર માટે આવ્યા, પછી વોટ ખાતર આખી કેબિનેટ આવી, આ અફજલ ખાનની સેનાની માફક છે, આ મહારાષ્ટ્રને પરાજીત કરવા માંગે છે.''

આ સાથે જ સામનાના એડિટોરિયલથી પણ ભાજપ નેતૃત્વ નારાજ છે. જેમાં લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત પર ટિપ્પણી કરતાં નરેન્દ્ર મોદી પિતા સુધી ટિપ્પણી કરવામાં આવી હતી. સૂત્રોનું કહેવું છે કે ભાજપે શિવસેનાને કહ્યું કે તે અંગત અથવા સાર્વજનિક રીતે માંફી માંગે, ત્યારે તેમની પાર્ટીને કેબિનેટમાં સ્થાન આપવામાં આવશે.

English summary
Even as the BJP elected Devendra Fadnavis as its legislature party leader on Tuesday, it kept its former ally, the Shiv Sena, waiting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X