For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આરા સિવિલ કોર્ટની બહાર વિસ્ફોટ, 1 મહિલા અને 1 પોલીસ જવાનનું મોત

|
Google Oneindia Gujarati News

આરા, 23 જાન્યુઆરી: એક મોટા સમાચાર બિહારના આરા જિલ્લાથી આવી રહ્યા છે. અત્રે આવેલી સિવિલ કોર્ટની બહાર બોમ્બ વિસ્ફોટ થયો છે, જેમાં 1 મહિલા અને એક પોલીસ જવાનનું મોત થયું છે, જ્યારે 7 અન્ય લોકો ઘાયલ થયા છે.

media
જે સમાચાર આવી રહ્યા છે તે હિસાબે બોમ્બ આ ઘટનામાં મૃત્યુ પામનાર મહિલાના બેગમાં જ હતો. એડીજે બિહાર ગુપ્તેશ્વર પાંડેએ મીડિયાને જણાવ્યું કે આ મામલામાં 15 લોકો ઘાયલ થયા છે અને આ ઘટનામાં ઘાયલ થયેલા પોલીસ કોંસ્ટેબલનું મોત પણ થઇ ગયું છે. મરનારી મહિલા જ શંકાના ઘેરામાં છે, તેમના હિસાબથી મરનારી મહિલા જ બોમ્બ લઇને જઇ રહી હતી. હાલમાં ડીએમ અને એસપી વાત કરવાની સ્થિતિમાં નથી એટલા માટે આનાથી વધારે જાણકારી ઉપલબ્ધ નથી.

કહેવામાં આવી રહ્યું છે કે બોમ્બ વિસ્ફોટ 11 વાગ્યાની આસપાસ થયો જ્યારે કેદીઓની સુનાવણી થવાની હતી. જોકે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આ ઘટનામાં ઘાયલ 4 લોકોની હાલત હજી ગંભીર છે. હાલમાં હજી સ્થિતિ સ્પષ્ટ નથી પરંતુ ગણતંત્ર દિવસના ચાર દિવસ પહેલા આ પ્રકારની ઘટનાએ દેશની સુરક્ષા એજન્સીઓ પર સવાલ ઉભા કર્યા છે. ગૃહમંત્રાલયે પણ આ ઘટના અંગેનો ડિટેલ રિપોર્ટ મંગાવ્યો છે.

English summary
A bomb blast was reported inside the premises of a civil court in Bihars Ara district on Friday.According to initial reports, a woman, who entered the court premises carrying the bomb in her purse, died on the spot due to the explosion.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X