For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રેકિંગ ન્યુઝ: સરબજીત સિંહનું લાહોરમાં મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sarabjit-singh
લાહોર, 2 મે: એક મોટા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે કે પાકિસ્તાનના જિન્ના હોસ્પિટલમાં રાતે એક વાગે સરબજીત સિંહનું મોત નિપજ્યું હતું. તે 26 એપ્રિલથી હોસ્પિટલમાં ભરતી હતો. તેના પર જેલમાં કેદીઓ દ્રારા ઘાતક હુમલો કરવામાં આવતાં તે ડીપ કોમામાં સરી પડ્યો હતો.

ભારતના ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ સરબજીત સિંહની મોત પર ઉંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમને કહ્યું હતું કે અમારો પુરો પ્રયત્ન કરી રહ્યાં છે કે પાકિસ્તાન સરકાર સરબજીત સિંહની લાશ આપણને સોંપે. તેમના પરિવારના લોકો જ્યાં ઇચ્છે ત્યાં અંતયોષ્ટી થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સરબજીત સિંહને પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 1990માં થયેલા બોમ્બ ધમાકામાં કથિત રીતે સંલિપ્ત રહેવાના આરોપમાં દોષી ગણવામાં આવ્યો હતો. આ ધમાકામાં 14 લોકોના મોત નિપજ્યાં હતા. ત્યારથી તે પાકિસ્તાનની જેલમાં હતો.

ભારત સરકાર દ્રારા કહેવામાં આવી રહ્યું છે કે સરબજીત સિંહનો જવાબ પાકિસ્તાન સરકારે ગમે તેવી પરિસ્થિતીમાં સોંપવો પડતો તો બીજી તરફ ભાજપે સરબજીતની મોત માટે ભારત સરકારને જવાબદાર ગણાવી છે.

English summary
Brutally beaten up in Pakistani jail, Sarabjit Singh dies at Lahore hospital after 6 days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X