For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BSF જવાનના વીડિયો વાયરલ પછી તેની પત્ની પણ ઉતરી સમર્થનમાં

BSF જવાન મામલે વિવાદ વધતા પરિવારે આપ્યો તેજ બહાદુરના સાથ. જાણો પરિવારજનોએ શું કહ્યું?

|
Google Oneindia Gujarati News

ફેસબુક પર વીડિયો નાખી વરિષ્ઠ બીએસએફ જવાનો પર ભષ્ટ્રાચારનો આરોપ લગાવનાર બીએસએફ જવાન તેજ બહાદુર યાદવના બચાવ માટે હવે તેનો પરિવાર પણ આગળ આવ્યો છે. બીએસએફ જ્યાં તેજ પર શરાબી હોવા અને પહેલા પણ વિવાદોમાં ફસાવવાની વાત કરી રહ્યું છે. ત્યાં જ તેની પત્ની શર્મિલાએ પતિના બચાવમાં કહ્યું છે કે જો તેમની માનસિક સ્થિતી યોગ્ય નથી તો પછી તેમને બોર્ડર પર કેમ ફરજ બજાવવા માટે મોકલવામાં આવ્યો હતો?

bsf jawan

પત્નીએ આપ્યો તેજને સાથ
શર્મિલા કહ્યું કે ખાઇ શકાય તેવા ભોજનનની માંગણી કરવી કંઇ ખોટી વાત નથી. તેમને ન્યાય મળવો જોઇએ. વધુમાં તેની પત્ની કહ્યું કે મારા પતિએ જે પણ કર્યું છે તે યોગ્ય છે. વધુમાં તેણે જણાવ્યું કે વીડિયો નાખ્યા પછી તેણી તેના પતિ સાથે વાત નથી કરી શકી.

તેજના પુત્ર કહ્યું આ...
વધુમાં તેજ બહાદુર યાદવના પુત્ર પોતાના પિતાના બચાવમાં જણાવ્યું કે આ વિષયની યોગ્ય તપાસ થવી જોઇએ. તેણે પણ કહ્યું કે જે જવાન બોર્ડરની રક્ષા કરતો હોય તેને યોગ્ય ભોજન મળવું જ જોઇએ. અને આ અંગે માંગણી કરીને તેના પિતાએ કંઇ પણ ખોટું નથી કર્યું. નોંધનીય છે કે ગત ડિસેમ્બરમાં તેજ બહાદુર ઘરે આવ્યો હતો.

જુઓ તે વીડિયો જે પરથી તેજ બહાદુરનો આ આખો વિવદ શરૂ થયો છે. જુઓ તે વીડિયો જે પરથી તેજ બહાદુરનો આ આખો વિવદ શરૂ થયો છે.

અધિકારીઓનું નિવેદન
નોંધીનીય છે કે તેજ બહાદુરના આરોપો પછી બીએસએફના અધિકારીઓએ જવાનની ગેરશિસ્ત અંગે પહેલા પણ અનેક ફરિયાદો આવી હોવાની વાત કરી છે. વળી તેની માનસિક હાલત ઠીક ના હોવાથી લઇને તેના પર શરાબી હોવાના આરોપો પણ લગાવવામાં આવ્યા છે. સેના મુજબ 2010માં તેનું કોર્ટ માર્શલ પણ થયું હતું.

ગૃહ મંત્રાલયની રિપોર્ટ
જો કે હાલ તો આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા બાદ તેના પર તપાસ થઇ રહી છે. રાજનાથ સિંહે પણ આ અંગે બીએસએફનો રિપોર્ટ માંગ્યો છે.

તેજ બહાદુર યાદવ
જો કે આ વીડિયો વાયરલ થયા પછી તેજ બહાદુરે પણ સ્વીકાર્યું હતું કે ભૂતકાળમાં તેનાથી ભૂલો થઇ હતી. અને તેણે આ ભૂલો સુધારવાનો પણ પ્રયાસ કર્યો હતો. વધુમાં તેણે કહ્યું કે તેને 16 વાર વિવિધ મુદ્દે સન્માનિત કરવામાં આવ્યો છે. ગોલ્ડ મેડલ પણ આપવામાં આવ્યો છે. જે બતાવે છે કે તેનામાં યોગ્યતાની કોઇ કમી નથી.

English summary
The wife the BSF jawan, Tej Bahadur Yadav, has taken to Facebook to allege that she had lost contact with her husband since Monday evening after videos went viral.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X